આઈટેલનો સૌથી સસ્તો 4G સ્માર્ટફોન:itel A23 Proની ખરીદી પર જિયો ₹3000નું વાઉચર આપશે, ફોનની કિંમત ₹3899

8 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ ગો એડિશન ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે
 • સિક્યોરિટી માટે ફોન ફેસ અનલોક ફીચર સપોર્ટ કરે છે

આઈટેલ અને જિયોની પાર્ટનરશિપથી ભારતમાં સૌથી સસ્તો 4G સ્માર્ટફોન લોન્ચ થયો છે. આઈટેલે ભારતમાં itel A23 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. તેની કિંમત 4999 રૂપિયા છે. સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે ગ્રાહકો તેની ખરીદી 3899 રૂપિયામાં કરી શકશે. જો જિયો યુઝર્સ 249 રૂપિયાનું રિચાર્જ કરાવશે તો તેમને 3899 રૂપિયાનું વાઉચર પણ મળશે.

itel A23 Pro સ્માર્ટફોનમાં પ્રાઈમરી સિમ જિયોનું અને બીજા સ્લોટમાં કોઈ પણ કંપનીનું સિમ ઉપયોગ કરી શકાશે. તેનું વેચાણ 1 જૂનથી શરૂ થશે.

itel A23 Proનાં સ્પેસિફિકેશન

 • ફોનમાં 5 ઈંચની ડિસ્પ્લે મળશે. તે FWVGA બ્રાઈટ સપોર્ટ સાથે આવશે. તેનું રિઝોલ્યુશન 854x480 પિક્સલ છે. તે પિક્ચર ક્રોપ નહિ કરે.
 • આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ ગો એડિશન ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે.
 • ફોનમાં 1.4GH ક્વૉડ કોર પ્રોસેસરનો ઉપયોગ થયો છે.
 • ફોનમાં 1GBની રેમ અને 8GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળશે. સ્ટોરેજ એક્સપાન્ડ કરવા માટે તેમાં SD કાર્ડ સ્લોટ પણ મળે છે. તેનાથી 32GB સુધી મેમરી એક્સપાન્ડ કરી શકાય છે.
 • ફ્રન્ટમાં 2MPનું VGA સિંગલ કેમેરા સેન્સર અને LED ફ્લેશ લાઈટ મળે છે. વીડિયો કોલિંગ અને સેલ્ફી માટે તેમાં 0.3MPનો ફ્રન્ટ કેમેરા પણ છે. સિક્યોરિટી માટે ફોનમાં ફેસ અનલોક ફીચર પણ છે.
 • ફોન 2400 mAhની બેટરીથી સજ્જ છે. તે પાવર સેવિંગ મોડ સાથે આવે છે.
 • કનેક્ટિવિટી માટે તેમાં ડ્યુઅલ સિમ 4G, બ્લુટૂથ, વાઈફાઈ અને માઈક્રો USB પોર્ટ મળે છે.
 • તેમાં ગ્રેડિઅન્ટ ટોન ફિનિશંગ મળે છે. ફોનનાં સફાયર બ્લૂ અને લેક બ્લૂ કલર વેરિઅન્ટ અવેલેબલ છે.
અન્ય સમાચારો પણ છે...