દુનિયાનાં સૌથી સસ્તા સ્માર્ટફોનના સ્પેસિફિકેશન:જીયોફોન નેક્સ્ટ ફોનમાં 5.5 ઇંચની HD ડિસ્પ્લે મળશે, 5MP રિયર અને 2MP ફ્રંટ કેમેરા હશે, જાણો ફોનનાં અન્ય ફીચર્સ

7 મહિનો પહેલા
સ્માર્ટફોન ગૂગલની એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરશે
  • ફોનમાં 3000mAhની બેટરી મળશે
  • 10 સપ્ટેમ્બરથી ફોનનું વેચાણ શરુ થઈ જશે

દુનિયાનાં સૌથી સસ્તા એન્ડ્રોઈડ સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટની બધા કાગડોળે રાહ જોઈ રહ્યા છે. સામાન્ય માણસથી લઇને એક્સપર્ટ સુધી બધા આ ફોનને જોવા ઈચ્છે છે. યુઝર્સ ફોનનાં સ્પેસિફિકેશન જાણવા ઈચ્છે છે. રિલાયન્સ જિયોએ ફોનની ઈમેજ જાહેર કરી છે, પરંતુ અત્યાર સુધી ફોનનાં સ્પેસિફિકેશન અને ફીચર્સ વિશે જણાવ્યું નથી. જો કે, ટેક વેબસાઈટ 91mobilesએ ફોનનાં સ્પેસિફિકેશન શેર કર્યા છે. ફોનની એક્સપેક્ટેડ કિંમત 4,999 જણાવી છે.

91mobilesનાં રિપોર્ટ પ્રમાણે, ફોનમાં 5.5 ઇંચની HD ડિસ્પ્લે હશે. આ ફોનમાં 4Gની સાથે અન્ય ઘણા કનેક્ટિવિટીના ઓપ્શન મળશે. ફોનમાં 3000mAhની બેટરી મળશે. તે ગૂગલની એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરશે. 10 સપ્ટેમ્બરથી ફોનનું વેચાણ શરુ થઈ જશે. ફોનનાં સ્પેસિફિકેશન પર એક નજર ફેરવીએ:

ડિસ્પ્લે
ફોનમાં 5.5 ઇંચની HD LED ડિસ્પ્લે મળશે. તેનું રેઝોલ્યુશન 720 x 1600 પિક્સલ છે. આ ટચસ્ક્રીન ડિસ્પ્લે મલ્ટી ટચ અને મલ્ટી કલર્સને સપોર્ટ કરે છે. ફોનનો રેશિયો 18:9નો છે. ફોટો જોઇને ખબર પડે છે કે તેમાં થ્રી સાઈડ સ્મોલ બેઝલ મળશે.

પ્રોસેસર, રેમ અને સ્ટોરેજ
ફોનમાં 1.4GHzનું ક્વોડ-કોર પ્રોસેસર મળશે. તેમાં 2GB રેમ મળશે. ફોનમાં રેમનો બીજો ઓપ્શન નહીં મળે. ફોનનું ઓનબોર્ડ સ્ટોરેજ 16GB છે. તેમાં 128GBનું માઈક્રો SD કાર્ડ ઇન્સ્ટોલ કરી શકાશે. આ રીતે ફોનનું કુલ સ્ટોરેજ 144GB થઈ જશે.

ફોનનો કેમેરા
ફોનમાં ફ્રંટ અને રિયર કેમેરા મળશે. બંને સિંગલ કેમેરા હશે. 5MPનો રિયર કેમેરા મળશે. તેમાં 2592 x 1944 પિક્સલ રેઝોલ્યુશનનો ફોટો ક્લિક કરી શકાશે. સારી ફોટોગ્રાફી માટે તેમાં LED ફ્લેશ પણ મળશે. ફોન ડિજિટલ ઝૂમને સપોર્ટ કરશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 2MPનો ફ્રંટ કેમેરા મળશે.

બેટરી અને OS
ફોનમાં 3000mAhની રિમૂવેબલ બેટરી મળશે. ચાર્જીંગ માટે નોર્મલ USB પોર્ટ મળશે. બેટરીના બેકઅપ વિશે કોઈ જાણકારી શેર કરી નથી. આટલા પાવરની બેટરીથી ફોન 12થી 15 કલાક સુધી ચાલુ રહી શકે છે. આ સ્માર્ટફોન ગૂગલની એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરશે.

નેટવર્ક અને કનેક્ટિવિટી
ફોનમાં ડ્યુઅલ નેનો સિમ સ્લોટ મળશે. આ 4G, 4G VoLTE, 3G, 2G નેટવર્ક સપોર્ટ કરશે. તેમાં Wi-Fi 802.11,મોબાઈલ હોટસ્પોટ, બ્લુટૂથ, GPS અને USB કનેક્ટિવિટી મળશે. ફોનમાં 3.5mm ઓડિયો જેક સાથે લાઉડસ્પીકર મળશે. તેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર નહીં મળે. ફોનનાં બેકમાં જિયોનો લોગો છે ત્યાં કોઈ સ્કેનર નથી.

અન્ય સમાચારો પણ છે...