તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આઈટેલનું નવું 4K એન્ડ્રોઈડ ટીવી:8 જુલાઈએ મીડિયાટેક પ્રોસેસર સાથે આ ટીવી લોન્ચ થઈ શકે છે, સારી સાઉન્ડ ક્વોલિટી માટે 24 વોટનાં સ્પીકર મળશે

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટીવીની કિંમત ભારતીય કસ્ટમરને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવશે - Divya Bhaskar
ટીવીની કિંમત ભારતીય કસ્ટમરને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવશે
  • આ સ્માર્ટ ટીવી ‘મેડ ઈન ઇન્ડિયા’ હશે
  • માર્કેટમાં આઈટેલનાં ટીવીની ટક્કર ડાયરેક્ટ શાઓમી, રિયલમી અને વનપ્લસના સ્માર્ટ ટીવી સાથે થશે

આઈટેલે ભારતીય માર્કેટમાં પોતાના નવા 4K એન્ડ્રોઈડ સ્માર્ટફોન ટીવીને લોન્ચ કરવાની તૈયારી કરી દીધી છે. રિપોર્ટ પ્રમાણે, કંપનીએ આ ટીવી 8 જુલાઈએ લોન્ચ કરી શકે છે. ટીવીનો નવો ફોટો પણ દેખાયો છે. આ ટીવી 43 ઇંચથી 55 ઇંચના ડિસ્પ્લેમાં લોન્ચ થઈ શકે છે. ટીવી મેડ ઈન ઇન્ડિયા હશે. ટીવી અલ્ટ્રા-બ્રાઈટ ડિસ્પ્લે, ફ્રેમલેસ ID ડિઝાઈન, 4K રેઝોલ્યુશન, 24W સ્પીકરની સાથે મીડિયાટેક પ્રોસેસર પણ મળશે. માર્કેટમાં આ ટીવીની ટક્કર ડાયરેક્ટ શાઓમી, રિયલમી અને વનપ્લસના સ્માર્ટ ટીવી સાથે થશે.
કંપનીનું લક્ષ્ય
આ નવા ટીવીની રેંજમાં મીડિયાટેક પ્રોસેસર મળશે. લીક થયેલી ઈમેજથી ખબર પડે છે કે, ટીવી 55 ઇંચ સાથે ફ્રેમલેસ પ્રીમિયમ ID ડિઝાઈન સાથે આવશે. પેકેજીંગ પ્રમાણે, આ એક મેડ ઈન ઇન્ડિયા ટીવી છે તે પેનલ પર 2 વર્ષની વોરંટી આપી શકે છે. એન્ડ્રોઈડ ટીવીની નવી રેંજ હાઈટેક વન-સ્ટોપ એન્ટરટેઈનમેન્ટ સાથે આવે તેવી આશા છે. કંપની આની પર ટિયર 2 અને તેની નીચેના માર્કેટને ટાર્ગેટ કરી શકે છે.

આઈટેલના 4K ટીવીમાં ખાસ શું હશે?
ટીવી સાથે જોડાયેલા અમુક લીક રિપોર્ટ પ્રમાણે, તેમાં મીડિયાટેક પ્રોસેસરની સાથે સારી સાઉન્ડ ક્વોલિટી માટે 24 વોટના ડોલ્બી ઓડિયો સ્પીકર્સ મળી શકે છે. આ ટીવીના લેટેસ્ટ એન્ડ્રોઈડ OS પર રન કરશે. ટીવીની કિંમત ભારતીય કસ્ટમરને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવશે.

કંપનીએ ગયા વર્ષે ટીવી સેગ્મેન્ટમાં પગ મૂક્યો હતો. એ પછી પોતાના પોર્ટફોલિયોને આગળ વધારવા સારા અને મોટા વેરિઅન્ટ લોન્ચ કર્યા હતા. આઈટેલની આઈ-સિરીઝ રેંજને પ્રીમિયમ ક્વોલિટીને લીધે સફળતા મળી છે. કંપનીએ G-સિરીઝ એન્ડ્રોઈડ ટીવી પણ લોન્ચ કર્યા છે. હવે કંપની પોતાનો પોર્ટફોલિયો આગળ વધારવા માટે છે.

અન્ય સમાચારો પણ છે...