તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • It Has The Sound Of Rain, Radio And The Sound Of Worms; The Company Claims It Will Put Both Children And Adults To Sleep

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પીકરથી ઊંઘ આવશે:તેમાં વરસાદ, રેડિયો અને જીવજંતુના અવાજવાળા સાઉન્ડ આપ્યા છે; કંપનીનો દાવો- તેનાથી બાળકો અને મોટા બંને લોકોને ઊંઘ આવી જશે

12 દિવસ પહેલા

જો ઊંઘ પૂરી નથી થતી તો તેની અસર આખા શરીર પર થાય છે. એટલે કે થાક લાગે છે અને મગજ પણ સારી રીતે કામ નથી કરી શકતું. આવી સ્થિતિમાં હેચ બેબી નામની પ્રોડક્ટ તમને સારી ઊંઘ આપી શકે છે. આ પ્રોડક્ટને લઈને કંપનીનો દાવો છે કે, બાળકોની સાથે મોટા લોકો પણ આ પ્રોડક્ટની મદદથી સારી ઊંઘ લઈ શકે છે. આ પ્રોડક્ટ એલેક્સા પાવર્ડ સ્પીકર છે. કંપનીએ તેને જાન્યુઆરી 2021માં લોન્ચ કર્યા હતા.

હેચના CEO એન ક્રેડી વીસના જણાવ્યા પ્રમાણે, આ પ્રોડક્ટ બાળકોને ઊંઘ લાવવામાં મદદ કરે છે. સાથે મોટા લોકોને પણ તેની મદદથી ઊંઘ આવી શકે છે. એમેઝોન પર આ પ્રોડક્ટને લઈને 5000થી વધારે ગ્રાહકોએ સમીક્ષા કરી અને 4.5 સ્ટાર રેટિંગ આપ્યું છે.

હેચ બેબી પ્રોડક્ટની ખાસ બાબતો

 • તેની ડિઝાઈન એમેઝોન એલેક્સા સ્પીકર જેવી છે. આ સ્પીકર પાવરફૂલ છે. તેનાથી તમે મ્યુઝિકની મજા પણ માણી શકો છો.
 • તેને બનાવવામાં ABS પ્લાસ્ટિક મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં LED લાઈટ્સની સાથે ફેબ્રિક પણ મળે છે.
 • બ્લૂટૂથની મદદથી તેને સ્માર્ટફોન, ટેબલેટ અથવા અન્ય કોઈપણ ડિવાઈસ સાથે કનેક્ટ કરી શકાય છે.
 • તેના ઉપર ભાગ પર ટેબ કરવાથી લાઈટ ઓન થઈ જાય છે. જે સ્પીકરનેીચારેય તરફ ચાલુ થાય છે.
 • સ્પીકરની નીચેની તરફ તેને કંટ્રોલ કરવા માટે બટન આપ્યું છે. જેમાં સાઉન્ડ અને લાઈટ બટન સામેલ છે.
 • તેને Hatch Sleep એપની મદદથી કંટ્રોલ કરવામાં આવે છે. આ એપ એન્ડ્રોઈડ અને iOS બંને યુઝર્સ માટે ઉપલબ્ધ છે.
 • એપની મદદથી સ્પીકરને વિવિધ કલર્સવાળી નાઈટ લેમ્પની જેમ ઉપયોગ કરી શકાય છે.
 • તમે રેન્ડમ કલર પણ તૈયાર કરી શકો છો અથવા ઓટો મોડ સિલેક્ટ કરવા પર વિવિધ કલર બદલાશે.

ઊંઘ લાવવામાં આ રીતે મદદ કરશે
તેની એપ પર 11 પ્રકારના સાઉન્ડ આપવામાં આવ્યા છે. તેમાં વરસાદ, રેડિયોનો અવાજ, કીડોનો અવાજ, બર્ડ્સ સાઉન્ડ જેવા ઘણા સાઉન્ડ સામેલ છે. ઘણા લોકોને આવા સાઉન્ડ સાંભળીને જલ્દી ઊંઘ આવે છે. આ સાઉન્ડ ફિક્સ ટાઈમ બાદ બંધ થઈ જાય છે. તેમાં અલાર્મનો ઓપ્શન પણ મળે છે. એટલે સારી ઊંઘ બાદ આ ડિવાઈસ તમને ઉઠાડવાનું કામ પણ કરશે. તેની પ્રારંભિક કિંમત લગભગ 10,000 રૂપિયા છે. તેમજ તેને ત્રણ અલગ ડિવાઈઝમાં ખરીદી શકાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો