ન્યૂ એન્ડ્રોઈડ ટીવી:આઈટેલનાં 2 તો બ્લોપંક્ટના 4 નવાં સ્માર્ટ ટીવી લોન્ચ થયાં, જાણો ફીચર્સ અને સ્પેસિફિકેશન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આઈટેલનાં ટીવીનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 32,999 રૂપિયા અને બ્લોપંક્ટનાં ટીવીનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા છે
  • આઈટેલનાં ટીવીમાં અલ્ટ્રા બ્રાઈટનેસ, 24 વૉટ સ્પીકર, લેટેસ્ટ એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ, ગૂગલ અસિસ્ટન્ટ, બિલ્ટ ઈન ક્રોમકાસ્ટ જેવાં ફીચર્સ મળે છે

ભારતીય માર્કેટમાં 2 કંપનીઓએ પોતાનાં સ્માર્ટ ટીવી લોન્ચ કર્યાં છે. ફીચર ફોન અને સસ્તાં સ્માર્ટફોન બાદ આઈટેલે ટીવી પોર્ટફોલિયો વધારતા બે 4K એન્ડ્રોઈડ સ્માર્ટ ટીવી લોન્ચ કર્યાં છે. તો જર્મન કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ કંપની બ્લોપંક્ટે 4 એન્ડ્રોઈડ ટીવી લોન્ચ કર્યાં છે. બંને કંપનીઓના ટીવી મેડ ઈન ઈન્ડિયા છે. આઈટેલનાં ટીવીનાં બેઝિક વેરિઅન્ટની કિંમત ₹32,999 અને બ્લોપંક્ટનાં ટીવીનાં બેઝિક વેરિઅન્ટની કિંમત ₹14,999 છે.

આઈટેલ G સિરીઝ 4G સ્માર્ટ ટીવી

  • આઈટેલે G સિરીઝને લોન્ચ કરી કંપનીએ તેનાં ટીવી પોર્ટફોલિયોમાં વધારો કર્યો છે. કંપનીએ 43 ઈંચ (મોડેલ G4334IE) અને 55 ઈંચ (મોડેલ G5534IE)સાઈઝનાં 2 ટીવી લોન્ચ કર્યાં છે. 43 ઈંચ ટીવીની કિંમત 32,999 રૂપિયા અને 43 ઈંચનાં ટીવીની કિંમત 46,999 રૂપિયા છે. બંને ટીવી 4K રિઝોલ્યુશન સપોર્ટ કરે છે. ટીવીમાં અલ્ટ્રા બ્રાઈટનેસ, 24 વૉટ સ્પીકર, લેટેસ્ટ એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ, ગૂગલ અસિસ્ટન્ટ, બિલ્ટ ઈન ક્રોમકાસ્ટ જેવાં ફીચર્સ મળશે.
  • ટીવીમાં ફ્રેમલેસ A+ ગ્રેડ પેનલ મળે છે. 178 ડિગ્રીથી ટીવીની મજા માણી શકાશે. આ સ્માર્ટફોન ટીવીમાં નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, zee5,ડિઝ્ની પ્લસ, હોટસ્ટાર, યુટ્યુબ સહિત ઘણી પ્રી ઈન્સ્ટોલ એપ્સ મળશે. તો ગૂગલ પ્લે સ્ટોરથી પણ અન્ય એપ્સ ઈન્સ્ટોલ કરી શકાશે. કંપનીનું કહેવું છે કે, તેના પર 4 લાખથી વધારે મૂવી અને શૉ વધારે ઝડપથી સર્ચ કરી શકાય છે.
  • ટીવી મીડિયાટેક ARM કોરટેક્સ A53 પ્રોસેસર અને માલિ G52 GPUથી સજ્જ છે. ટીવીમાં 2GB રેમ સાથે 8GBનું સ્ટોરેજ મળે છે. સારા ઓડિયો એક્સપિરિઅન્સ માટે ટીવીમાં 12 વૉટના સ્પીકર સાથે ડોલ્બી ઓડિયો સાઉન્ડ સિસ્ટમ મળે છે. કનેક્ટિવિટી માટે તેમાં બિલ્ટ ઈન વાઈફાઈ, HDMI,USB પોર્ટ, બ્લુટૂથ 5.0નો સપોર્ટ મળે છે. તેની સીધી ટક્કર શાઓમી, રિયલમી, વનપલ્સના પ્રીમિયમ ટીવીથી થશે.

બ્લોપંક્ટના 4 નવાં એન્ડ્રોઈડ ટીવી

  • જર્મન કંપની બ્લૉપંક્ટે એક સાથે 4 એન્ડ્રોઈડ ટીવી લોન્ચ કર્યાં છે. આ ટીવી 32 ઈંચ HD, 42 ઈંચ FHD, 43 ઈંચ 4K અને 55 ઈંચ 4K ડિસ્પ્લેમાં લોન્ચ થયાં છે. 32 ઈંચ મોડેલની કિંમત 14,999 રૂપિયા, 42 ઈંચનાં મોડેલની કિંમત 21,999 રૂપિયા, 43 ઈંચની કિંમત 30,999 રૂપિયા અને 55 ઈંચ મોડેલની કિંમત 40,999 રૂપિયા છે. તમામ મોડેલમાં બ્લુટૂથ 5.0, 2 USB પોર્ટ, 3 HDMI પોર્ટ, વોઈસ અનેબલ રિમોટ સાથે મીડિયાટેક ARM કોરટેક્સ A53 પ્રોસેસર મળશે.
  • 32 ઈંચ મોડેલ એન્ડ્રોઈડ 9 ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે. તે HD રિઝોલ્યુશન સપોર્ટ કરે છે. 42 ઈંચનું ટીવી FHD રિઝોલ્યુશન સપોર્ટ કરે છે. બંને ટીવીમાં બેઝલલેસ પેનલ મળે છે. દમદાર બેટરી સાઉન્ડ માટે 40 વૉટના સ્પીકર મળે છે. તેમાં 1GBની રેમ અને 8GBનું ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે.
  • 43 ઈંચનું ટીવી 4K રિઝોલ્યુશન સપોર્ટ કરે છે. તેમાં દમદાર સાઉન્ડ માટે 50 વૉટના સ્પીકર્સ મળે છે. તેમાં ડોલ્બી ડિજિટલ પ્લસ, DTS ટ્રુસરાઉન્ડ સર્ટિફાઈડ ઓડિયો, ડોલ્બી એટોમ્સ જેવાં ફીચર્સ પણ મળે છે. તે એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે. ટીવીમાં 2GBની રેમ અને 8GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે.
  • હાઈ એન્ડ વેરિઅન્ટ 55 ઈંચનું છે. આ ટીવીમાં 60 વૉટનો સાઉન્ડ આઉટપુટ મળે છે. તે ડોલ્બી ડિજિટલ પ્લસ, DTS ટ્રુસરાઉન્ડ સર્ટિફાઈડ ઓડિયો, ડોલ્બી MS12 સાઉન્ડ ટેક્નોલોજી સપોર્ટ કરે છે. તે એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે. ટીવીમાં 2GBની રેમ અને 8GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે.