તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે 5G સાથે 'જિયો':5G ટેસ્ટિંગમાં 1GB/સેકન્ડથી વધુ સ્પીડ મળી, જિયો ફાઈબરના 30 લાખ એક્ટિવ યુઝર્સ; સૌથી સસ્તા પ્લાનનો ફાયદો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 44મી AGM (એન્યુઅલ જનરલ મીટિંગ) યોજાઈ. કોરોનાને કારણે સતત બીજી વખત આ મીટિંગ વર્ચ્યુઅલ રહી. આ દરમિયાન ચેરમેન મુકેશ અંબાણીએ ભરોસો જતાવ્યો કે દેશમાં 5Gની શરૂઆત રિલાયન્સ જિયો જ કરશે.

રિલાયન્સ જિયોએ મોડર્ન અને સૌથી અલગ 5G ટેક્નોલોજી ડેવલપ કરી છે, જે વાયરલેસ બ્રોડબેન્ડ માટે મોટી ઉપલબ્ધિ છે. મુકેશ અંબાણીએ જણાવ્યું કે 5G ટેસ્ટિંગમાં જિયોએ 1GB/સેકન્ડથી વધુ સ્પીડ હાંસલ કરી છે. જિયોના 'મેડ ઈન ઈન્ડિયા' સોલ્યુશનને મુકેશ અંબાણીએ ગ્લોબલી પહોંચાડ્યું છે.

5G કનેક્ટિવિટી પર ઝડપથી કામ થઈ રહ્યું છે
તાજેતરમાં જ દેશમાં 5G ટેસ્ટિંગ માટે કંપનીઓને સ્પેક્ટ્રમ આપવામાં આવ્યા હતા. જિયો કંપનીએ દિલ્હી, મુંબઈ સહિત ઘણા શહેરમાં 5G ટેક્નોલોજીનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે. આખા દેશમાં ફેલાયેલા ડેટા સેન્સર્સની મદદથી 5Gનું સૌથી પહેલું નેટવર્ક ઈન્સ્ટોલેશન જિયો એ કર્યું છે. સાથે જ રિલાયન્સ જિયોના મજબૂત નેટવર્ક આર્ટિટેક્ચરને કારણે 4Gને 5Gમાં સરળતાથી બદલી શકાશે.

5G નેટવર્કથી હેલ્થકેરમાં મદદ મળશે
મુકેશ અંબાણીએ કહ્યું કે, એન્ડ ટુ એન્ડ 5G ઈકો સિસ્ટમ ડેવલપ કરવા માટે કંપની પાર્ટનર સાથે 5G ટૂલ્સ વિકસિત કરી રહી છે. તેનાથી હેલ્થકેર, શિક્ષણ, મનોરંજન, રિટેલ અને અર્થવ્યવસ્થા માટે સારી એપ્લિકેશન બનાવવામાં સરળતા રહેશે. તાજું ઉદાહરણ 5G કનેક્ટેડ એમ્બ્યુલન્સનું છે તેને 'સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ' સાથે મળી રિલાયન્સ જિયોએ ડેવલપ કરી છે.

5G નેટવર્કથી જિયો AI
જિયો ભારતને 5G એક્સપોર્ટનું ગ્લોબલ હબ બનાવવાના પ્રયાસ કરી રહી છે. જિયોનું 5G સોલ્યુશન ભારતમાં સફળ રહ્યા બાદ દુનિયાભરમાં તેને મોકલવામાં આવશે. જિયો હવે 5Gથી AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)/ML (મશીન લર્નિંગ) અને બ્લૉકચેન જેવી ઈન્ડસ્ટ્રીમાં એક્સપર્ટ બની છે.

જિયો ફાઈબરની ઉપલબ્ધિ
કંપનીએ છેલ્લા 2 વર્ષમાં 20 લાખ જગ્યા પર જિયો ફાઈબર ઈન્સ્ટોલ કર્યા છે. 30 લાખ ઘરમાં તેના એક્ટિવ યુઝર્સ છે. તેની સાથે જિયો કંપની ભારતમાં સૌથી મોટી અને ફાસ્ટ બ્રોડબેન્ડ ઓપરેટર બની છે.

જિયો ફાઈબરની અન્ય કંપની સાથે સરખામણી
જિયો ફાઈબર બ્રોડબેન્ડ પ્લાન
એક મહિનાના 699 રૂપિયાના આ પ્લાનમાં 100MB/સેકન્ડની સ્પીડ સાથે અનલિમિટેડ કોલિંગ મળે છે.

ટાટા સ્કાયનો પ્લાન
રિલાયન્સની સરખાામમીએ ટાટાનો પ્લાન 251 રૂપિયા મોંઘો છે. આ પ્લાન 950 રૂપિયાનો છે. તેમાં પણ 100MB/સેકન્ડની સ્પીડ સાથે અનલિમિટેડ કોલિંગ મળે છે.

એરટેલ
જિયો ફાઈબર કરતાં એરટેલનો પ્લાન 100 રૂપિયા મોંઘો છે. એક મહિનાના પ્લાનની કિંમત 799 રૂપિયા છે. એરટેલના પ્લાનમાં 100MB/સેકન્ડની સ્પીડ સાથે અનલિમિટેડ કોલિંગ મળે છે.

BSNLનો પ્લાન
સરકારી કંપની BSNL અને એરટેલનો પ્લાન અને સ્પીડ એકસમાન છે. તેના એક મહિનાના પ્લાનની કિંમત 799 રૂપિયા છે. સાથે જ તેમાં 100MB/સેકન્ડની સ્પીડ સાથે અનલિમિટેડ કોલિંગ મળે છે.

ગૂગલ ક્લાઉડ બેઝ્ડ હશે જિયો 5G
ગૂગલના CEO સુંદર પિચાઈએ કહ્યું કે, ગૂગલ ક્લાઉડ અને જિયો વચ્ચે નવી 5G પાર્ટનરશિપથી 1 અબજથી વધારે ભારતીયોને ફાસ્ટ ઈન્ટરનેટ મળશે. ગૂગલની આ ટેક્નોલોજીનાં માધ્યમથી રિલાયન્સના રિટેલ કારોબાર ગ્રાહકોની ડિમાન્ડ પૂરી કરી શકશે.

સુંદર પિચાઈએ કહ્યું કે ગૂગલ ક્લાઉડની અત્યાધુનિક કટિંગ એજ ટેક્નોલોજીથી જિયોના 5G સોલ્યુશન્સન વધારે ટેકો મળશે. સાથે જ રિલાયન્સ જિયોના રિટેલ, જિયો માર્ટ, સાવન અને જિયો હેલ્થ જેવાં અન્ય કારોબારની જરૂરિયાત પૂરી થશે.

હાલ જિયો વર્તમાનમાં દુનિયાનું સૌથી મોટું મોબાઈલ ડેટા કરિયર છે જે દર મહિને 630 કરોડ GB ડેટા હેન્ડલ કરે છે. દેશમાં માત્ર 1 વર્ષમાં ડેટા વપરાશમાં 45%નો વધારો થયો છે. તે દર્શાવે છે કે ભારત કેટલા ઝડપથી ડિજિટલાઈઝેશન તરફ આગળ વધી રહ્યું છે.