બોડી ટેમ્પરેચર દર્શાવતો ફોન:1,049 રૂપિયાના આઈટેલના ફોનમાં ટેમ્પરેચર સેન્સર મળશે, હિન્દી-અંગ્રેજી સહિત 6 ભાષાઓને સપોર્ટ કરે છે

5 મહિનો પહેલા
  • સ્માર્ટફોન કોવિડ-19 સામે લડી રહેલા ફ્રંટલાઈન વર્કર્સને કામમાં આવી શકે છે
  • આ ફીચર ફોનમાં 4.5 સેમીની ડિસ્પ્લે છે
  • ફોનમાં 1,000mAhની બેટરી મળશે

ચાઈનીઝ ટેક કંપની આઈટેલે ઈન-બિલ્ટ ટેમ્પરેચર સેન્સર ધરાવતો ફીચર ફોન લોન્ચ કર્યો છે. આ ફોનની મદદથી યુઝર પોતાની બોડીનું ટેમ્પરેચર સરળતાથી જાણી શકશે. ફોનનું નામ it2192T થર્મો એડિશન છે. સ્માર્ટફોન કોવિડ-19 સામે લડી રહેલા ફ્રંટલાઈન વર્કર્સને કામમાં આવી શકે છે. આ ફોનની કિંમત 1,049 રૂપિયા છે. આ ફોનથી યુઝર પોતાનાનું ટેમ્પરેચર ગમે તે સમયે જાણી શકે છે. ફોનમાં ટેક્સ્ટ-ટુ-સ્પીચ ફીચર પણ આપ્યું છે. ફોન 6 રીજનલ લેન્ગવેજને સપોર્ટ કરે છે.

બોડી ટેમ્પરેચર જાણવાની પ્રોસેસ
આ ફીચર ફોનમાં થર્મો સેન્સરને બેક સાઈડ કેમેરામાંના લેન્સની નીચે ફિક્સ કરવામાં આવ્યું છે. જ્યારે પણ યુઝરને તાપમાન જાણવું હોય ત્યારે આ સેન્સર પર આંગળી કે પછી હથેળીથી ટચ કરીને કીબોર્ડમાં આપેલા થર્મો મેન્યુ બટન પ્રેસ કરવું. થોડી સેકન્ડ પછી બોડીનું ટેમ્પરેચર ફોનની સ્ક્રીન પર આવી જશે. આ સેલ્સિયસમાં આવશે. યુઝર તેને ફેરનહીટમાં કન્વર્ટ કરી શકે છે.

આ ઉપરાંત ફોનમાં ટેક્સ્ટ-ટુ-સ્પીચ ફીચર પણ આપ્યું છે. તેની મદદથી યુઝર ઈન કમિંગ કોલ, મેસેજ, મેન્યુ અને પોતાની ફોનબુકને 6 રીજનલ સહિત 8 લેન્ગવેજમાં સાંભળી શકશે. તેમાં અંગ્રેજી, હિન્દી સાથે પંજાબી, બંગાળી, તમિળ, તેલુગુ, કન્નડ અને ગુજરાતી ભાષા સામેલ છે.

આઈટેલ it2192T થર્મો એડિશનના ફીચર્સ
આ ફીચર ફોનમાં 4.5 સેમીની ડિસ્પ્લે છે. ફોનમાં એક રિઅર કેમેરા સેટઅપ છે. તેમાં વાયરલેસ FM રેડિયો રેકોર્ડિંગ ફીચર સામેલ છે. કોલ માટે ઓટો રેકોર્ડર પણ આપ્યું છે. તેમાં LED ટોર્ચ, વન-મ્યુટ, પ્રિ-લોડેડ ગેમ્સ પણ મળશે. ફોનમાં 1,000mAhની બેટરી આપી છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ ફોન 4 દિવસનું બેકઅપ આપે છે. તેમાં સુપર બેકઅપ મોડ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...