તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિયોફોન યુઝર્સ આનંદો:દર મહિને 300 મિનિટ ફ્રીમાં મળશે, એક રિચાર્જ પર તેટલી જ કિંમતનું બીજું રિચાર્જ પણ ફ્રી

2 મહિનો પહેલા
  • ફ્રી કોલિંગ મિનિટમાં યુઝર્સને 1દિવસમાં માત્ર 10 મિનિટનું ફ્રી કોલિંગ મળશે
  • આ ઓફરનો લાભ એવા યુઝર્સને મળશે જે રિચાર્જ કરાવવા માટે આર્થિક રીતે સમર્થ નથી

કોરોના મહામારીને કારણે સ્ટ્રીટ વેન્ડર સહિતના ઘણા લોકોનું કામ બંધ છે. આ કારણે તેમની આર્થિક સ્થિતિ નબળી પડી છે. તેને કારણે આવા લોકો પોતાનો ફોન પણ રિચાર્જ કરાવી શકતા નથી. તેવામાં રિલાયન્સ જિયો દર મહિને 300 મિનિટ ફ્રી આઉટગોઈંગ કોલની ઓફર આપી રહી છે.

આ ઓફર માત્ર જિયો ફોન યુઝર્સ માટે જ છે. તેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની રિલાયન્સ ફાઉન્ડેશન કામ કરી રહી છે. આ એક નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઈઝેશન છે. તેમાં ફ્રી મિનિટ સાથે બાય વન ગેટ વન રિચાર્જની ઓફર મળી રહી છે. તે હેઠળ એક જિયો ફોનના રિચાર્જ પર તે જ કિંમતનું બીજું રિચાર્જ પેક ફ્રી મળશે.

ફ્રી કોલિંગ ઓફર માત્ર જિયોફોન યુઝર્સને જ મળશે
ફ્રી કોલિંગ ઓફર માત્ર જિયોફોન યુઝર્સને જ મળશે

માત્ર 10 મિનિટ ફ્રી
આ ફ્રી કોલિંગ મિનિટમાં યુઝર્સને 1દિવસમાં માત્ર 10 મિનિટનું ફ્રી કોલિંગ મળશે. અર્થાત એક દિવસમાં યુઝર્સ 10થી વધારે મિનિટ ફ્રીમાં વાત નહિ કરી શકે. આ બેનિફિટ માત્ર એ યુઝર્સ માટે જ છે જે મહામારી દરમિયાન રિચાર્જ કરાવી શકતા નથી.

બાય વન ગેટ વન ફ્રી
ફ્રી કોલિંગ સાથે જિયો ફોન યુઝર્સને રિચાર્જ સાથે તે જ કિંમતનું બીજું રિચાર્જ ફ્રી મળી રહ્યું છે. જો ગ્રાહકે 75 રૂપિયાનું રિચાર્જ કરાવ્યું હોય તો તેને બીજા 75 રૂપિયાનું રિચાર્જ ફ્રીમાં મળશે. પહેલાં પ્લાનની વેલિડિટી પૂરી થયા બાદ ફ્રીમાં મળેલો બીજો પ્લાન શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...