અપકમિંગ:આઈટેલ જુલાઈ મહિનામાં તેનું લેટેસ્ટ 4K એન્ડ્રોઈડ સ્માર્ટ ટીવી લોન્ચ કરશે, દમદાર સાઉન્ડ માટે 24 વૉટના સ્પીકર મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફીચર અને સ્માર્ટફોન મેકર આઈટેલ હવે સ્માર્ટ ટીવી સેગમેન્ટમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવા જઈ રહી છે. કંપની જુલાઈ મહિનામાં 4K એન્ડ્રોઈડ ટીવીની નવી રેન્જ ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે. ટીવીને અલગ અલગ સાઈઝ અને લેટેસ્ટ સ્માર્ટ ફીચર્સ સાથે લોન્ચ કરાશે. આ ટીવી લોન્ચ થવાથી શાઓમી, રિયલમી, મોટોરોલા અને વનપ્લસ જેવી ચાઈનીઝ કંપનીઓને ટક્કર મળશે.

આઈટેલના 4K ટીવીમાં શું ખાસ હશે?

  • લીક રિપોર્ટ પ્રમાણે, ટીવી દમદાર પ્રોસેસર સાથે 24 વૉટનું ડોલ્બી સાઉન્ડ આઉટપુટ આપી શકે છે. આ ટીવી લેટેસ્ટ એન્ડ્રોઈડ OS પર રન કરશે. તેની કિંમત પણ ભારતીય ગ્રાહકના બજેટને ધ્યાનમાં રાખીને નક્કી થશે.
  • કંપનીએ ગયા વર્ષે ટીવી સેગમેન્ટમાં એન્ટ્રી કરી હતી. હવે કંપની તેનો પોર્ટફોલિયો એક્સપાન્ડ કરવા માટે નવાં વેરિઅન્ટ્સ લોન્ચ કરશે. આઈટેલને આઈ સિરીઝ રેન્જની પ્રીમિયર ક્વોલિટીને લીધે સફળતા મળી છે. કંપનીએ નવી ઝી સિરીઝના ટીવી પણ લોન્ચ કર્યાં છે.
  • અપકમિંગ 4K ટીવીની લોન્ચિંગ ડેટ વિશે હજુ પણ કંપનીએ સસ્પેન્સ રાખ્યું છે, પરંતુ રિપોર્ટ્સ પ્રમાણે, જુલાઈમાં આ ટીવી લોન્ચ થઈ શકે છે. CMR ઈનસાઈટ્સથી સંકેત મળ્યા છે કે કંપની પહેલાંથી જ 7 હજારની રેન્જવાળા સેગમેન્ટમાં સારી બ્રાન્ડ બની ચૂકી છે.
અન્ય સમાચારો પણ છે...