સાયબર અટેક અલર્ટ:મેસેજ, મેલ અથવા સોશિયલ મીડિયા ગમે ત્યાંથી સાયબર અટેક થઈ શકે છે, તેનાથી બચવા માટે આ વાતોનું ધ્યાન રાખો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • UNના રિપોર્ટ પ્રમાણે તમામ દેશમાં સાયબર ક્રાઈમ 350% વધ્યો
  • ઈમેલ અને SMS દ્વારા માલેવર લિંક મોકલી હેકર્સ યુઝર્સને શિકાર બનાવે છે

કોરોના મહામારી દરમિયાન દેશમાં સાયબર અટેકની સંખ્યા વધવા લાગી છે. ગ્લોબલ સિક્યોરિટી ફર્મ કેસ્પરસ્કાયના રિપોર્ટ પ્રમાણે, ગત વર્ષે ભારતમાં 45% ઓનલાઈન યુઝર્સ પર સાયબર અટેક થયા. ભારત દુનિયામાં આ મામલે 43માં સ્થાને છે. UNના રિપોર્ટ પ્રમાણે તમામ દેશમાં સાયબર ક્રાઈમ 350% વધ્યો છે. KYC અપડેટના નામે હેકર્સ યુઝર્સને શિકાર બનાવી રહ્યા છે.

આવો જ એક કિસ્સો છત્તીસગઢના બિલાસપુરમાં સામે આવ્યો છે. અહીં NTPCના અપર પ્રબંધક પાસેથી 5.85 લાખ રૂપિયા છીનવી લેવામાં આવ્યા છે. હેકર્સે KYC અપડેટ કરવા માટે મોબાઈલ ક્વિક સપોર્ટ એપ ડાઉનલોડની લિંકનો મેસેજ કર્યો અને તેમાં 10 રૂપિયા ટ્રાન્સફર કરવા કહ્યું. આ એપ ઈન્સ્ટોલ કર્યા બાદ તેમના ખાતાંમાંથી 6 વખત અલગ અલગ રકમમાં કુલ 5.85 રૂપિયા ગાયબ થઈ ગયા. આવો સમજીએ આવા સાયબર અટેકથી તમે કેવી રીતે બચી શકો છો...

ફોન પર સાયબર અટેક થાય તો સૌથી પહેલાં શું કરશો?
ભારત સરકારમાં સાયબર સલાહકાર ડૉ. નિશાકાંત ઓઝાએ જણાવ્યું કે, ફોન પર હેકર્સ SMS દ્વારા લિંક મોકલે છે. તેમાં માલવેર હોય છે. આ લિંક પર ક્લિક કરતાં જ માલવેર એક્ટિવ થઈ જાય છે અને હેકર્સ તમારી સિસ્ટમ હેક કરી લે છે. ક્યારે પણ આવી સ્થિતિ બને તો તરત તમારો ફોન બંધ કરો. તેનાથી કનેક્ટિવિટી બ્રેક થઈ જશે પરંતુ કોઈ નુક્સાન નહિ થાય તેની કોઈ ગેરન્ટી નથી. આવું થાય તો ફોન બંધ કરી સિમ કાઢી દેવું જોઈએ અને 10 સેકન્ડ બાદ ઓન કરવું જોઈએ.

KYCના નામે છેતરપિંડીના અનેક કેસો સામે આવી ચૂક્યા છે. તમારી સાથે આવું ન થાય તેના માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અમે જણાવી રહ્યા છીએ.

SMS ફ્રોડથી બચવાની રીત
યુઝર્સને પર્સનલ લોન, KYC, બેંક ઓફર, ગિફ્ટ વાઉચર જેવાં લોભામણાં SMS આવે છે. આવા SMS એક લિંક સાથે આવે છે. મેસેજમાં લિંક પર ક્લિક કરી ઓફરનો લાભ ઉઠાવવા માટે કહેવાય છે. યુઝર આ લિંક પર ક્લિક કરતાં જ તેના ફોનમાં વાઈરસ ઈન્સ્ટોલ થઈ જાય છે. તેની મદદથી હેકર ફોનનો ડેટા એક્સેસ કરી શકે છે. સાથે જ બેંક અકાઉન્ટમાંથી પૈસા પણ ચાઉં કરી શકે છે. આ પ્રકારની અનેક એપ્સ ગૂગલ અવારનવાર પ્લે સ્ટોર પરથી હટાવતી હોય છે.

આ રીતે ફિશિંગ મેલ, કોલ અને મેસેજથી સાવધાન રહો
'ફિશિંગ'નો અર્થ થાય છે કે લાલચ આપી ફ્રોડ કરવો. મેસેજ, કોલ અને મેલ કરી હેકર્સ લોભામણી ઓફર્સ આપે છે. આઈફોન સહિત બ્રાન્ડેડ ફોન, લેપટોપ અને ઈલેક્ટ્રોનિક્સ એક્સેસરીઝ પર ઓફર આપવામાં આવે છે. નકલી બેંકર બની કેશબેક અને ક્રેડિટ કાર્ડ ઓફર કરી ફ્રોડ કરવાનું ચલણ પણ વધ્યું છે.

ફેક ફ્રેન્ડથી કેવી રીતે બચશો?
સાયબર ક્રાઈમની દુનિયામાં આ એક નવો ટ્રેન્ડ છે. તેમાં તમારા ક્લોઝ ફ્રેન્ડના નામથી ફેક પ્રોફાઈલ બનાવી રિક્વેસ્ટ મોકલવામાં આવે છે. ત્યારબાદ મેસેજ મોકલી ઈમર્જન્સીના નામે પૈસા માગવામાં આવે છે. ફેક પ્રોફાઈલમાં ફોટોથી લઈને ઈન્ફો આબેહૂબ સેમ જ હોય છે. કેટલીક વાતોનું ધ્યાન રાખી તમે ફ્રોડથી બચી શકો છો.

કસ્ટમર કેરના નામે ફ્રોડ
આજકાલ દરેક પ્રોડક્ટ અને સર્વિસ માટે કસ્ટમર સપોર્ટ અવેલેબલ છે. તેવામાં કોઈ તકલીફ પડવા પર લોકો કસ્ટમર સપોર્ટ નંબર શોધવા લાગે છે. સાયબર અપરાધીઓએ પહેલાંથી જ ઈન્ટરનેટ પર કસ્ટમર કેર સપોર્ટના નામે પોતાનો નંબર સબમિટ કર્યો હોય છે. લોકો તેને જ કસ્ટમર કેર સમજી ફોન કરતાં હોય છે.

ફેક કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ તરીકે હેકર તમારી પર્સનલ ડિટેલ લઈ ફ્રોડ કરે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, ગૂગલ પે, ફોન પે, પેટીએમ જેવી ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશનના ફેક કસ્ટમર કેર નંબર ઈન્ટરનેટ પર અવેલેબલ છે.