તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આઈટેલ લો બજેટ સ્માર્ટફોન લૉન્ચ:‘વિઝન 2S’ ફોનમાં 5000mAhની બેટરી મળશે, 6.5 ઇંચની HD+ ડિસ્પ્લે હશે, કિંમત 6,999 રૂપિયા

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવો ફોન ‘આઈટેલ વિઝન 2’નું અપગ્રેડેડ વર્ઝન છે
  • ફોનમાં 100 દિવસ સુધી વન ટાઈમ સ્ક્રીન રિપ્લેસમેન્ટની સર્વિસ મળશે

આઈટેલ કંપનીએ પોતાનો નવો અને લો બજેટ સ્માર્ટફોન આઈટેલ વિઝન 2S ભારતમાં લોન્ચ કર્યો છે. આઈટેલ વિઝન 2S માટે કંપનીએ Live Life Big Size સ્લોગનનો ઉપયોગ કર્યો છે. આઈટેલ વિઝન 2Sમાં 5000mAhની ધરખમ બેટરી આપી છે અને આ ઉપરાંત તેમાં 6.5 ઇંચની HD+ IPS વૉટર ડ્રોપ નૉચ ડિસ્પ્લે પણ છે.

આ નવો ફોન આઈટેલ વિઝન 2નું અપગ્રેડેડ વર્ઝન છે. આઈટેલ વિઝન 2ની કિંમત 7,499 રૂપિયા છે.

આઈટેલ વિઝન 2Sની કિંમત
આઈટેલ વિઝન 2Sની કિંમત 6,999 રૂપિયા છે અને તેની સાથે વન ટાઈમ સ્ક્રીન રિપ્લેસમેન્ટની સર્વિસ પણ મળે છે. ફોન ખરીદ્યા પછી 100 દિવસ સુધી સ્ક્રીન રિપ્લેસમેન્ટની સર્વિસ મળશે. ફોન માટે ગ્રાહકોને ગ્રેડેશન બ્લૂ અને ડીપ બ્લૂ કલરનો ઓપ્શન મળશે.

આઈટેલ વિઝન 2Sના સ્પેસિફિકેશન
આઈટેલના આ ફોનમાં 6.52 ઇંચની HD+ IPS ડિસ્પ્લે આપી છે. તેની ડિઝાઈન વૉટરડ્રોપ છે. ડિસ્પ્લેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે. ડિસ્પ્લે પર 2.5D કર્વ્ડ ગ્લાસ છે. તેમાં 1.6GHz સ્પીડવાળું ઓક્ટાકોર પ્રોસેસર છે. જો કે, આ પ્રોસેસર વિશે કંપનીએ કોઈ જાણકારી આપી નથી. ફોનમાં એન્ડ્રોઈડ 11 ગો એડિશન આપ્યું છે. તેમાં 2GB રેમની સાથે 32GBનું સ્ટોરેજ મળશે.

આઈટેલ વિઝન 2Sમાં સેલ્ફી કેમેરા 5MPનો મળશે કેમેરાની વાત કરીએ તો આઈટેલ વિઝન 2Sમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. તેમાં પ્રાઈમરી લેન્સ 8MPનો છે અને બીજો લેન્સ VGA છે. સેલ્ફી માટે આઈટેલના ફોનમાં 5MPનો ફ્રન્ટ કેમેરા આપ્યો છે.

આઈટેલ વિઝન 2Sમાં 5000mAhની બેટરી મળશે
આઈટેલના આ ફોનમાં 5000mAhની ધરખમ બેટરી આપી છે. ક્નેક્ટિવિટી માટે VoLTE/ViLTE/VoWiFi, ફેસ અનલૉક, ફિંગરપ્રિન્ટ સેન્સર, 3.5mmનો હેડફોન જેક અને માઈક્રો USB ચાર્જિંગ પોર્ટ છે.

અન્ય સમાચારો પણ છે...