₹2,000ની નીચેની ટોચની 5 સ્માર્ટવોચ:સિંગલ ચાર્જ પર 20 દિવસ સુધી ચાલશે, 8 થી 30 સ્પોર્ટ્સ મોડ્સ મળશે

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

આધુનિક જીવનમાં યુવાનો ઝડપથી ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ તરફ આગળ વધી રહ્યા છે. સ્માર્ટફોન, સ્માર્ટવોચ, લેપટોપ, ટેબલેટ, બ્લુટુથ સ્પીકર, ઈયરબડ્સ જેવા ડિવાઈસીસ યુવાનોને આકર્ષી રહ્યા છે. Apple અને Samsung જેવી ટોચની ઈલેક્ટ્રોનિક બ્રાન્ડ્સની સ્માર્ટવોચની કિંમત સામાન્ય રીતે મોંઘી હોય છે, જેને સામાન્ય માણસ ખરીદવાનું વિચારી શકતો નથી.આવી સ્થિતિમાં આજે અમે તમને 2 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં વિવિધ કંપનીઓની ટોપ-5 સ્માર્ટવોચ વિશે જણાવી રહ્યા છીએ.

1. Mi Smart Band 4
₹1,999ની ‘MI Smart Band 4’ 50 મીટર ઊંડા પાણીમાં પણ વોટરપ્રૂફ છે.કલર AMOLED ફુલ-ટચ ડિસ્પ્લે સાથેની આ વોચ સિંગલ ચાર્જ પર લગભગ 20 દિવસ સુધી ચાલશે. 24/7 હાર્ટ-રેટ મોનિટરિંગ, સ્વિમ ટ્રેકિંગ સાથે સ્ટ્રોક રેકગ્નિશન અને ડેઈલી એક્ટિવિટી ટ્રેકિંગ પણ હશે. મ્યુઝિક, વોલ્યુમ કંટ્રોલ, કોલ નોટિફિકેશન, એલાર્મ, સ્લીપ મોનિટર, ફોન અનલોક અને ડિફરન્ટ બેકગ્રાઉન્ડ વિકલ્પો તેની ટોચની સુવિધાઓમાં સામેલ છે. 5 જુદા-જુદા કલર ઓપ્શન પણ ઉપલબ્ધ છે.

2. નોઈઝ કલરફિટ પલ્સ
₹1,999ની ‘નોઈઝ કલરફિટ પલ્સ’ બ્લેક, બ્લુ, ગ્રીન, મિસ્ટ ગ્રે, ડીપ વાઈન કલરમાં ઉપલબ્ધ છે. 1.4-ઇંચ ફુલ ટચ ડિસ્પ્લેમાં 24/7 હાર્ટ રેટ મોનિટરિંગ હશે ડેઈલી ફિટનેસ રૂટિનને ટ્રૅક કરવા માટે 8 જુદા-જુદા સ્પોર્ટ્સ મોડ્સ હશે. IP68 સિસ્ટમ વોચને વોટરપ્રૂફ બનાવે છે. અઢી કલાકમાં ફૂલ ચાર્જ કર્યા પછી તે 10 દિવસ સુધી ચાલશે.

3. રિયલમી ટેકલાઈફ વોચ S100
₹1,999ની ‘રિયલમી ટેકલાઈફ વોચ S100’ બ્લેક અને ગ્રે કલરમાં ઉપલબ્ધ છે. 1.69 ઇંચની મોટી રંગીન ડિસ્પ્લે સાથે વોચ સિંગલ ચાર્જ પર 12 દિવસ સુધી ચાલુ રહેશે. તેમાં ડેઈલી એક્ટિવિટીની ટ્રેકિંગ માટે 24 વિવિધ સ્પોર્ટ્સ મોડ્સ છે. IP68 વોટર રેઝિસ્ટન્સ વોચને 1.5 મીટર ઊંડા પાણીમાં પણ વોટર પ્રૂફ રાખશે. બ્લડ, ઓક્સિજન અને હાર્ટ રેટ મોનિટરિંગ, ફોટો કંટ્રોલ, ફોન ફાઈન્ડિંગ, મ્યુઝિક કંટ્રોલ, વેધર ફોરકાસ્ટ, એલાર્મ, સ્ટોપવોચ તેના ટોપ ફિચર્સ છે.

4.બોટ વોચ વેવ નીઓ સ્માર્ટવોચ
₹2,999 તમને ઓનલાઈન માર્કેટમાં ₹1999માં 'બોટ વોચ વેવ નીઓ સ્માર્ટવોચ' મળશે.બ્લેક, બ્લુ અને રેડ કલર વિકલ્પો સાથેની વોચ સિંગલ ચાર્જ પર 7 દિવસની બેટરી લાઈફ ઓફર કરશે. આ વોચ IP68 ટેકનોલોજી સાથે સ્વેટ-પ્રૂફ અને વોટરપ્રૂફ છે. તેમાં 100થી વધુ જુદા-જુદા બેકગ્રાઉન્ડ ઓપ્શન સાથે 10 એક્ટિવ સ્પોર્ટ્સ મોડ્સ પણ છે. ડેઈલી એક્ટિવિટી ટ્રેકિંગ માટે વોચ 2 કલાકમાં ચાર્જ થશે.

5. ફાયર બોલ્ટ હરિકેન સ્માર્ટવોચ
1.3 ઇંચની રાઉન્ડ સ્ક્રીન ‘ફાયર બોલ્ટ હરિકેન સ્માર્ટવોચ’ની કિંમત ₹1999 છે. બ્લેક, પિંક અને ગ્રે કલરમાં ઉપલબ્ધ ફાયર બોલ્ટમાં 30થી વધુ સ્પોર્ટ્સ મોડ્સ છે. IP67 વોટર રેઝિસ્ટન્સ ધરાવતી ઘડિયાળમાં બ્લડ, ઓક્સિજન અને હાર્ટ ટ્રેકિંગ પણ મળશે. સિંગલ ચાર્જમાં વોચ સામાન્ય ઉપયોગ પર 7 દિવસ અને સ્ટેન્ડબાય મોડમાં 15 દિવસ સુધી ચાલશે.