સૌથી સસ્તા સ્માર્ટફોન માટે ચેલેન્જ:સ્પેસિફિકેશન સામે આવ્યાં બાદ લોકોએ 'જિયોફોન નેક્સ્ટ'ને જૂનો ગણાવ્યો, કહ્યું- આના કરતાં ઓછી કિંમતમાં તો આઈટેલના 4G સ્માર્ટફોન અવેલેબલ છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

10 સપ્ટેમ્બર ગણેશ ચતુર્થીના દિવસથી દુનિયાના સૌથી સસ્તા સ્માર્ટફોન 'જિયોફોન નેક્સ્ટ'નાં વેચાણના શ્રીગણેશ થવાના છે. ઓફિશિયલ લોન્ચિંગ પહેલાં જ જિયોફોન નેક્સ્ટની કિંમત અને સ્પેસિફિકેશન લીક થયાં છે. આ સ્માર્ટફોન રિલ્યાન્સે ગૂગલની પાર્ટનરશિપ સાથે તૈયાર કર્યો છે.

ડેટા એન્જિનિયર અને પ્રોડક્ટ રિવ્યૂ કરનાર ટિપ્સ્ટર યોગેશે જિયોફોન નેક્સ્ટની કિંમત 3499 જણાવી છે. યોગેશ ફોન અને ગેજેટ્સનાં સ્પેસિફિકેશન્સ અને કિંમત લીક કરે છે. યોગેશે જિયોફોન નેક્સ્ટનાં સ્પેસિફિકેશન પણ શેર કર્યા છે. તે જોયા બાદ યુઝર્સ તેને 'જિયોફોન લેટર' કહી રહ્યા છે.

યોગેશ દ્વારા શેર કરવામાં આવેલી ફોનની કિંમત અને ફીચર્સ જો સાચા માનવામાં આવે તો સવાલ એ ઊભો થાય છે કે શું તે સાચુકલો દુનિયાનો સૌથી સસ્તો 4G સ્માર્ટફોન છે? તેનાં સ્પેસિફિકેશન અંગે લોકો શું કમેન્ટ કરી રહ્યા છે? જિયોફોન નેક્સ્ટને કયા ફોનથી ટક્કર મળશે? આવો જાણીએ આ તમામ સવાલોના જવાબ...

જિયોફોન નેક્સ્ટની કિંમત અને સ્પેસિફિકેશન્સ

યોગેશના જણાવ્યા પ્રમાણે, જિયોફોન નેક્સ્ટનાં સ્પેસિફિકેશન અને કિંમત આ જ રહેશે. તો શું 3499 રૂપિયાની કિંમત સાથે આ ફોન દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન બનશે? હાલ તેનો કોઈ જવાબ નથી કારણ કે ઈ કોમર્સ પ્લેટફોર્મ પર એવા સ્માર્ટફોન અવેલેબલ છે જેની કિંમત 3499 રૂપિયા કરતાં ઓછી છે. આવો જાણીએ તેના વિશે...

આઈટેલ it 1508ની કિંમત 3499 રૂપિયા અને આઈટેલ વિશ it 1512ની કિંમત 3490 રૂપિયા છે. જ્યારે જિયોફોન નેક્સ્ટની કિંમત 3499 રૂપિયા છે. આઈટેલના આ બંને ફોનની કિંમત જિયોફોન નેક્સ્ટ કરતાં ઓછી છે. જોકે જિયોફોન નેક્સ્ટ સ્પેસિફિકેશન મામલે સારો છે પરંતુ લોકો તેની બેટરીથી નાખુશ જણાઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર જિયોફોન નેક્સ્ટની કિંમત અને સ્પેસિફિકેશન અંગે યુઝર્સે કરેલી કમેન્ટ

જિયોફોને સબ્સિડી આપવી પડી શકે છે
ફાઈનાન્શિયલ સર્વિસિસ કંપની IIFL સિક્યોરિટીઝનું કહેવું છે કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સ્માર્ટફોનના 7.5 કરોડ યુનિટ વેચવા માટે 15 હજાર કરોડ રૂપિયાની સબ્સિડી આપવાની જરૂરિયાત પડશે. તેમનું કહેવું છે કે શિપિંગનો ખર્ચો, ચીનમાં માઈક્રો પ્રોસેસર અને ડિસ્પ્લેની કિંમત વધવાથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ માટે પડકાર રહેશે. તેવામાં કંપનીએ પોતાના દરેક હેન્ડસેટ પર યુઝરને 2000 રૂપિયાની સબ્સિડી આપવી પડશે.

IIFL સિક્યોરિટીઝે પોતાના એનાલિસિસના આધારે કહ્યું કે, જિયો 2થી 4 અબજ ડોલર (15 હજાર કરોડ રૂપિયા)ની સબ્સિડી આપી શકે છે. તેને તે માર્કેટમાં ભાગીદારીથી 1થી 2 વર્ષમાં કવર કરી લેશે. તેવામાં જિયો માટે આ શાનદાર ઓફર હોઈ શકે છે.

જિયોફોન નેક્સ્ટની મેન્યુફેક્ચરિંગ કિંમત શું હશે?
આ વિશે ટેક એક્સપર્ટ પ્રાવલ શર્માનું કહેવું છે કે, ફોનની કિંમત એક યુનિટ પર નહીં બલકે કેટલા મિલિયનનો ઓર્ડર મળશે તેના પર નક્કી થાય છે. ફોનની કિંમત હાર્ડવેર અને સોફ્ટવેરમાં 40-60ના રેશિયોમાં નક્કી થાય છે.

કંપનીને એક 4G સ્માર્ટફોનનાં મેન્યુફેક્ચરિંગ માટે હાર્ડવેરમાં આશરે 1500થી 2000 રૂપિયાનો ખર્ચો કરવાનો હોય છે. તેમાં પણ ડિસ્પ્લે સાઈઝ, કેમેરા મેગાપિક્સલનો રોલ મહત્ત્વનો હોય છે. તો સોફ્ટવેર માટે આશરે 2000 રૂપિયા સુધીનો ખર્ચો કરવાનો હોય છે. જે સોફ્ટવેરમાં અપડેટ ન મળવાની હોય તેની કિંમત ઓછી હોય છે.

અન્ય સમાચારો પણ છે...