તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • Itel IBS 10 BT Speakers Review| Itel IBS 10 BT Speakers Supports Wireless FM Can Listen Songs For 6 Hours In A Single Charge

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફર્સ્ટ ઓપિનિયન:વાયરલેસ FM સપોર્ટ કરે છે આઈટેલનું આ પોર્ટેબલ સ્પીકર, સિંગલ ચાર્જમાં 6 કલાક સોન્ગ્સ સાંભળી શકાય છે

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્માર્ટફોન, લેપટોપ, ટીવીથી તેને કનેક્ટ કરી શકાય છે
 • રબર કોટિંગ સરફેસને લીધે તેની ગ્રિપ સારી રહે છે

આઈટેલે ભારતમાં તેનો પોર્ટફોલિયો વધારતા પોર્ટેબલ બ્લુટૂથ સ્પીકર IBS-10 લોન્ચ કર્યું છે. તે મિની સાઉન્ડબાર જેવો લુક ધરાવે છે. તે ક્લાસી લુક પણ આપે છે.

તે સામાન્ય સ્પીકર નથી તેમાં એડવાન્સ ફીચર્સ છે. તો આવો ફર્સ્ટ ઓપિનિયનથી જાણીએ સ્પીકરમાં કયાં નવાં ફીચર્સ મળશે અને આ ફીચર સાથે માર્કેટમાં તેની ટક્કર કયા સ્પીકર સાથે થશે.

આઈટેલ IBS-10 સ્પીકર: કિંમત શું છે?
ઓફિશિયલ વેબસાઈટ પર સ્પીકરની કિંમત 1299 રૂપિયા છે. ફ્લિપકાર્ટ તે 1499 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.
સ્પીકરમાં કલર ઓપ્શનની પસંદગી નહિ કરી શકાય. કંપનીએ તેનું સિંગલ બ્લેક કલર વેરિઅન્ટ જ લોન્ચ કર્યું છે.

આઈટેલ IBS-10 સ્પીકર: બેસ્ટ પાર્ટ કયા છે?
પ્રથમ: ડાયમેન્શન અને ડિઝાઈન

 • સ્પીકર લાઈટવેટ અને હેન્ડી છે. રબર કોટિંગને કારણે તેની ગ્રિપ સારી રહે છે.
 • વજનમાં હળવું હોવાથી તેને સરળતાથી ક્યાંય પણ કેરી કરી શકાય છે.
 • તેની ડિઝાઈન સિમ્પલ છે, તે મિની સાઉન્ડબાર જેવો લુક આપે છે.
 • સ્પીકરની હાઈટ 5.6cm, પહોળાઈ 7cm અને ઊંચાઈ 4cm છે.
 • ખાસ વાત એ છે કે બોક્સમાં AUX કેબલ અને માઈક્રો USB કેબલ ફ્રીમાં મળે છે.
 • સ્પીકરના નીચે ડબલ ટેપ મળે છે, જેની મદદથી તેને કોઈ પણ સરફેસ પર રાખી શકાય છે.
 • જો તમારી કારમાં કોઈ મ્યૂઝિક સિસ્ટમ નથી તો આ સ્પીકરને અટેચ કરી શકો છો.
 • આ સિવાય તેને લેપટોપ, ટીવીથી પણ કનેક્ટ કરી શકાય છે.

બીજો: ઈઝી કન્ટ્રોલ્સ

 • તેને કન્ટ્રોલ કરવું સરળ છે. સ્પીકર ઉપર લાલ કલરના બટનથી પાવર, પ્લે/પોઝ અને નેક્સ્ટ સોન્ગ ઓપરેટ કરી શકાય છે.
 • પાવર બટનને પ્રેસ કરવા પર બ્લુટૂથ, FM, AUX અને કાર્ડ મોડ સ્વિચ કરી શકાય છે.
 • +/- બટનથી સોન્ગ્સ ચેન્જ કરી શકાશે. FM મોડમાં આ બટનથી ચેનલ ચેન્જ કરી શકાશે.
 • સ્માર્ટફોન કનેક્ટિવિટી માટે બ્લુટૂથ 5.0 મળે છે, જે 10 મીટરની રેન્જ ધરાવે છે.

ત્રીજો: ક્રિસ્ટલ ક્લિયર સાઉન્ડ

 • અમે આ સ્પીકરનું ટેસ્ટિંગ કર્યું છે, તેમાં તે પર્ફેક્ટ સ્ટીરિયો સાઉન્ટ આઉટપુટ આપે છે.
 • સ્પીકરમાં 1500mAhની બેટરી છે, જે ફુલ ચાર્જમાં 6 કલાકનું પ્લેબેક આપે છે.
 • સ્પીકરમાં 5Wના 5 સ્પીકર મળે છે, જે કુલ 10W સાઉન્ટ આઉટપુટ પ્રોડ્યુસ કરે છે.
 • તેમાં વાયરલેસ FMની સુવિધા મળે છે.
 • FM ઓન કરવા માટે તેમાં AUX કેબલ કનેક્ટ કરવો પડે છે.

આઈટેલ IBS-10 સ્પીકર: કોનાથી ટક્કર

 • આ સ્પીકરની સીધી ટક્કર ઉબોનના SP-70 કૂલ બેઝ પોર્ટેબલ સ્પીકરથી છે. ફ્લિપકાર્ટ પર તેની કિંમત 1249 રૂપિયા છે.
 • ઉબોન SP-70 કૂલ બેઝ પોર્ટેબલ સ્પીકરમાં સિંગલ ચાર્જમાં માત્ર 4 કલાકની બેટરી લાઈફ મળે છે. જ્યારે આઈટેલનું સ્પીકર 6 કલાકનું બેકઅપ આપે છે.
 • ઉબોનના સ્પીકરમાં પણ 10 વૉટનો સાઉન્ટ આઉટપુટ મળે છે. તેમાં બિલ્ટ ઈન વાયરલેસ FM, માઈક્રો SD કાર્ડ સપોર્ટ મળે છે. તેની લંબાઈ 7.5cm અને ઊંચાઈ 4 cm છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો