તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Know About These 5 Websites Which Are Important For Creative People; There Will Be Make Money And Be Skilled

યુઝફુલ વેબસાઈટ:ક્રિએટિવ લોકો માટે આ 5 વેબસાઈટ જાણવી જરૂરી, પૈસા કમાવવાની સાથે સ્કિલ પણ ડેવલપ થશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

જો તમે તમારા ટેલેન્ટને ઓળખાણ આપવા માગો છો તો આ કામ સરળતાથી તમે કરી શકો છો. ગ્રાફિક ડિઝાઈન અને ઈલસ્ટ્રેટ કરનારા લોકો માટે ઘણા અવસર મળે છે. ઈન્ટરને દુનિયા નાની બનાવી છે. એવી ઘણી બધી વેબસાઈટ છે જે તમને ફુલ ટાઈમ જોબ અપાવશે અને એમ્પ્લોયર સુધી પહોંચાડશે. સૌ પ્રથમ વેબસાઈટમાં પ્રોફેશનલ પ્રોફાઈલ બનાવવાની છે. તેમાં પોતાનાં કામ વિશે માહિતી આપવાની છે. તેથી મેક્સિમમ લોકો સુધી તમારું ટેલેન્ટ પહોંચે. આ પ્લેટફોર્મ પ્રેક્ટિલ ટ્યુટોરિયલ સાથે સોશિયલ નેટવર્ક બનાવવામાં પણ મદદ કરે છે. આવો જાણીએ આ પ્લેટફોર્મ કયા છે...

1. DeviantArt.com
આ 21 વર્ષ જૂની વેબસાઈટ છે. તે ક્રાફ્ટ, ડિજિટલ આર્ટ, ફોટોગ્રાફી જેવાં હુનરને વેગ આપે છે. અહીં ફ્રીમાં અકાઉન્ટ બનાવી શકાય છે. કમ્યુનિટીથી અન્ય આર્ટિસ્ટ સર્ચ કરી તેની સાથે કનેક્ટ થઈ શકાય છે. પોતાનાં કામ માટે આઈડિયા લઈ શકાય છે. અન્ય યુઝરને ફોલો કરી તેમના આર્ટ વર્ક ફોલો કરી તેમનાં આર્ટ વર્ક ડાઉનલોડ કરી શકાય છે.

2. artstation
આ વેબસાઈટ પર 5 પ્રકારના અકાઉન્ટ બનાવી શકાય છે. તેમાં 70 જેનર્સ ઈન્ટરેસ્ટ પ્રમાણે સિલેક્ટ કરીશકાય છે. 11 પ્રાઈમરી સેક્શન છે જેમાં સોફ્ટવેર અને ડિજિટલ અસેટ્સ માટે માર્કેટપ્લેસ જેવાં ફીચર મળે છે. તેમાં પોડકાસ્ટ હોય છે જેમાં આર્ટિસ્ટને ટ્રેડિંગ ટોપિક વિશે ચર્ચા કરવાની હોય છે.

3. dribbble.com
તેમાં 3 પ્રકારનાં અકાઉન્ટ ક્રિએટ કરી શકાય છે. કોઈ આર્ટિસ્ટથી કનેક્ટ થવા માટે કેટેગરી વાઈઝ સર્ચ અને હાયર કરી શકાય છે. આર્ટિસ્ટ પોતાને પ્રમોટ પણ કરી શકે છે. કામ માટે આર્ટિસ્ટ અવેલેબલ છે કે નહિ તે પણ જણાવી શકે છે. આ તમામ સર્વિસ ફ્રી છે જ્યારે આ જ સર્વિસ આર્ટ સ્ટેશન અને બિહાન્સ ડોટ નેટમાં પેઈડ છે.

4. Ello.co
આ ક્રિએટિવ બ્રીફનાં માધ્યમથી બ્રાન્ડના પાર્ટનર, એજન્સી અને પબ્લિશર્સને સિલેક્ટ કરે છે. તેમના મનપસંદ વિષય પર પ્રોજેક્ટ આપે છે. જે સૌથી વધારે સારું કામ કરે છે તેને પ્રાઈઝ મળે છે. તેમાં ગિવવે પ્રોગ્રામ હોય છે. તે આર્ટિસ્ટને સપોર્ટ કરે છે. ગિવવે પ્રોગ્રામ અઠવાડિયાંમાં 3 વાર થાય છે. સાઈટ મેમ્બર તેમના આર્ટ વર્કને ખરીદી શકે છે. કમ્યુનિટીમાં સિલેક્ટેડ લોકોને તે વેચી દેવામાં આવે છે.

5. behance.net
તેની શરૂઆત 2005માં થઈ હતી. તે ગ્રાફિક ડિઝાઈન, ફોટોગ્રાફી, ઈલસ્ટ્રેશન, આર્કિટેક્ચર, પ્રોડક્ટ ડિઝાઈન, ફેશન, જાહેરાત, ફાઈન આર્ટ, ગેમ ડિઝાઈન પર ફોકસ કરે છે. સાઈટ ફુલ ટાઈમ જોબની પણ તક આપે છે.