- Gujarati News
- Utility
- Gadgets
- It Will Have A 5.5 inch HD Display, Running On Google's Android 11 Go Edition; Find Out How Much It Will Cost
જિયોફોન નેક્સ્ટના ફીચર્સ લીક:નવા જિયોફોનમાં 5.5 ઈંચની HD ડિસ્પ્લે મળશે, ગૂગલના એન્ડ્રોઈડ 11 ગો એડિશન પર ચાલશે; જાણો તેની કિંમત કેટલી હશે
- જિયોફોન નેક્સ્ટની કિંમત 3,499 રૂપિયા હશે
- આ ફોનનું વેચાણ 10 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે
રિલાયન્સના જિયોફોન નેક્સ્ટને લઈને નવી ડિટેઈલ સામે આવી છે. નવા રિપોર્ટ્સના અનુસાર, ફોનમાં 5.5 ઈંચની HD ડિસ્પ્લે મળશે. તેમજ આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 11 ગો એડિશન પર કામ કરશે. તેમાં બે સ્ટોરેજ ઓપ્શન મળી શકે છે. તે 4G VoLTE કનેક્ટિવિટીને સપોર્ટ કરશે. 10 સપ્ટેમ્બરના રોજ આ ફોનની કિંમત સામે આવશે. તેમજ તેનું વેચાણ પણ ત્યારે શરૂ કરવામાં આવશે.
જિયોફોન નેક્સ્ટની કિંમત (અંદાજિત)
ટિપ્સ્ટર યોગેશના અનુસાર, જિયોફોન નેક્સ્ટની કિંમત 3,499 રૂપિયા હશે. આ ફોનનું વેચાણ 10 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. જૂની લીકમાં, એવું કહેવામાં આવ્યું હતું કે, આ ફોનની કિંમત 50 ડોલર કરતાં ઓછી હશે. ભારતમાં તેની કિંમત 4000 રૂપિયાથી ઓછી હશે.
જિયોફોન નેક્સ્ટ સ્પેસિફિકેશન (અંદાજિત)
ફોન ગૂગલના એન્ડ્રોઈડ 10 (ગો એડિશન) ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરશે. ફોનમાં 5.5 ઈંચ HD ડિસ્પ્લે મળશે. તેમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન QM215 પ્રોસેસરની સાથે 2GB અથવા 3GB રેમનો વિકલ્પ મળશે. ફોનમાં 16GB અથવા 32GB eMMC 4.5 ઈન્ટરનલ સ્ટોરેજ મળી શકે છે. તેમાં 13MP (મેગાપિક્સલ) પ્રાઈમરી અને 8MP સેલ્ફી કેમેરા મળી શકે છે. તે 4G VoLTEની સાથે ડ્યુઅલ સિમ સપોર્ટ મળશે. તેની બેટરી 2,500mAhની હોઈ શકે છે.
91 મોબાઈલના અનુસાર ફિચર્સ
- ફોનની ડિસ્પ્લેઃ ફોનમાં 5.5 ઈંચની HD LED ડિસ્પ્લે મળશે. તેનું રિઝોલ્યુશન 720 x 1600 પિક્સ્લ છે. તે સંપૂર્ણ રીતે ટચસ્ક્રીન ડિસ્પ્લે છે, જે મલ્ટિ ટચ અને મલ્ટિ કલર્સને સપોર્ટ કરે છે. ફોનનો આસપેક્ટ રેશિયો 18:9 છે. તેના પિક્સલ પર ઈંચ ડેન્સિટી 319 ppi છે. ફોટોને જોઈને એ જાણી શકાય છે કે તેમાં થ્રી સાઈડ સ્મોલ બેઝલ મળશે.
- પ્રોસેસર, રેમ અને સ્ટોરેજઃ ફોનમાં 1.4GHz ક્વૉડ-કોર પ્રોસેસર મળશે. જેને 2GB રેમની સાથે જોડવામાં આવશે. ફોનમાં રેમનો બીજો ઓપ્શન નહીં મળે. તેમજ ફોનની ઓનબોર્ડ સ્ટોરેજ 16GB છે. ફોનમાં 128GB માઈક્રો SD કાર્ડ પણ ઈન્સ્ટોલ કરી શકાશે. આ રીતે ફોનનું કુલ સ્ટોરેજ 144GB થઈ જશે.
- ફોનનો કેમેરાઃ ફોનના ફોટોથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે તેમાં રિઅર અને ફ્રંટ બંને કેમેરા મળશે. બંને સિંગલ કેમેરા હશે. 91 મોબાઈલ દ્વારા શેર કરવામાં આવેલા સ્પેસિફિકેશન અનુસાર, તેમાં 5MP રિઅર કેમેરા મળશે. તેનાથી 2592 x 1944 પિક્સલ રિઝોલ્યુશનનો ફોટો કેપ્ચર કરી શકાશે. સારી ફોટોગ્રાફી માટે તેમાં LED ફ્લેશ પણ મળશે. ફોન ડિજિટલ ઝૂમને સપોર્ટ કરશે. તેમજ સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 2MPનો કેમેરા મળશે.
- બેટરી અને OS: ફોનમાં 3000mAhની રિમૂવેબલ લિથિયમ આયન બેટરી મળશે. તેમજ ચાર્જિંગ માટે નોર્મલ USB પોર્ટ મળશે. બેટરીનું બેકઅપ શું હશે, તેના વિશે કોઈ જાણકારી શેર નથી કરવામાં આવી. જો કે, આટલા પાવરની બેટરીથી ફોનને 12થી 15 કલાક સુધી સરળતાથી ચલાવી શકાય છે. આ સ્માર્ટફોન ગૂગલના એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરશે.
- નેટવર્ક અને કનેક્ટિવિટીઃ ફોનમાં ડ્યુઅલ નેનો સિમ સ્લોટ મળશે. તે 4G,4G VoLTE, 3G,2G નેટવર્કને સપોર્ટ કરશે. તેમાં Wi-Fi 802.11, મોબાઈલ હોટસ્પોટ, બ્લૂટૂથ, GPS અને USB કનેક્ટિવિટી મળશે. ફોનમાં 3.5mm ઓડિયો જેકની સાથે લાઉડસ્પીકર પણ મળશે. જો કે ફોનમાં ફિંગરપ્રિન્ટ સેંસર નહીં મળે. એટલે કે ફોનના બેકમાં જે જિયોનો લોગો આપવામાં આવ્યો છે ત્યાં કોઈ સ્કેનર નહીં હોય.