બોલિવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ મોબાઈલ નંબર સ્પૂફિંગનો ભોગ બની છે. એક્ટ્રેસ વિરુદ્ધ 200 કરોડ રૂપિયાનો મની લોન્ડ્રિંગનો કેસ ચાલી રહ્યો છે. આ કેસ સંબંધિત ચાર્જશીટમાં EDએ જેકલીન ઠગ સુકેશ ચંદ્રશેખરની જાળમાં ફસાઈ હોવાનો ઉલ્લેખ કર્યો છે. સુકેશે જેકલીનને ભરોસો અપાવ્યો હતો કે કોલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઓફિસથી કરવામાં આવ્યો છે. ચાર્જશીટ પ્રમાણે ચંદ્રશેખર અમિત શાહના ઓફિસથી કોલ કરવાની છેતરપિંડી કરીને એક્ટ્રેસનો ફ્રેન્ડ બન્યો હતો.
જેકલીન આ કેસમાં મોબાઈલ નંબર સ્પૂફિંગથી ફસાઈ છે. આ સ્કેમ શું છે અને તેનાથી કેવી રીતે બચી શકાય આવો જાણીએ.....
મોબાઈલ નંબર સ્પૂફિંગ
ઈન્દોરના પોલીસ કમિશનર હરિનારાયણચારી જણાવે છે કે માની લો કે તમને એક કોલ આવે છે. તમારી મોબાઈલ સ્ક્રીન પર આ કોલ બેંકમાંથી આવ્યો છે તેવું દર્શાવે છે. સ્ક્રીન પર સેન્ડર બેંક છે તેવું જોઈ તમે સામેવાળી વ્યક્તિ જે ડિટેલ માગશે તે આપી દેશો. બની શકે તે વ્યક્તિ જન્મ તારીખ, આધારકાર્ડ, OTP જેવી ડિટેલ માંગે અને તમે આંધળો વિશ્વાસ કરી આપી પણ દો. આ કોલ બાદ તમે બેંકમાં ક્રોસ વેરિફાય કરો અને બેંક તમને જણાવે કે બેંક તરફથી તમને કોઈ કોલ જ કરવામાં આવ્યો નથી.
આ રીતે કામ કરે છે સ્પૂફિંગ કોલ
હેકર્સ VoIP (વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ) બેઝ્ડ સોફ્ટવેરનો ઉપયોગ સ્પૂફિંગ માટે કરે છે. હેકર્સ કોલર આઈડી સાથે ચેડાં કરી ઈન્કમિંગ કોલનું લોકેશન બદલી શકે છે. VoIP ટેક્નોલોજી મોબાઈલ નેટવર્કને બદલે બ્રોડબેન્ડ ઈન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ કરી વોઈસ કોલ કરવાની પરમિશન આપે છે.
સ્પૂફ કોલ આ રીતે ઓળખો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.