કામની વાત:ફક્ત એક મિસ્ડ કોલ પર ચેક કરો 'FASTag બેલેન્સ', આ છે સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

FASTag ભારતની ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ છે કે, જે વાહન જ્યારે ટોલનાકા પરથી પસાર થાય છે ત્યારે કરની ચુકવણી માટે રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) નામની તકનીકનો ઉપયોગ કરીને કેશલેસ ચુકવણીની સુવિધા આપે છે. ફાસ્ટેગ RFID ટેગના રૂપમાં વાહનોના વિન્ડશિલ્ડ્સ પર લાગેલું જોવા મળે છે, જેથી મુસાફરો FASTag સાથે જોડાયેલા એકાઉન્ટ દ્વારા સીધી ચુકવણી કરી શકે. જોકે, FASTag એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ જળવાઈ રહે તેની ખાતરી કરવી મહત્વપૂર્ણ છે. જો ટોલ બૂથ પર પહોંચ્યા પછી ખ્યાલ આવે કે, એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન માટે પૈસા જ નથી તો તમારે વાસ્તવિક ટોલ કરતાં બમણો ટોલ ચૂકવવો પડી શકે છે. FASTag એકાઉન્ટમાં બેલેન્સ ચેક કરવા માટેની ઘણી રીતો છે, પરંતુ તેમાં સૌથી સરળ રીત મિસ્ડકોલ દ્વારા ચેક કરવાની છે.

મિસ્ડ કોલથી બેલેન્સ ચેક કરવુંઃ
આ માટે જરૂરી છે કે, જે-તે વ્યક્તિ FASTagનો પ્રીપેડ કસ્ટમર હોય અને મોબાઈલ નંબર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)માં રજિસ્ટર્ડ હોય. તમારે ફક્ત +91 8884333331 નંબર પર કોલ કરવાની જરૂર છે, કોલ આપમેળે જ ડિસ્કનેક્ટ થઈ જશે અને ટેક્સ્ટ મેસેજમાં તમારા એકાઉન્ટની કરન્ટ બેલેન્સની માહિતી મળશે.

તમે FASTag એપ્લિકેશનનો ઉપયોગ કરીને પણ તમારું બેલેન્સ જાણી શકો છો, આના માટે:

  • તમારા સ્માર્ટફોન પર પ્લે સ્ટોર અથવા એપ સ્ટોરની મુલાકાત લો.
  • ‘My FASTag’ એપ ડાઉનલોડ કરો
  • તમારી લોગિન ડિટેલ્સ રજીસ્ટર કરો
  • હવે તમે તમારું બેલેન્સ ચકાસો.

આ ઉપરાંત SMS મોકલીને પણ રકમ ચેક કરી શકાય છે, તેમજ જે બેંક સાથે તમારું એકાઉન્ટ લિંક છે તેની વેબસાઇટ દ્વારા પણ ચેક કરી શકાય છે.