સેમીકંડકટરે ગેમ બગાડી:જિયોફોન નેક્સ્ટનું વેચાણ આજથી નહીં થાય, દિવાળી આજુબાજુ ફોન મળશે, કંપનીએ કહ્યું, ‘ફોનનું એડવાન્સ ટ્રાયલ ચાલુ છે’

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહકોને ફોન માટે 4 નવેમ્બર સુધી રાહ જોવી પડશે
  • કંપનીએ હજુ ફોનની કિંમત વિશે ચોખવટ કરી નથી

રિલાયન્સ જિયોએ પોતાના પ્રથમ સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટનું વેચાણ લંબાવ્યું છે. સ્માર્ટફોનનું વેચાણ આજે એટલે કે 10 સપ્ટેમ્બરથી શરૂ થવાનું હતું, પરંતુ હવે તેનું વેચાણ દિવાળી આજુબાજુ થશે. કંપનીએ મોડી રાતે જણાવ્યું કે, સ્માર્ટફોનનું હજુ એડવાન્સ ટ્રાયલ ચાલી રહ્યું છે. આ વર્ષે દિવાળી 4 નવેમ્બરે છે. એટલે કે ત્યાં સુધી ગ્રાહકોને રાહ જોવી પડશે.

ચર્ચાઓ થઇ રહી છે કે, ગ્લોબલ સેમીકંડકટરના સપ્લાયની અસર જિયોફોન નેક્સ્ટ પર થઇ છે. કદાચ આ કારણે વેચાણની તારીખ લંબાઈ છે. કંપનીએ કહ્યું કે, દિવાળી સુધીના એક્સ્ટ્રા ટાઈમથી ઇન્ડસ્ટ્રીમાં હાલની સ્થિતિ, ગ્લોબલ સેમીકંડકટર શોર્ટેજની તકલીફનું સોલ્યુશન મળશે. જો કે, કંપનીએ હજુ પણ ફોનની કિંમત અને ડિલિવરી વિશે ચોખવટ કરી નથી.

જિયોએ કહ્યું, પ્રીમિયમ સ્માર્ટફોન જેવા ફીચર્સ મળશે
જિયોએ નોટમાં લખ્યું કે, ડિવાઇસ અને ઓપરેટિંગ સિસ્ટમમાં પાવરફુલ સ્માર્ટફોનમાં હોય તેવા પ્રીમિયમ ફીચર્સ મળશે. તેમાં વોઇસ-ફર્સ્ટ ફીચર્સ સામેલ છે અને તેના દ્વારા યુઝર્સ પોતાની ભાષામાં ફોનને નેવિગેટ કરી શકે છે અને કન્ટેન્ટ જોઈ શકે છે. ફોનમાં સારું કેમેરા એક્સપિરિયન્સ, લેટેસ્ટ એન્ડ્રોઇડ ફીચર અને સિક્યોરિટી અપડેટ્સ મળશે.

જિયો અને ગૂગલ એમ બંને કંપનીઓ જિયોફોન નેક્સ્ટને વધારે રિફાઇન કરવા માટે ટેસ્ટિંગ કરી રહી છે. કંપનીએ જણાવ્યું કે, હાલ ગણતરીના યુઝર્સ પાસે ફોનનું ટેસ્ટિંગ ચાલુ છે.

જિયોફોન નેક્સ્ટના સંભવિત સ્પેસિફિકેશન અને કિંમત
ડેટા એન્જિનિયર અને પ્રોડક્ટ રિવ્યૂ કરનારા ટિપ્સર યોગેશના જણાવ્યા પ્રમાણે, જિયોફોન નેક્સ્ટની કિંમત 3,499 રૂપિયા છે. તેમણે જિયોફોન નેક્સ્ટના સ્પેસિફિકેશન પણ શેર કર્યા છે. ફોનમાં 5.5 ઇંચની HD ડિસ્પ્લે, 13MP રિયર કેમેરા અને 2500mAhની બેટરી મળશે.