તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઈટાલીની કોમ્પિટિશન ઓથોરિટીએ ફેસબુક પર 7 મિલિયન યુરો (આશરે 61 કરોડ રૂપિયા)નો દંડ ફટકાર્યો છે. રેગ્યુલેટરીએ જણાવ્યું કે આ દંડ યુઝર્સના ડેટાનો દુરુપયોગ કરવા માટે લગાવાયો છે. જોકે આ મામલે ફેસબુકે કોઈ પ્રતિક્રિયા નથી આપી.
પહેલાં પણ 43 કરોડની પેનલ્ટી લાગી હતી
નવેમ્બર 2018માં ઈટાલીની એન્ટિટ્રસ્ટ બોડીએ નિર્ણય લીધો હતો કે ફેસબુકે પોતાના યુઝર્સનો ડેટા કલેક્ટ કરવા અને તેના ઉપયોગ માટે યોગ્ય માહિતી આપી નહોતી. ત્યારબાદ રેગ્યુલેટરીએ ફેસબુક પર 5 મિલિયન યુરો (આશરે 43 કરોડ રૂપિયા)નો દંડ ફટકાર્યો હતો. સાથે જ કંપનીને દરેક રજિસ્ટર યુઝર્સના પર્સનલ પેજ પર એક સંશોધિત વિવરણ આપવા માટે પણ કહ્યું હતું.
રેગ્યુલેટરીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, હાલની તપાસે સાબિત કર્યું કે ફેસબુકે સંશોધિત નિવેદન આપ્યું નથી અને પહેલાનું વલણ પણ બદલ્યું નથી. ફેસબુકે ડેટાના આર્થિક મુલ્યનો જોતાં યુઝર્સના ડેટાનો ઉપયોગ કેવી રીતે થાય તે નિર્ણય યુઝર્સના હાથમાં જ સોંપવો જોઈએ.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.