તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ લોન્ચ:ડ્યુઅલ રિયર કેમેરા સાથે લોન્ચ થયો ‘આઈટેલ A47’ બજેટ સ્માર્ટફોન, જાણો ફીચર્સ અને સ્પેસિફિકેશન

એક મહિનો પહેલા
  • સ્માર્ટફોનની ખરીદી એમેઝોન પરથી 5 ફેબ્રુઆરીથી બપોરે 12 વાગ્યાથી કરી શકાશે
  • ફોન એન્ડ્રોઈડ 9 પાઈ ગો એડિશન પર રન કરે છે

આઈટેલે તેનો બજેટ સ્માર્ટફોન ‘આઈટેલ A47’ લોન્ચ કર્યો છે. ડ્યુઅલ સિક્યોરિટી ફીચરથી સજ્જ આ ફોનમાં 5.5 ઈંચની HD+ ફુલ સ્ક્રીન ડિસ્પ્લે મળે છે. કંપનીએ ફોનનાં કોસ્મિક પર્પલ અને આઈસ લેક બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ કર્યાં છે. ફોનની કિંમત 6000 રૂપિયા કરતાં પણ ઓછી છે.

આઈટેલ A47ની ઉપલબ્ધતા અને કિંમત
આ બજેટ સ્માર્ટફોનની ખરીદી એમેઝોન પરથી 5 ફેબ્રુઆરીથી બપોરે 12 વાગ્યાથી કરી શકાશે. ફોનની ખરીદી EMIથી પણ કરી શકાશે. તેનાં 2GB+32GB સિંગલ વેરિઅન્ટની કિંમત 5,499 રૂપિયા છે.

આઈટેલ A47નાં ફીચર્સ અને સ્પેસિફિકેશન

  • આ બજેટ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 9 પાઈ (ગો એડિશન) પર રન કરે છે.
  • તેમાં 2.5D ગ્લાસ ધરાવતી 5.5 ઈંચની HD+ ફુલ સ્ક્રીન ડિસ્પ્લે છે. સ્ક્રીનનો આસ્પેક્ટ રેશિયો 18:9 છે.
  • ફોન 1.4GHz ક્વૉડ કોર પ્રોસેસરથી સજ્જ છે.
  • આઈટેલના આ ફોનમાં 5MP+ AI લેન્સનું ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળે છે. તે પોટ્રેટ મોડ, બ્યુટી મોડ અને સ્માર્ટ રેકગ્નિશન જેવાં ફીચર સપોર્ટ કરે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 5MPનો ફ્રન્ટ કેમેરા છે.
  • સિક્યોરિટી માટે તેમાં ડ્યુઅલ ફીચર મળે છે. તે ફેસ અનલોક અને મલ્ટિ ફંક્શનલ ફિંગર પ્રિન્ટ સેન્સર સપોર્ટ કરે છે.
  • ફોન 3020mAhની બેટરી ધરાવે છે. કનેક્ટિવિટી માટે તે 4G VoLTE, વાઈફાઈ, બ્લુટૂથ 4.2, માઈક્રો USB પોર્ટ અને 3.5mmનો ઓડિયો જેક સહિતના ઓપ્શન સપોર્ટ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો