કોરોના વાઈરસને કારણે વર્ક ફ્રોમ હોમનું ચલણ વધ્યું છે. સાથે જ સ્કૂલ બંધ હોવાને કારણે ઓનલાઈન ક્લાસ સિવાય કોઈ છૂટકો રહ્યો નથી. તેવામાં અસાઈમેન્ટ, પ્રોજેક્ટ વર્કનો લોડ રહે છે. કોરોનાને કારણે દુકાનો પણ બંધ હોય છે. તેનાથી ઘરે લેપટોપ હોવું જરૂરી બની જાય છે. તેને ધ્યાનમાં રાખીને અમે લેનોવો, લાવા, hp અને અન્ય લેપટોપનું લિસ્ટ તૈયાર કર્યું છે. આ લેપટોપ વર્ચ્યુઅલ મીટિંગથી લઈને ઓનલાઈન ક્લાસનાં કામ સરળ બનાવે છે. તેની કિંમત પણ તમને પરવડે તેવી જ છે. જોકે તેમાં ગ્રાફિક સોફ્ટવેર ફોટોશોપ, ઈનડિઝાઈન અથવા ગેમિંગ માટે સમસ્યા થઈ શકે છે.
1. લાવા હીલિયમ 12 એટમ
આ વિન્ડોઝ 10 પર રન કરે છે. તેમાં 32GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે. તેમાં 10,000mAhની બેટરી મળે છે. તેનાથી સરળતાથી ઈન્ટરનેટ બ્રાઉઝ કરી શકાય છે. પ્રોસેસરની સ્પીડ 1.1 GHz છે. તેમાં વીડિયો કોન્ફરન્સિંગ માટે 2MPનો વેબકેમ મળે છે.
2. અવિટા એસેન્શિયલ રિફ્રેશ NE14A2INC43A-MB
તેનું સ્ટોરેજ લાવા હીલિયમ કરતાં વધારે 256GB છે. તેનું વજન 1.380 ગ્રામ છે. પ્રોસેસર સ્પીડ 1.1 GHzની છે. તેમાં 2MPનો વેબ કેમ મળે છે.
3. RDP થિનબુક 1010
તેની મેમરી 32GB છે. તેમાં ઈન્ટેલ એટમ X5 પ્રોસેસર મળે છે. તે 1.84 GHzની સ્પીડ જનરેટ કરે છે.
4. લેનોવો E41- 45
અફોર્ડેબેલ લેપટોપનાં તમામ ફીચર્સ લેનોવોના આ લેપટોપમાં મળી રહે છે. તેમાં 1TBનું સ્ટોરેજ મળે છે. તેનું વજન 2.400 ગ્રામ છે. તેની પ્રોસેસર સ્પીડ 3GHz છે. તેમાં વિન્ડોઝ 10 સપોર્ટેડ છે. સાથે જ 1 વર્ષની વૉરન્ટી પણ મળે છે.
5. hp ક્રોમબુક MT8183
તેની સ્ટોરેજ કેપેસિટી 64GB છે. તેનું વજન 1.07 ગ્રામ છે. તેમાં બિલ્ટ ઈન સ્પીકર મળે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.