ટેકનોવર્લ્ડ:શું તમારું iCloud Drive સ્ટોરેજ ફુલ થઈ ગયું છે? તો સ્ટોરેજ માટે આ અલ્ટરનેટિવ વિકલ્પોનો યુઝ કરો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જો તમે એપલ ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યા છો તો તમે કદાચ iCloudથી પરિચિત છો, તે એપલની વર્તમાન ક્લાઉડ સ્ટોરેજ સેવા છે જે iOS અને Mac યુઝર્સને ડેટા સ્ટોરેજ પૂરું પાડે છે. એપલ તમામ યુઝર્સને 5GB iCloud સ્ટોરેજ મફત આપે છે પછી વધુ સ્ટોરેજ સ્પેસ તથા વધારાના ફીચર્સને અનલોક કરવા માટે યુઝરે પેમેન્ટ કરવું પડે છે. હવે 5GB સુધી તો કોઈ સમસ્યા થતી નથી પણ જ્યારે 5GBની સ્ટોરેજ લિમિટ પૂરી થઈ જાય ત્યારે સમસ્યા ઉભી થાય છે. વધુ સ્ટોરેજ સ્પેસ માટે તમારે પૈસા ચૂકવવા પડે છે. જો તમારું iCloud Drive સ્ટોરેજ ફુલ થઈ ગયું છે અને તમે વધુ સ્ટોરેજ માટે પૈસા ચૂકવવા ના માગતા હોવ તો સ્ટોરેજ માટે આ અલ્ટરનેટિવ વિકલ્પોનો યુઝ કરી શકો.

1. Dropbox
ડ્રોપબોક્સ એક ટોપ-રેટેડ ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ છે, જે તેના યુઝર્સને મફત સ્ટોરેજ સ્પેસ આપે છે. ડ્રોપબોક્સ વિન્ડોઝ, મેક OS, લિનક્સ, iOS, એન્ડ્રોઇડ અને વિન્ડોઝ ફોન સહિત લગભગ તમામ પ્લેટફોર્મ માટે ઉપલબ્ધ છે. અહી તમને 2 GB જેટલી ફ્રી સ્ટોરેજ સ્પેસ મળે છે, જેનો તમે તમારાં ફોટોઝ, વીડિયોઝ સ્ટોર કરવા માટે કરી શકો છો. એટલું જ નહીં ડ્રોપબોક્સનો ફ્રી પ્લાન તમને ત્રણ ડિવાઇસ સુધી કનેક્ટ કરવાની સુવિધા પણ આપે છે.

2. Google Drive
ગૂગલ ડ્રાઇવ એ વેબ પર ઉપલબ્ધ સૌથી લોકપ્રિય ક્લાઉડ સ્ટોરેજ સેવા છે. તે તમને iCloud અથવા અન્ય ક્લાઉડ સ્ટોરેજ સેવાઓ કરતાં વધુ સ્ટોરેજ સ્પેસ આપે છે. ગૂગલ ડ્રાઇવમાં તમને 15GB ફ્રી સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે, જેનો ઉપયોગ તમે ફોટો, વીડિયો, ડોક્યુમેન્ટ્સ અને દરેક ટાઇપની ફાઇલને સ્ટોર કરવા માટે કરી શકો છો, જેના વિશે તમે વિચારી શકો છો.

3. Microsoft OneDrive
આ ક્લાઉડ ડ્રાઇવ ગૂગલ ડ્રાઇવ જેટલું લોકપ્રિય નથી, પરંતુ તે ફ્રી ક્લાઉડ સ્ટોરેજ ઓફર કરે છે. વનડ્રાઇવ એક્સેસ કરવા માટે તમારે માઇક્રોસોફ્ટ એકાઉન્ટની જરૂર પડે છે. અહી તમને ફ્રી 5GB સ્ટોરેજ સ્પેસ મળે છે. માઇક્રોસોફ્ટ વનડ્રાઇવ સાથે તમને ફાઇલ શેરિંગ અને ડોક્યુમેન્ટ સ્કેનિંગ સુવિધાઓ પણ મળે છે.

4. Amazon Drive
એમેઝોન ડ્રાઇવ જે અગાઉ એમેઝોન ક્લાઉડ ડ્રાઇવ તરીકે ઓળખાતી હતી. તેને તમે iCloud Driveના અલ્ટરનેટિવ વિકલ્પ તરીકે ઉપયોગમાં લઈ શકો છો. ક્લાઉડ સ્ટોરેજ સેવા iCloud ડ્રાઇવ અથવા ગૂગલ ડ્રાઇવ જેટલી લોકપ્રિય નથી, પરંતુ તે ફ્રિ સ્ટોરેજ સેવા પૂરી પાડે છે. તે તમને 5GB ફ્રી સ્ટોરેજ આપે છે, જેમાં તમે ફોટા, વીડિયો અને ફાઇલો સ્ટોર કરી શકો છો.

5. Box
બોક્સ એ સૌથી જૂના ક્લાઉડ સ્ટોરેજ પ્લેટફોર્મ્સમાંનું એક છે, જેનો તમે ઉપયોગ કરી શકો છો. આ સેવા લગભગ 15 વર્ષથી વધુ સમયથી છે અને ઘણી ઉપયોગી સુવિધાઓ અને મફત ક્લાઉડ સ્ટોરેજ આપે છે. દરેક એકાઉન્ટની સાથે બોક્સ તમને 10GB ફ્રી સ્ટોરેજ આપે છે, જે તેના સ્પર્ધકોની ઓફર કરતાં વધારે છે. જ્યારે તમે તમારા આઇફોન બેકઅપ અથવા અન્ય ફાઇલને સ્ટોર કરવા માટે 10GB ફ્રી સ્ટોરેજનો ઉપયોગ કરી શકો છો.