તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Jio Emergency Data Loan Facility Launched, Offers Up To 5GB Of High Speed Internet Access On Pay Later Basis

જિયોની નવી સર્વિસ:હવે હાઈ સ્પીડ ડેટા લિમિટ પૂરી થઈ જવા પર નો ટેન્શન, કંપનીએ 'ડેટા લોન'ની નવી સર્વિસ શરૂ કરી

24 દિવસ પહેલા
  • ડેટા લોનમાં ગ્રાહકે 1GB માટે 11 રૂપિયા ચૂકવવા પડશે
  • ગ્રાહક પાસે કોઈ એક્ટિવ પ્લાન હોય તો જ તેને આ સર્વિસનો લાભ મળશે
  • દરેક યુઝર્સ 5GB સુધીની ડેટા લોન લઈ શકશે

રિલાયન્સ જિયોએ પ્રીપેઈડ યુઝર્સ માટે ડેઈલી ડેટા લિમિટ પૂરી થયા બાદ ડેટા લોન સર્વિસ શરૂ કરી છે. દેશમાં પ્રથમ વખત કોઈ ટેલિકોમ કંપની ડેટા લોન આપી રહી છે. ડેટા લોન 1GB પેકમાં અવેલેબલ છે. ડેટા લોન પેક 11 રૂપિયા પ્રતિ પેક અર્થાત 11 રૂપિયા પ્રતિ GBની કિંમત પર યુઝર્સને મળશે. દરેક યુઝર્સ કુલ 5 પેક અર્થાત 5GB સુધી ડેટા લોન લઈ શકશે.

'રિચાર્જ નાઉ એન્ડ પે લેટર' સર્વિસમાં ગ્રાહક પોતાની જરૂરિયાત પ્રમાણે ડેટા લોન લઈ શકશે. ડેટા લોન લેવાની શરત એ રહેશે કે ગ્રાહક પાસે કોઈ એક્ટિવ પ્લાન હોવો જોઈએ. ડેટા લોન પેકની વેલિડિટી યુઝરના હાલના પ્લાનની વેલિડિટી સુધી એક્ટિવ રહેશે. અર્થાત ગ્રાહક જો 5 પેક ડેટા લોન લે છે તો તેની વેલિડિટી ગ્રાહકનો બેઝિક પ્લાન એક્ટિવ રહે ત્યાં સુધી એક્ટિવ રહેશે.

ડેઈલી લિમિટ પૂરી થવાની ચિંતા નહિ
કંપનીનું માનવું છે કે ઘણા પ્રીપેઈડ કનેક્શન યુઝ કરનારા ગ્રાહકો ડેઈલી ડેટા લિમિટ પૂરી થઈ ગયા બાદ વિવિધ કારણોસર તરત ડેટા ટોપ અપ નથી કરી શકતા. તેથી તેઓ હાઈ સ્પીડ ડેટાથી વંછિત રહે છે. ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખતા હવે જિયોએ 1GB પેકમાં ડેટા લોન શરૂ કરી છે.

ડેટા લોન લેવાની પ્રોસેસ

  • MyJio એપ ઓપન કરો અને પેજની ડાબી બાજુ 'મેન્યુ' પર જાઓ.
  • મોબાઈલ સર્વિસ હેઠળ 'ઈમર્જન્સી ડેટા લોન'ની પસંદગી કરો.
  • 'ઈમર્જન્સી ડેટા લોન' બેનર પર ક્લિક કરો.
  • 'ગેટ ઈમર્જન્સી ડેટા' વિકલ્પ પસંદ કરો.
  • ઈમર્જન્સી ડેટા લોન લેવા માટે 'એક્ટિવ નાઉ' પર ક્લિક કરો.