આ વર્ષની શરુઆતના 6 મહિનામાં મોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં સારો ગ્રોથ જોવા મળ્યો છે. મોબાઈલ ડેટા એનાલિસિસ કરનારી કંપની એપ એની(App Annie)ની સ્ટડી પ્રમાણે ગેમિંગ ઇન્ડસ્ટ્રીનું રેવન્યૂ 100 મિલિયન ડોલર (આશરે 7.40 લાખ કરોડ રૂપિયા) રહ્યું.
એપ એનીના ટિયર ડાઉન રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, વર્ષ 2020માં મહામારી હોવા છતાં ગેમિંગ યુઝર્સની સંખ્યા વધી. દુનિયામાં ગેમિંગમાં સૌથી વધારે સમય પસાર કરવામાં ભારત સૌથી આગળ છે. અહીં અમે તમને ટોપ-10 મોબાઈલ ગેમ્સ વિશે જણાવી રહ્યા છીએ જેનો ભારતમાં એન્ડ્રોઈડ અને iPhone યુઝર્સે શરુઆતના 6 મહિનામાં સૌથી વધારે ઉપયોગ કર્યો છે.
1. પબજી મોબાઈલ
આ ગેમ બેટલ રોયલ મોડમાં 100 લોકો સાથે રમી શકાય છે. તેમાં 4v4 ટીમ ડેથમેચ, ઝોમ્બી જેવા ઘણા મોડ અવેલેબલ છે.
2. ઓનર ઓફ કિંગ્સ
ઇન્ટરનેશનલ વર્ઝનમાં આ ગેમને અરેના ઓફ વાલોર કહે છે. આ મલ્ટીપ્લેયર ઓનલાઈન બેટલ અરેના(મોબા) ગેમ કહેવાય છે.
3. અમંગ અઝ
અમંગ અઝ (Among us)ને ઈનરસ્લોથે બનાવી છે. તેમાં 4થી 10 પ્લેયર રમી શકે છે. ગેમમાં સ્પેસશિપમાં સફર કરવાનો સેટઅપ હોય છે. જ્યાં 10 ક્રૂ મેમ્બર ટ્રેપમાં ફસાઈ જાય છે.
4. કેન્ડી ક્રશ સાગા
આ એપ માટે યુઝર્સે કેન્ડીને સ્વિચ અને મેચ કરવાની હોય છે. આ ગેમ એકલા કે પછી કોઈ ફ્રેન્ડ સાથે રમી શકાય છે.
5. રોબોક્સ
આ ગેમ ફુલ ક્રોસ-પ્લેટફોર્મ સપોર્ટ સાથે આવે છે અને યુઝર્સને કમ્પ્યુટર, મોબાઈલ ડિવાઈસ, એક્સબોક્સ વન કે VR હેડસેટની મદદથી રમવામાં મદદ મળે છે.
6. ફ્રી ફાયર
મોબાઈલ પર આ સર્વાઈવલ શૂટર ગેમ 10 મિનિટના ગેમ પ્લે સાથે આવે છે
7. લૂડો કિંગ
ક્લાસિક બોર્ડ ગેમને સરળતાથી 4 લોકો રમી શકે છે. આ વીડિયો ચેટ સપોર્ટની સાથે આવે છે.
8. ગેમ ફોર પીસ
ગેમ ફોર પીસ પોપ્યુલર બેટલ રોયલ ગેમ પબજીની ચાઈનીઝ વર્ઝન છે. આ ફરજીયાત રૂપે ખેલાડીઓની જેમ અમુક ચેન્જની સાથે એક ઓપ્શનલ વર્ઝન છે.
9. માઈન ક્રાફ્ટ પોકેટ વર્ઝન
આ મલ્ટીપ્લેયર ગેમમાં યુઝર્સ ક્રોસ પ્લેટફોર્મ પર મેક્સિમમ 10 ફ્રેન્ડ બનાવી શકે છે. આ યુઝર્સને ઘરથી લઈને મહેલ સુધી ઘણું બધું બનાવવાની પરમિશન આપે છે.
10. કોલ ઓફ ડ્યુટી: મોબાઈલ
આ એપ 100 પ્લેયર બેટલ રોયલ બેટલગ્રાઉન્ડ અને 5v5 ટીમ ડેથમેચ સપોર્ટ સાથે આવે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.