દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન:જિયોફોન નેક્સ્ટના નવા સ્પેસિફિકેશન લીક, દિવાળી પહેલા લોન્ચ થઈ શકે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તેમાં ક્વાલકમ પ્રોસેસર અને 2GB રેમનું કોમ્બિનેશન હશે
  • જિયોફોન નેક્સ્ટની જાહેરાત AGM 2021 દરમિયાન કરવામાં આવી હતી

વિશ્વનો સૌથી સસ્તો એન્ડ્રોઈડ સ્માર્ટફોન એટલે કે જિયોફોન નેક્સ્ટ એક વખત ફરીથી ચર્ચામાં છે. આ ફોન સાથે સંબંધિત નવા સ્પેસિફિકેશન સામે આવ્યા છે. ટિપ્સટર અભિષેક યાદવના જણાવ્યા પ્રમાણે, આ ફોનમાં ક્વાલકમ સ્નેપડ્રેગન 215 QM215 પ્રોસેસર અને 2GB રેમ મળશે. આ ફોન ગૂગલ પ્લે કન્સોલ લિસ્ટિંગમાં જોવા મળ્યો. જિયોફોન નેક્સ્ટની જાહેરાત AGM 2021 દરમિયાન કરવામાં આવી હતી. આ ફોનને દિવાળી પહેલા લોન્ચ કરવામાં આવશે.

જિયોફોન નેક્સ્ટના સ્પેસિફિકેશન સામે આવ્યા
આ ફોન સાથે કનેક્ટેડ નવા સ્પેસિફિકેશન સામે આવ્યા છે, તેના અનુસાર, ફોનમાં HD+ ડિસ્પ્લે મળશે. જેનું રિઝોલ્યુશન 720 x 1440 પિક્સલ હશે. તેની સ્ક્રિન ડેનસિટી 320dpi હશે. ફોન એન્ડ્રોઈડ 11 ગો એડિશન પર કામ કરશે. તેમાં એડ્રેનો 306 ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ (GPU) છે. ફોનમાં 2GB રેમની સાથે ક્વાલકમ સ્નેપડ્રેગન 215 QM215 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનનો મોડલ નંબર LS1542QWN છે.

3499 રૂપિયા ફોનની કિંમત હોઈ શકે છે
ડેટા એન્જિનિયર અને પ્રોડક્ટ રિવ્યૂ ટિપસ્ટર યોગેશે જિયોફોન નેક્સ્ટની કિંમત 3,499 રૂપિયા જણાવી છે. યોગેશ હંમેશાં ફોન અને ગેજેટ્સ સાથે સંબંધિત સ્પેસિફિકેશન અને કિંમત લીક કરે છે. તે જિયોફોન નેક્સ્ટના સ્પેસિફિકેશન પણ લીક કરી ચૂક્યો છે.

જિયોફોન નેક્સ્ટના ફીચર્સ
ફોનમાં 5.5 ઇંચની મોટી ડિસ્પ્લે હશે. આ ફોન 5G નહીં હોય. તેમાં 4Gની સાથે અન્ય બીજા કનેક્ટિવિટી ઓપ્શન મળશે. તે ગૂગલની એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરશે.

  • ફોનની ડિસ્પ્લેઃ ફોનમાં 5.5 ઈંચની HD LED ડિસ્પ્લે મળશે. તેનું રિઝોલ્યુશન 720 x 1600 પિક્સલ છે. તે સંપૂર્ણ રીતે ટચસ્ક્રિન ડિસ્પ્લે છે, જે મલ્ટી ટચ અને મલ્ટી કલર્સને સપોર્ટ કરે છે. ફોનનો આસપેક્ટ રેશિયો 18:9 છે. તેની પિક્સલ પર ઈંચ ડેનસિટી 319 ppi છે. ફોટો જોઈને એ જાણી શકાય છે કે તેમાં થ્રી સાઈડ સ્મોલ બેઝલ મળશે.
  • પ્રોસેસર, રેમ અને સ્ટોરેજઃ ફોનમાં 1.4GHz ક્વાડકોર પ્રોસેસર મળશે. જેને 2GB રેમની સાથે કનેક્ટ કરી શકાશે. ફોનમાં રેમનો બીજો ઓપ્શન નહીં મળે. તેમજ ફોનની ઓનબોર્ડ સ્ટોરેજ 16GB છે. ફોનમાં 128GB માઈક્રો SD કાર્ડ પણ ઈન્સ્ટોલ કરી શકાશે. આ રીતે ફોનની કૂલ સ્ટોરેજ 144GB થઈ જશે.
  • ફોનનો કેમેરાઃ ફોનના ફોટોથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે તેમાં રિયર અને ફ્રંટ બંને કેમેરા મળશે. બંને સિંગલ કેમેરા હશે. 91 મોબાઈલ્સ દ્વારા શેર કરવામાં આવેલા સ્પેસિફિકેશનના અનુસાર, તેમાં 5 મેગાપિક્સલનો રિયર કેમેરા મળશે. તેનાથી 2592 x 1944 પિક્સલ રિઝોલ્યુશનનો ફોટો કેપ્ચર કરી શકાશે. સારી ફોટોગ્રાફી માટે તેમાં LED ફ્લેશ પણ મળશે. ફોન ડિજિટલ ઝૂમને સપોર્ટ કરશે. તેમજ સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 2 મેગાપિક્સલનો કેમેરા મળશે.​​​​​​​
  • બેટરી અને OS: ફોનમાં 2,500mAhની રિમૂવેબલ લિથિયમ બેટરી મળશે. તેમજ ચાર્જિંગ માટે USB પોર્ટ મળશે. બેટરી બેકઅપ શું હશે, તે વિશે જાણકારી શેર કરવામાં નથી આવી. જો કે આટલા પાવરની બેટરીથી ફોનને 12થી 15 કલાક સુધી સરળતાથી ચલાવી શકાય છે. ​​​​​​​
  • નેટવર્ક અને કનેક્ટિવિટીઃ ફોનમાં ડ્યુઅલ નેનો સિમ સ્લોટ મળશે. તે 4G, 4G VoLTE, 3G, 2G નેટવર્કને સપોર્ટ કરશે. તેમાં Wi-Fi 802.11, મોબાઈલ હોટસ્પોટ, બ્લૂટૂથ, GPS અને USB કનેક્ટિવિટી મળશે. ફોનમાં 3.5mm ઓડિયો જેકની સાથે લાઉડસ્પીકર પણ મળશે. જો કે ફોનમાં ફિંગરપ્રિન્ટ સેંસર નહીં મળે. એટલે કે ફોનના બેકમાં જે જિયોનો લોગો આપવામાં આવ્યો હશે ત્યાં કોઈ સ્કેનર નહીં હોય.