લીક:ઓફિશિયલ લોન્ચિંગ પહેલાં જ આઈફોન 13 સિરીઝનાં સ્પેસિફિકેશન સામે આવ્યાં, જાણો તેની ખાસિયતો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આઈફોન 13 સિરીઝમાં કંપની 4 મોડેલ લોન્ચ કરશે
  • નેક્સ્ટ જનરેશન સિરીઝના આઈફોનમાં 120Hzનો રિફ્રેશ રેટ મળી શકે છે

ટેક જાયન્ટ એપલ અપકમિંગ સિરીઝ 'આઈફોન 13' આવતા મહિને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ઓફિશિયલ લોન્ચ પહેલાં જ ફોનનાં કેટલાક લીક્સ સામે આવ્યાં છે. આ વખતની સિરીઝમાં કંપની આઈફોન 13 મિની, આઈફોન 13, આઈફોન 13 પ્રો અને આઈફોન 13 પ્રો મેક્સ લોન્ચ થશે.

ઓફિશિયલ લોન્ચિંગ પહેલાં જ બ્લૂમબર્ગે તેના લીક રિપોર્ટમાં આઈફોન 13 સિરીઝના કેટલાક સ્પેસિફિકેશન ઉજાગર કર્યા છે. રિપોર્ટ પ્રમાણે આઈફોન 13માં 120Hzનો હાઈ રિફ્રેશ રેટ મળશે. અર્થાત ફોનની ડિસ્પ્લેને 1 સેકન્ડમાં 120 વખત રિફ્રેશ કરી શકાશે. આ વખતે કંપની કેમેરા સાથે નવો એક્સપરિમેન્ટ કરશે.

બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે આઈફોન 13 સિરીઝમાં વીડિયો રેકોર્ડિંગમાં પણ બોકેહ ઈફેક્ટ મળશે. અત્યાર સુધી માત્ર ફોટોમાં જ બેકગ્રાઉન્ડ બ્લર કરવા માટે બોકેહ ઈફેક્ટ મળતી હતી.

લેટેસ્ટ સિરીઝના આઈફોન્સમાં કેમેરા મોડ્યુલમાં પણ ફેરફાર થશે. કંપનીએ ફેસ આઈડીની સાઈઝ ઓછી કરી છે. કંપની તેની ફિલ્ટર ટેક્નિકમાં પણ અપડેટ આપશે. અત્યાર સુધી આખી ઈમેજમાં ફિલ્ટર અપ્લાય થઈ શકતા હતા. નેક્સ્ટ જનરેશન આઈફોનમાં ઈમેજના પર્ટિક્યુલર ઓબ્જેક્ટ પર ફિલ્ટર ટાર્ગેટ કરી શકાશે.

આઈફોન 13 સિરીઝમાં નેક્સ્ટ જનરેશન વાઈફાઈ, અપગ્રેડેડ 5G મોડેમ, વધારે ક્ષમતાવાળી બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ મળશે. જોકે કંપનીએ આ સ્પેસિફિકેશન વિશે કોઈ ખુલાસો કર્યો નથી. સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયાંમાં કંપની આઈફોન 13 સિરીઝ લોન્ચ કરી શકે છે.

અન્ય લીક રિપોર્ટ પ્રમાણે, આઈફોન 13 પ્રોમાં 3,095mAhની બેટરી મળશે. આઈફોન 12માં 2815mAhની બેટરી મળે છે. વધારે સ્ટોરેજ ઈચ્છતા ગ્રાહકોને આ વખતે કંપની 1TB સુધીના સ્ટોરેજ વેરિઅન્ટના ઓપ્શન આપી શકે છે.

અન્ય સમાચારો પણ છે...