તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Itel's Magic 2 Feature Phone Will Rival The Geo Phone, Working With Voice Commands; The Hotspot Will Also Work

4G ફિચર ફોન:આઈટેલનો મેજિક 2 ફિચર ફોન જિયો ફોનને ટક્કર આપશે, વોઈસ કમાન્ડથી કામ કરશે; હોટસ્પોટનું પણ કામ કરશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આઈટેલે ભારતમાં પોતાનો નવો 4G ફિચર ફોન મેજિક 2 લોન્ચ કર્યો. તેનો મોડેલ નંબર it9210 છે. તેને મેજિક સિરીઝ અંતર્ગત લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનની કિંમત માત્ર 2,349 રૂપિયા છે. આ ફિચર ફોન ઘણા એડવાન્સ ફિચર્સથી સજ્જ છે. ભારતીય માર્કેટમાં તે જિયો ફોનને ટક્કર આપી શકે છે.

આઈટેલ મેજિક 2ના ફિચર્સ અને સ્પેસિફિકેશન

  • આ ફિચર ફોનમાં 2.4-ઈંચ QVGA 3D કર્વ્ડ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનની ઓનબોર્ડ સ્ટોરેજ 128MB છે, જેને માઈક્રો SD કાર્ડની મદદથી 64GB સુધી વધારી શકાશે. ફોનમાં કિંગ વોઈસ ફિચર આપવામાં આવ્યું છે, જેની મદદથી તમે ટેક્સ્ટ ટૂ સ્પિચ ટાઈપ કરી શકો છો. એટલે સુધી કે આ ફિચરની મદદથી ઈનકમિંગ કોલને અટેન્ડ કરી શકાય છે, મેસેજ ટાઈપ કરી શકાય છે, મેન્યુ ઓપરેટ કરી શકાશે અને ફોનબુક સર્ચ કરી શકાય છે.
  • આ ફિચર ફોનમાં 1.3MP (મેગાપિક્સલ)નો રિઅર કેમેરા આપવામાં આવ્યો છે, જે ફ્લેશ લાઈટની સાથે આવે છે. તે વાયરલેસ FM રેડિયો ફિચરને સપોર્ટ કરે છે. ફોનમાં ઓટો કોલ રેકોર્ડર, LED ટોર્ચ, વન ટચ મ્યુટ અને 8 પ્રી-લોડેડ ગેમ્સ પણ આપવામાં આવી છે. આ ફોન 9 રિઝનલ ભાષાઓને સપોર્ટ કરે છે. તેમજ તેમાં 2000 કોન્ટેક્ટ સેવ કરી શકાય છે.
  • ફોનમાં 1900mAhની બેટરી છે, જેનો સ્ટેન્ડબાય ટાઈમ 24 દિવસનો છે. કનેક્ટિવિટી માટે તેમાં 2G, 3G,ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi અને બ્લુટૂથ V2.0 આપવામાં આવ્યું છે. તેમાં ડ્યુઅલ સિમ સ્લોટની સાથે Wi-Fi હોટસ્પોટ પણ આપવામાં આવ્યું છે. ફોનને બ્લેક અને બ્લૂ બે કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે.

ગેરંટી અને સ્ક્રિન રિપ્લેસમેન્ટ પણ
આઈટેલ મેજિક 2ની સાથે કંપની 100 દિવસની રિપ્લેસમેન્ટ વોરંટીની સાથે 12 મહિનાની ગેરંટી અને વન ટાઈમ સ્ક્રિન રિપ્લેસમેન્ટ પણ આપી રહી છે. આ ઓફર ફોન ખરીદવાની તારીખથી 365 દિવસ સુધી વેલિડ રહેશે. તેની તુલના જિયો ફોનની કિંમત 1999 રૂપિયા છે. કંપની તેની સાથે 2 વર્ષનો અનલિમિટેડ પ્લાન પણ આપી રહી છે.