દક્ષિણ કોરિયાઈ કંપની સેમસંગે ભારતમાં સેમસંગ ગેલેક્સી F14 5G સ્માર્ટફોન લોન્ચ કરી દીધા. કંપનીએ F-સીરીઝનાં સ્માર્ટફોનમાં 13 બેન્ડ 5G સપોર્ટની સાથે 5nmનું સેગ્મેન્ટ ફર્સ્ટ પ્રોસેસર અને 6000mAhની મોટી બેટરી આપવામાં આવી છે. આ હેન્ડસેટને કંપનીએ જૂના ગેલેક્સી A13નાં અપગ્રેડેડ વર્ઝન રુપે બે વેરિયન્ટમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનનાં 4GB RAM + 128GB સ્ટોરેજની કિંમત ₹12,990 અને 6GB RAM + 128GB સ્ટોરેજની કિંમત ₹14,990 રાખવામાં આવી છે. આ સ્ટાર્ટિંગ પ્રાઈસ છે. આ સ્માર્ટફોનનું વેચાણ 30 માર્ચ બપોરનાં 12 વાગ્યાથી શરુ થશે. તેને તમે ફ્લિપકાર્ટ, સેમસંગની ઓફિશિયલ સાઈટ અને રિટેલ સ્ટોર પરથી પણ ખરીદી શકો છો.
સેમસંગ ગેલેક્સી F14 5G : સ્પેસિફિકેશન્સ
પર્ફોર્મન્સ : સેમસંગ ગેલેક્સી F14 5Gમાં સેગ્મેન્ટમાં પહેલું 5nmનું ઈન-હાઉસ Exynos 1330 SoC પ્રોસેસર આપવામાં આવ્યુ છે, જેને 4GB/6GB RAM અને 128GB સ્ટોરેજ સાથે જોડવામાં આવ્યુ છે. સ્ટોરેજને માઈક્રો SDના માધ્યમથી 1TB સુધી વધારી શકાય છે. બીજી તરફ મલ્ટીટાસ્કિંગ અને ગેમિંગ માટે 6GB સુધી એક્સપેન્ડેબલ RAMનો સપોર્ટ મળી રહેશે.
સોફ્ટવેર : આ હેન્ડસેટમાં એન્ડ્રોઈડ 13 આધારિત ONE UI કોર 5.1 ઓપરેટિંગ સિસ્ટમ વર્ક કરે છે. કંપની આ OS ને બે વાર અપગ્રેડ કરવાની અને 4 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટનાં ઓપ્શન આપી રહી છે. આ સોફ્ટવેર ક્લીયર વોઈસ કોલ માટે AI વોઈસ બૂસ્ટ, કસ્ટમાઈઝ્ડ કોલ બેકગ્રાઉન્ડ, સ્ટેક્સ વિજેટ્સ, સ્પલિટ વ્યૂની સાથે મલ્ટીટાસ્કિંગ, ફોનની વચ્ચે ક્વિક શેર, પ્રાઈવસી અને સિક્યોરીટી ડેશબોર્ડ જેવા ફીચર્સને સપોર્ટ કરે છે.
ડિસ્પ્લે : આ ફોનમાં 90Hz રિફ્રેશ રેટની સાથે 6.6 ઈંચની FHD+ IPS LCD ડિસ્પ્લે આપવામાં આવી છે. બીજી તરફ સેલ્ફી શૂટર માટે વોટરડ્રોપ નોચ અને ફ્રન્ટ પર 5 લેયર કોર્નિંગ ગોરીલ્લા ગ્લાસ મળે છે.
બેટરી અને ચાર્જર : આ ફોનમાં 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 6000mAhની મોટી બેટરી મળશે.
કેમેરા : આ સ્માર્ટફોનમાં રિયર પેનલ પર ટ્રિપલ કેમેરા સેટઅપ મળે છે. તેમાં f/1.8 અપાર્ચર અને LED ફ્લેશની સાથે 50MPનો પ્રાઈમરી કેમેરા, 2MPનો ડેપ્થ સેન્સર કેમેરા અને 2MPનો મેક્રો સેન્સર કેમેરા સામેલ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફ્રન્ટમાં 13MPનો કેમેરા આપવામાં આવ્યો છે.
કનેક્ટિવિટી : કનેક્ટિવિટીનાં વિકલ્પ રુપે આ સ્માર્ટફોનમાં 5G, 4G LTE, વાઈફાઈ, બ્લૂટુથ અને USB ટાઈપ-C પોર્ટ સામેલ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.