આઈટેલનો દબદબો:રિયલમી અને શાઓમી કરતાં આઈટેલના સ્માર્ટફોન સૌથી વધુ વેચાય છે, તેનો નેટ પ્રમોટર સ્કોર 60% છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુઝર્સ આઈટેલની પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને વેલ્યુ ફોર મનીથી સૌથી વધુ સંતુષ્ટ છે

આઈટેલ બજેટ સ્માર્ટફોનમાં પોતાની પકડ મજબૂત કરી રહી છે. અગાઉ, જ્યાં કંપનીએ 5000 રૂપિયાના સેગમેન્ટમાં નંબર વન ટેગ મેળવ્યો હતો ત્યારે હવે 7 હજાર રૂપિયાના સેગમેન્ટમાં પણ નંબર વન બની ગઈ છે. સાઈબર મીડિયા રિસર્ચ (CMR)ના રિપોર્ટના અનુસાર, મહામારી દરમિયાન આઈટેલ હવે 7000 સ્માર્ટફોનમાં યુઝર્સની વચ્ચે ઘણો લોકપ્રિય થઈ રહ્યો છે.

7000 રૂપિયાથી ઓછી કિંમતના સ્માર્ટફોન સેગમેન્ટમાં યુઝર્સ બેસ્ટ ઈન ક્લાસ સ્પેક્સ અને વેલ્યુ ફોર મની સ્માર્ટફોન શોધી રહ્યા છે. આઈટેલે ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ઝડપી પ્રગતિ કરી છે. યુઝર્સ આઈટેલની પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને વેલ્યુ ફોર મનીથી સૌથી વધુ સંતુષ્ટ છે. આઈટેલમાં સૌથી વધારે 60% નેટ પ્રમોટર સ્કોર (NPS) રહ્યો. આઈટેલ બાદ રિયલમી (58%) અને શાઓમી (54%) છે.

આઈટેલે બે સ્માર્ટફોન રીલોન્ચ કર્યા
આઈટેલે આ વર્ષે આઈટેલ A23 પ્રો અને રિલોડેડ આઈટેલ A48 સ્માર્ટફોનને ફરીથી લોન્ચ કર્યા છે. અત્યારે ઘણા પાર્ટનર્ડ ડિવાઈસ લોન્ચ કરવામાં આવી રહ્યા છે જે તમામ સેગમેન્ટમાં એક પોર્ટફોલિયો રજૂ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.

નાના શહેરોમાં બજેટ સ્માર્ટફોનની ડિમાન્ડ વધારે
સ્માર્ટફોને શહેરી અને એસ્પિરેશનલ (ટિયર- III શહેરો અને તેનાથી આગળ)માં યુઝર્સને ઈનેબલ કર્યા છે. આઈટેલ 7,000 રૂપિયાથી ઓછી કિંમતના સ્માર્ટફોન સેગમેન્ટમાં વેલ્યુ પર ધ્યાન આપતા ખરીદારો પર, સ્માર્ટફોન બ્રાન્ડ પર સતત ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તે યુઝર્સને ભારતની વધતી ડિજિટલ અર્થવ્યવસ્થા સાથે જોડવામાં સક્ષમ બનાવે છે.

રિયલમી અને શાઓમી કરતા પણ આગળ આઈટેલ
આઈટેલનો નેટ પ્રમોટર સ્કોર (60%) છે. ત્યારબાદ રિયલમી (58%) અને શાઓમી (54%) આવે છે. શહેરના હિસાબથી જોવા જઈએ તો આઈટેલનો સ્કોર બેંગલુરુ (78%), ચંડીગઢ (75%) અને જયપુર (68%)માં સૌથી વધારે છે. જ્યારે રિયલમીનો સ્કોર દિલ્હી (76%) અને ચેન્નઈ (72%)માં સૌથી વધારે છે.

યુઝર બેઝ વધવાથી કંપની મજબૂત થઈ રહી છે
ટ્રાન્જિશન ઈન્ડિયાના CEO અરિજીત તાલપાત્રાના જણાવ્યા પ્રમાણે, અમને એ જાણીને ખુશી થઈ કે આઈટેલ અમારા યુઝર બેઝમાં 7,000 રૂપિયાના સેગમેન્ટમાં સૌથી હાઈએસ્ટ બ્રાન્ડ કંસીડરેશન બનાવવામાં સક્ષમ રહી છે. નવી વિશ્વ વ્યવસ્થામાં જ્યાં સ્માર્ટફોન એક મહત્ત્વનો બની ગયો છે, ત્યારે જનતા માટે ટેકનોલોજીનું લોકશાહીકરણ કરવાનો અમારો એકમાત્ર ઉદ્દેશ છે. યુઝર્સ સતત આઈટેલ પ્રત્યે વિશ્વસા દાખવી રહ્યા છે.