નોકિયાએ લોન્ચ કર્યો 2660 ફ્લિપ ફોન:તેમાં મળશે ડ્યુઅલ સ્ક્રીન અને 4G કનેક્ટિવિટી, કિંમત અને સ્પેસિફિકેશન્સ જાણો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

નોકિયાએ ભારતમાં પોતાનો આકર્ષક ફિચર ફોન 2660 ફ્લિપ લોન્ચ કર્યો છે. આ ફોનમાં તમને ડ્યુઅલ સ્ક્રીન આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 2.8 ઇંચની પ્રાઇમરી ડિસ્પ્લે અને 1.77 ઇંચની આઉટર ડિસ્પ્લે મળશે. તેની કિંમત 4,699 રૂપિયા રાખવામાં આવી છે.

તેમાં 4G કનેક્ટિવિટી મળશે
નોકિયા 2660 ફ્લિપ ડ્યુઅલ સિમ (નેનો) સાથે આવે છે, જે 4G કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે. ફ્લિપ ફોન સીરીઝ 30+ OS પર ચાલે છે. તેમાં યુનિસોક T-107 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 48MB રેમ અને 128MB ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે આવે છે. આ સ્ટોરેજને માઇક્રો એસડી કાર્ડ દ્વારા 32GB સુધી વધારી શકાય છે. તેમાં LED ફ્લેશ સાથે 0.3 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે.

આ ફોન 48MB રેમ અને 128MB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. માઇક્રોએસડી કાર્ડની મદદથી તેના સ્ટોરેજને 32GB સુધી વધારી શકાય છે.
આ ફોન 48MB રેમ અને 128MB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. માઇક્રોએસડી કાર્ડની મદદથી તેના સ્ટોરેજને 32GB સુધી વધારી શકાય છે.

આ ફોન સિંગલ ચાર્જ પર 24 દિવસથી વધુ સમય સુધી ચાલશે
તેમાં બ્લૂટૂથ વર્ઝન 4.2 તેમજ માઇક્રો-યુએસબી 2.0 પોર્ટ અને 3.5mm ઓડિયો જેક માટે સપોર્ટ આપવામાં આવ્યો છે. તેમાં 2.75W ચાર્જિંગ સપોર્ટ સાથે રિમૂવેબલ બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે, આ ફોન એક જ 4G સિમ પર 24.9 દિવસનો સ્ટેન્ડબાય ટાઇમ અને વધુમાં વધુ 6.5 કલાકનો ટોકટાઇમ આપી શકે છે. આ ફોનનું વજન લગભગ 123 ગ્રામ છે.

3 કલર ઓપ્શન હશે
આ ફોન નોકિયાની વેબસાઇટ પર બ્લેક, બ્લૂ અને રેડ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. તે તેને નોકિયા ઓનલાઇન સ્ટોર અને મુખ્ય ઇ-કોમર્સ વેબસાઇટ તેમજ દેશભરના રિટેલ સ્ટોર્સથી ખરીદી શકશે.