ઈન્ટરનેટ સ્પીડમાં જાપાનનો ડંકો:ટેસ્ટિંગ દરમિયાન 319TB પ્રતિ સેકન્ડની સ્પીડ મળી, 1 સેકન્ડમાં 57 હજાર મૂવીઝ ડાઉનલોડ કરી શકાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાની સ્પેસ એજન્સી NASA પાસે 440GB પ્રતિ સેકન્ડની સ્પીડ છે
  • સંશોધકોએ આ સ્પીડ માટે ખાસ ધાતુથી બનેલા એમ્પ્લિફાયર અને અલગ અલગ વેવલેન્થ માટે 552 ચેનલ કોમ્બ લેઝરનો પ્રયોગ કર્યો હતો

ઈન્ટરનેટ સ્પીડમાં આવી રહેલી તેજીએ લોકોની લાઈફ સરળ બનાવી છે. ચીન અને અમેરિકા જેવા દેશોમાં 6Gનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. તો જાપાનની NIICT (નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન્સ ટેક્નોલોજી)ના લેબમાં ટેસ્ટિંગ દરમિયાન ઈન્ટરનેટની 319TB (ટેરા બાઈટ) પ્રતિ સેકન્ડની સ્પીડ હાંસલ કરી છે. આ સ્પીડે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા છે.

ગયા વર્ષે આ પ્રકારના એક ટેસ્ટમાં 178TB પ્રતિ સેકન્ડની સ્પીડ મેળવી હતી. 1TB બરાબર 1024GB થાય છે. અર્થાત તમે આ સુપર સ્પીડમાં 57,000 મૂવીઝ એક જ સેકન્ડમાં ડાઉનલોડ કરી શકો છો. અમેરિકાની સ્પેસ એજન્સી NASA પાસે 440GB પ્રતિ સેકન્ડની સ્પીડ છે.

ઓપ્ટિકલ ફાઈબર કેબલમાં ફેરફાર કરવામાં આવ્યો
જાપાનની લેબમાં હાંસલ થયેલી ઈન્ટરનેટની સ્પીડથી મોટી ફાઈલ આંખના પલકારે ડાઉનલોડ થઈ જાય છે. આ સ્પીડ દુનિયાભરમાં સૌથી વધારે છે. આ સ્પીડથી એક સેકન્ડમાં 57,000 મૂવીઝ ડાઉનલોડ કરી શકાય છે. રિસર્ચ પ્રમાણે, ઓપ્ટિકલ ફાઈબરમાં કેટલાક ફેરફારો કરી આટલી સ્પીડ મેળવી શકાય છે. તેમાં ખર્ચો પણ ઓછો આવ્યો છે. જાપાનની લેબમાં આ સ્પીડ મેળવવા માટે ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ થયો છે.

3001 કિલોમીટરનું લાંબું ટ્રાન્સમિશન તૈયાર કરાયું
જાપાનની લેબમાં કરવામાં આવેલા આ ટેસ્ટના રિપોર્ટને છેલ્લા મહિને ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઓપ્ટિકલ ફાઈબર કમ્યુનિકેશનમાં રજૂ કરવામાં આવ્યો. તે પ્રમાણે, તેના માટે NIICTએ 3001 કિલોમીટર સુધી લાંબું ટ્રાન્સમિશ તૈયાર કર્યું હતું. રિપોર્ટ પ્રમાણે તેને રિયલમાં અમલમાં લાવા માટે ઘણા ફેરફાર કરવાની જરૂર છે. આ સ્પીડ મેળવવા માટે સંશોધકોએ ખાસ ધાતુથી બનેલા એમ્પ્લિફાયર અને અલગ અલગ વેવલેન્થ માટે 552 ચેનલ કોમ્બ લેઝરનો પ્રયોગ કર્યો હતો. ટીમનું માનવું છે કે તેઓ આના કરતાં પણ વધારે સ્પીડ હાંસલ કરી શકે છે.