- Gujarati News
- Utility
- Gadgets
- Itel A48 With Waterdrop Style Notch Display, Dual Rear Cameras Launched In India: Know More Price, Specifications
આઈટેલ A48 લો બજેટ ફોન લોન્ચ:ફોનમાં 2GB રેમ મળશે, 5 મેગાપિક્સલનો ડ્યુઅલ ઓટોફોકસ કેમેરા મળશે, કિંમત 6,399 રૂપિયા
- આ ફોન ફેસ અનલોક અને મલ્ટી ફિંગરપ્રિન્ટ સેન્સરથી સજ્જ છે
- ફોનમાં 3000mAhની બેટરી મળે છે
આઈટેલે ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન આઈટેલ A48 લોન્ચ કર્યો છે. કંપનીના આ ફોનમાં 2GB રેમ મળશે. વોટરડ્રોપ ડિસ્પ્લે ડિઝાઈનની સાથે આવતો આ દેશનો વ્યાજબી સ્માર્ટફોન છે. કંપનીએ A48ની કિંમત 6,399 રૂપિયા રાખી છે અને તેનો સેલ શરુ થઈ ગયો છે.
ફોન ખરીદીને જિયો એક્સક્લૂઝિવ ઓફર માટે એનરોલ કરાવવા પર 512 રૂપિયાની ઈન્સ્ટન્ટ પ્રાઈઝ સપોર્ટ મળશે. એટલું જ નહીં, આ ફોનની સાથે કંપની જિયો યુઝર્સને 4 હજાર રૂપિયાનું એડિશનલ બેનિફિટ પણ ઓફર કરી રહી છે.
આઈટેલ A48ના ફીચર અને સ્પેસિફિકેશન
- ફોનમાં 720x1560 પિક્સલ રેઝોલ્યુશનની સાથે 6.1 ઇંચની HD+ IPS વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે આપી છે. આ ફોનમાં 19.5:9 રેશિયો છે.
- ફોનમાં 1.4Ghzનું ક્વોડ કોર પ્રોસેસર આપ્યું છે.
- ફોટોગ્રાફી માટે ફોનમાં LED ફ્લેશની સાથે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપ્યું છે. તેમાં 5 MPનો ડ્યુઅલ ઓટોફોકસ કેમેરા આપ્યો છે. સેલ્ફી માટે ફોનમાં AI બ્યુટી મોડની સાથે 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળે છે.
- ફોનમાં 2GB રેમ અને 32GBના ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે. તે 128GB સુધીના માઈક્રો SD કાર્ડ સપોર્ટ કરે છે.
- આ ફોનમાં 3000mAhની બેટરી મળે છે. આ ફોન એન્ડ્રોઈડ 10 ગો એડિશન પર કામ કરે છે.
- ફેસ અનલોક અને મલ્ટી ફિંગરપ્રિન્ટ સેન્સરથી સજ્જ છે.
- ફોનમાં ગ્રેડિઅન્ટ ગ્રીન, ગ્રેડિઅન્ટ પર્પલ અને ગ્રેડિઅન્ટ બ્લેક કલર ઓપ્શનમાં મળે છે.