ટેક ન્યુઝ:Jioના 200 રૂપિયા સુધીના ધાંસુ પ્લાન, કોલિંગ, ફ્રી ડેટાની સાથે મળશે અઢળક ફાયદા

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

રિલાયન્સ Jioમાં યુઝર્સને ઘણા રિચાર્જ પ્લાન ઓફર કરે છે. કંપનીના પોર્ટફોલિયોમાં બેસ્ટ બેનીફિટવાળા પ્લાન પણ છે. જો સસ્તા પ્લાનની વાત કરવામાં આવે તો, Jio ના પ્લાન સૌથી સસ્તા છે. કંપની પાસે 200થી ઓછી કિંમતના પણ પ્લાન છે, જેમાં અનલિમિટેડ કોલિંગ, ફ્રી એસએમએસ અને ડેટા પણ છે. આ સાથે જ અન્ય પણ લાભ છે. આવો જાણીએ આ પ્લાન વિશે.

199 રૂપિયાનો પ્લાન
Jioના 199વાળા પ્લાનમાં 14 દિવસની વેલિડિટી છે. આ પ્લાનમાં દરરોજ 1.5 GB મુજબ 21 GB ડેટા ઓફર કરે છે. આ સાથે જ પ્લાન 300 SMS પણ ફ્રીમાં મળશે. આ પ્લાનને સબસ્ક્રાઈબ કરીને તમે કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકો છો. પ્લાનમાં ઉપલબ્ધ વધારાના લાભોમાં Jio એપ્સના ફ્રી એક્સેસનો પણ સમાવેશ થાય છે.

149 રૂપિયાનો પ્લાન
Jioના 149વાળા આ પ્લાનમાં 20 દિવસની વેલિડિટી ઉપલબ્ધ છે. કંપની આ પ્લાનમાં રોજના 1 જીબી પ્રમાણે કુલ 20 જીબી ડેટા આપે છે. દેશભરના તમામ નેટવર્ક માટે અનલિમિટેડ કોલિંગ મળે છે. દૈનિક 100 ફ્રી એસએમએસ આપતા આ પ્લાનમાં તમને Jio એપ્સનું ફ્રી એક્સેસ પણ મળશે.

179 રૂપિયાના પ્લાનમાં 24 GB ડેટા
રિલાયન્સ Jioના આ પ્લાનમાં તમને 24 દિવસની વેલિડિટી સાથે દરરોજ 1 GB ડેટા પણ મળશે.પ્લાનમાં કંપની દરરોજ 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ પણ આપી રહી છે. જો તમે આ પ્લાનથી રિચાર્જ કરશો તો તમને Jio એપ્સનું ફ્રી એક્સેસ પણ મળશે.

199 રૂપિયાના પ્લાનમાં 34.5 GB ડેટા
આ પ્લાનમાં 23 દિવસની વેલિડિટી સાથે દરરોજ 1.5 GB ડેટાના હિસાબથી 34.5 GB ડેટા મળશે. કંપની દરરોજ 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપી રહી છે. આ પ્લાનની સાથે તમને Jio એપ્સનું ફ્રી એક્સેસ પણ મળશે.