તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IMC 2020:રિયલમી સાથે મળી સસ્તાં 4G સ્માર્ટફોન લાવશે રિલાયન્સ જિયો, અન્ય કંપનીઓ સાથે પણ વાતચીત ચાલી રહી છે

4 મહિનો પહેલા
  • સસ્તાં જિયોફોનનાં માધ્યમથી 4G કનેક્ટિવિટી આપી ચૂકી છે રિલાયન્સ
  • સ્માર્ટફોન સિવાય અન્ય કનેક્ટેડ ડિવાઈસ પણ લોન્ચ થશે

રિલાયન્સ જિયો સસ્તાં 4G સ્માર્ટફોન અને અન્ય કનેક્ટેડ ડિવાઈસ લોન્ચ કરવા માટે રિયલમી સહિત અનેક કંપનીઓ સાથે કામ કરી રહી છે. ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2020માં રિલાયન્સ જિયોના ડિવાઈસ એન્ડ મોબિલિટીના પ્રેસિડન્ટ સુનીલ દત્તે જણાવ્યું કે, 2G હેન્ડસેન્ટનો ઉપયોગ કરી રહેલાં લોકોને 4G અથવા 5G પર અપગ્રેડ કરાવવા માટે સસ્તાં ડિવાઈસ ઉપલબ્ધ કરાવાની આવશ્યકતા છે.

સસ્તાં જિયોફોનનાં માધ્યમથી 4G કનેક્ટિવિટીન લાભ આપ્યો
સુનીલ દત્તે કહ્યું કે, એક ઓર્ગેનાઈઝેશ કરીકે રિલાયન્સે પહેલાં સસ્તાં જિયોફોનનાં માધ્યમથી 4G કનેક્ટિવિટીનો લાભ આપ્યો. અન્ય 4G ડિવાઈસ માટે કંપની રિયલમી અને અન્ય કંપનીઓ સાથે કામ કરી રહી છે. જિયો સ્માર્ટફોન સેગમેન્ટ સિવાય અન્ય કનેક્ટેડ ડિવાઈસ લોન્ચ કરવા માટે પણ વિચાર કરી રહી છે.

ઈનોવેશન માટે અનેક અવસર આપશે 5G
રિયલમીના CEO માધવ શેઠે કહ્યું કે, 5G ભવિષ્યમાં ઈનોવેશન માટે અવસર આપશે અને તે સ્માર્ટફોન સુધી જ સીમિત નહિ રહે. મેક્સિમમ લોકો સુધી 5G પહોંચાડવા માટે ચિપસેટની મહત્ત્વની ભૂમિકા રહેશે. 5G માટે ગ્લોબલ ટ્રેક સાથે ભારત સાચા ટ્રેક પર ચાલી રહ્યું છે તેમાં મીડિયાટેકની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે.

લોકો સુધી અફોર્ડેબલ 5G ડિવાઈસ પહોંચાડવા અમારી જવાબદારી
માધવ શેઠે કહ્યું કે, અમે હાર્ડવેર મેકર્સ છીએ. મને લાગે છે કે લોકોની ક્ષમતા પ્રમાણે નક્કી કરાયેલી કિંમતના મેક્સિમમ 5G ડિવાઈસ પહોંચાડવા એ આપણી જવાબદારી છે. આ કામ ડિવાઈસની ટેક્નોલોજી સાથે કોમ્પ્રોમાઈઝ વગર કરવાનું છે. ચિપસેટ મેન્યુફેક્ચર કંપની મીડિયાટેક ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અંકૂ જૈને કહ્યું કે, કંપનીએ મહામારી દરમિયાન ડિજટલ ટેક્નોલોજીને મજબૂતી સાથે અડોપ્ટ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો