તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેમ્બર્ગિનીના ઓડિયો ડિવાઈસ:પ્રથમ વાર વાયરલેસ હેડફોન અને એરપોડ્સ લોન્ચ કર્યા, તેને બનાવવા માટે સ્પોર્ટ્સ કાર મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એરપોડ્સ 15 મિનિટના ચાર્જિંગ બાદ 5 કલાકનો પ્લેટાઈમ બેકઅપ આપે છે
  • લેમ્બર્ગિનીએ ન્યૂ યોર્કની ઓડિયો કંપની માસ્ટર એન્ડ ડાયનેમિક સાથે પાર્ટનરશિપ કરી વાયરલેસ હેડફોન અને એરપોડ્સ લોન્ચ કર્યા

ઈટલીની ઓટોમોબાઈલ કંપની લેમ્બર્ગિનીએ હવે ઓડિયો ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી છે. કંપનીએ ન્યૂ યોર્કની ઓડિયો કંપની માસ્ટર એન્ડ ડાયનેમિક સાથે પાર્ટનરશિપ કરી વાયરલેસ હેડફોન અને એરપોડ્સ લોન્ચ કર્યા છે. હેડફોનનો મોડેલ નંબર MW65 છે અને ટ્રુ વાયરલેસ સ્ટીરિયો ઈયરફોનનો મોડેલ નંબર MW07 પ્લસ છે. તેને બનાવવા માટે આઈકોનિક લેમ્બર્ગિની સ્પોર્ટ્સ કારના મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

MW65 હેડફોન અને MW07 પ્લસ ઈયરફોન અલકેન્ટારા, સેફાયર ગ્લાસ, ઈટાલિયન એસિટેટ, એનોડાઈઝ્ડ એલ્યુમિનિયમ અને સ્ટેનલેસ સ્ટીલ જેવા મટિરિયલનો ઉપયોગ કરી ડિઝાઈન કરવામાં આવ્યા છે. હાલ તેને યુરોપમાં લોન્ચ કરવામાં આવ્યા છે.

MW65 હેડફોન, MW07 પ્લસ TWSની કિંમત

  • MW65 હેડફોનની કિંમત EUR 499 (આશરે 44,100 રૂપિયા) છે. તેનાં ગનમેટલ/બ્લેક લેધર, બ્લેક મેટલ/બ્લેક લેધર, સિલ્વર મેટલ/બ્રાઉન લેધર, સિલ્વર મેટલ/ગ્રે લેધર અને સિલ્વર મેટલ/ નેવી લેધર કલર કોમ્બિનેશ લોન્ચ થયાં છે.
  • MW07 પ્લસ ઈયરફોનની કિંમત EUR 349 (આશરે 30,800 રૂપિયા) છે. તેના બ્લેક/ મેટ બ્લેક, પોલિશ્ડ વ્હાઈટ/મેટ સિલ્વર અને મેટ બ્લેક/મેટ બ્લેક કલર અને કેસ કોમ્બિનેશનમાં ખરીદી શકાશે.

MW65 હેડફોનનાં સ્પેસિફિકેશન

  • તેમાં 40mm બેરેલિયમ ડ્રાઈવર્સ અને નોઈસ કેન્સલેશન ટેક્લોનોજીના 2 મોડ્સ આપવામાં આવ્યા છે. હાઈ પાવર મોડને સિટી સ્ટ્રીટ્સ, એરોપ્લેન અને ઘોંઘાટવાળા એન્વાયર્મેન્ટ માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે. તો પાવર મોડને ઓછા ઘાોંઘાટ અથવા વધારે હવાદાર એન્વાયર્મેન્ટ માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે. એક્ટિવ નોઈસ કેન્સલેશનને ઓફ કરતા જ પેસિવ નોઈસ એક્ટિવ થઈ જશે. હેડફોનમાં બિલ્ટ ઈન ગૂગલ અસિસ્ટન્ટ પણ મળે છે.
  • કોલિંગ એક્સપિરિઅન્સ વધુ સારો બનાવવા માટે તેમાં ડ્યુઅલ માઈક્રોફોન્સ આપવામાં આવ્યા છે, જે ફિલ્ટર આઉટ એક્સર્ટનલ નોઈસ સાથે આવે છે. હેડફોનમાં 24 કલાકની બેટરી મળે છે. તેમાં 3.4mm ઓપ્શનલ કેબલ મળે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, 15 મિનિટના ચાર્જિંગમાં તે 12 કલાકનું બેકઅપ આપે છે. તેમાં બ્લુટૂથ v2.4 કનેક્ટિવિટી મળે છે. તેના ઈયરપેડ્સ પર ઘેટાની ચામડીના ફોમનો ઉપયોગ કરવામાં આવ્યો.

MW07 પ્લસTWSનાં સ્પેસિફિકેશન
આ એરપોડમાં 10nmના બેરેલિયમ ડ્રાઈવર્સ આપવામાં આવ્યા છે. કંપનીનો દાવો છે કે 15 મિનિટમાં તે 50% સુધી ચાર્જ થઈ જાય છે. ત્યારબાદ તે 5 કલાકનો પ્લેટાઈમ આપે છે. તો 100% ચાર્જિંગ માટે તે 40 મિનિટનો સમય લગાડે છે. ત્યારબાદ તે 10 કલાકનું પ્લેટાઈમ બેકઅપ આપે છે. ઈયરફોનમાં 2 બીમફોર્મિંગ માઈક આપવામાં આવ્યા છે. ઈયરફોનને IPX5 વૉટર રેઝિસ્ટન્ટ રેટિંગ મળ્યું છે. તે બ્લુટૂથ v5.0 કનેક્ટિવિટી સાથે આવે છે. તે સ્ટેનલેસ સ્ટીલ ચાર્જિંગ કેસ સાથે આવે છે.