યુટ્યુબર અભિષેક તેલંગ સાથે Tech Talk:10 સપ્ટેમ્બરે આતુરતાનો અંત આવશે, લોન્ચિંગ પહેલાં જાણી લો જિયોફોન નેક્સ્ટ કેવો હશે?

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દુનિયાના સૌથી સસ્તા ફોનની કિંમત 4000 રૂપિયાથી પણ ઓછી હશે
 • આ ફોન રિલાયન્સ અને ગૂગલે સાથે મળીને ડિઝાઇન કર્યો છે

દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન સપ્ટેમ્બર 2021માં લોન્ચ થશે. ચર્ચાઓ થઇ રહી છે કે, રિલાયન્સ જિયોનો બજેટ સ્માર્ટફોન ‘જિયોફોન નેક્સ્ટ’ 10 સપ્ટેમ્બરથી વેચવાનો શરૂ થશે. તેની કિંમત 4000 રૂપિયાથી પણ ઓછી હશે. જિયોફોન નેક્સ્ટની જાહેરાત થોડા મહિના પહેલાં રિલાયન્સની AGMમાં થઇ હતી. જાહેરાત થતાની સાથે જ ફોન ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. અનેક ગ્રાહકોની આતુરતાનો અંત આવવાનો છે.

‘એન્ડ્રોઈડ 11 ગો’ એડિશન પર કામ કરશે
જિયોફોન નેક્સ્ટને લઈને આખી દુનિયા એક્સાઈટેડ છે કારણકે રિલાયન્સ જિયો અને ગૂગલ સાથે મળીને આ ફોન બનાવી રહ્યા છે. ફોનમાં એન્ડ્રોઈડ 11નું ગો એડિશન જોવા મળશે. આ એડિશન ગૂગલના સસ્તા સ્માર્ટફોન માટે ખાસ ડેવલપ કરવામાં આવ્યું છે. તેનાથી ઓછી રેમમાં પણ સારું પર્ફોમન્સ મળશે. જિયોફોન નેક્સ્ટ માટે રિલાયન્સ ઘણા નવા પ્લાન લોન્ચ કરશે.

‘ક્વૉલકૉમ QM 215’ પ્રોસેસર મળશે
સોફ્ટવેર સારી રીતે કામ કરે તેના પર ગૂગલ વધારે ફોકસ કરી રહી છે. હાર્ડવેર ફીચર્સ મામલે રિલાયન્સ જિયોએ કઈ બાકી રાખ્યું નથી. ઓછી કિંમતમાં સારું પર્ફોમન્સ મળે તે માટે રિલાયન્સે ક્વૉલકૉમ પાસે ખાસ QM 215 પ્રોસેસર પ્રોસેસર ડિઝાઈન કરાવ્યું છે. તેમાં ઓછી કિંમતે પણ સારા ફીચર્સ મળશે.

રિયર અને ફ્રન્ટમાં ગૂગલ કેમ મળશે
ફોનમાં HD+ ડિઝાઇન હશે.2GB રેમ અને 32GB ઈન્ટરનલ સ્ટોરેજ મળશે. ઓછી કિંમતને લીધે કેમેરાની ક્વોલિટીમાં કોઈ પ્રોબ્લેમ ના થાય તે માટે ગૂગલનો ખાસ ગૂગલ કેમ જિયોફોન નેક્સ્ટમાં જોવા મળશે. તેમાં 13MPનો પ્રાઈમરી કેમેરા હશે અને સેલ્ફી લેવા માટે 8MPનો કેમેરા મળશે. જિયોફોન નેક્સ્ટમાં કેમેરાથી ફુલ HD+ વીડિયો રેકોર્ડિંગ કરી શકાશે.

જિયોફોન નેક્સ્ટની હાઇલાઇટ્સ

 • દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન હશે.
 • 10 સપ્ટેમ્બરથી વેચાણ શરૂ થશે.
 • આ ફોન રિલાયન્સ જિયો અને ગૂગલે સાથે મળીને ડિઝાઇન કર્યો છે.
 • એન્ડ્રોઈડ 11 ગો એડિશન પર કામ કરશે.
 • ફોનમાં HD+ ડિસ્પ્લે મળશે
 • ક્વૉલકૉમ QM 215 પ્રોસેસર મળશે
 • 13MP રિયર અને 8MP ફ્રન્ટ(બંને ગૂગલ કેમેરા)
 • FHD+ વીડિયો રેકોર્ડિંગ
 • 4,000 રૂપિયાથી ઓછી કિંમત