• Gujarati News
  • Utility
  • Gadgets
  • IPhone Users Will No Longer Have To Remove The Mask To Unlock The Phone With Face ID, The Company Will Launch A New Feature

અપકમિંગ ટેક્નોલોજી:આઈફોન યુઝરે હવે ફેસ આઈડીથી ફોન અનલોક કરવા માટે માસ્ક નહિ કાઢવો પડે, કંપની નવું ફીચર લોન્ચ કરશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવી iOS અપડેટમાં યુઝરે માસ્ક પહેર્યો હશે તો પણ આઈફોન અનલોક થઈ જશે

એપલના આઈફોનનું સિક્યોરિટી ફીચર Face ID ટુ અનલોક અત્યાર સુધી પર્ફેક્ટ હતું, પરંતુ કોરોના વાઈરસની એન્ટ્રી બાદ લોકોના ચહેરા પર માસ્ક લાગી જતાં કેટલાક યુઝર્સ આ ફીચરનો ઉપયોગ જાહેરમાં કરવાનું ટાળતા હતા. કારણ કે આ ફીચરનો ઉપયોગ કરવા માટે તેમણે માસ્ક કાઢવો પડતો હતો, જોકે હવે યુઝરે માસ્ક કાઢવાની કોઈ ઝંઝટ નહિ રહે. કંપની Face ID અનલોક સિસ્ટમમાં અપડેટ આપવા જઈ રહી છે. તેની મદદથી યુઝરે માસ્ક પહેર્યો હશે તો પણ ફોન અનલોક થઈ જશે.

iOS ફીચર ટ્રેક કરતી વેબસાઈટ મેકરુમર્સ અને યુટ્યુબર બ્રાન્ડન બટ્ચે આ અપકમિંગ ફીચર વિશે માહિતી આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટો પ્રમાણે, આઈફોન યુઝરના આંખની આજુબાજુનો ચહેરો જોઈ ઓથેન્ટિસિટી ચકાસશે. આ ફીચર iOS 15.4 બીટા વર્ઝનના યુઝર્સને મળશે.

રિપોર્ટ પ્રમાણે આ ફીચરનો લાભ દરેક આઈફોન યુઝરને નહિ મળે. આઈફોન 12 અને આઈફોન 13ના યુઝર્સને જ તેનો લાભ મળશે. iOS 13માં યુઝરે ફેસ માસ્ક પહેરેલો હોય તો સિસ્ટમ પાસકોડ સબમિટ કરવા માટે જણાવતી હતી.

એપલની આ વર્ષે લોન્ચ થનારી પ્રોડક્ટ્સ...
આઈફોન SE 3
આ વર્ષે એપલ 'આઈફોન SE 3' લોન્ચ કરી શકે છે. આ અફોર્ડેબલ ફોનમાં આઈફોન 11 અને આઈફોન 12 જેવાં ફીચર્સ મળી શકે છે. આઈફોન SE 3માં 4.7 ઈંચની LCD ડિસ્પ્લે મળી શકે છે. આઈફોન SEના જૂના ફોનમાં ટચ આઈડી ફીચર હતું અપકમિંગ આઈફોનમાં ફેસ આઈડી ફીચર મળી શકે છે. આ આઈફોન 5G કનેક્ટિવિટીથી સજ્જ હોઈ શકે છે. તેમાં A15 બાયોનિક ચિપસેટ મળી શકે છે.

આ આઈફોન સિરીઝ અફોર્ડેબલ હશે. તેમાં આઈફોન 11 અને આઈફોન 12 જેવાં ફીચર હોઈ શકે છે. આઈફોન SE 3 માર્ચથી એપ્રિલ મહિનામાં લોન્ચ થઈ શકે છે.

એપલ ગ્લાસ
એપલ AR (ઓગ્મેન્ટેડ રિયાલિટી ) અને VR (વર્ચ્યુઅલ રિયાલિટી) પર ઘણાં વર્ષોથી કામ કરી રહી છે. કંપનીએ તેની પેટન્ટ પણ ફાઈલ કરાવી છે. 2022ની ઈવેન્ટમાં એપલ VR ગ્લાસ લોન્ચ કરી શકે છે. જોકે આ વર્ષે AR ગ્લાસ લોન્ચ થાય તેની ઓછી સંભાવના છે.

એપલ AR ગ્લાસ વજનમાં એકદમ હળવા હશે. તે અલગ અલગ જેશ્ચર કન્ટ્રોલ સપોર્ટ કરશે. AR ગ્લાસથી ફોટો ક્લિક, મ્યુઝિક પ્લે અને કોલ પિક કરી શકાશે.

આઈફોન 14 સિરીઝ
આ વર્ષે આઈફોન 14 સિરીઝ લોન્ચ થશે. આઈફોન 13 કરતાં અપકમિંગ સિરીઝમાં કેમેરા અપડેટેડ મળશે. આઈફોન 14માં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા, પેરિસ્કોપિક ઝૂમ લેન્સ અને ફ્રન્ટમાં પિલ શેપ કેમેરા મોડ્યુલ મળી શકે છે.

ગેમિંગ લવર્સને ધ્યાનમાં રાખી કંપની તેમાં વેપર ચેમ્બર આપશે, જે ફોનને જલ્દી ગરમ થવા નહિ દે. આઈફોન 14માં 3nm અથવા 4nmનું A16 બાયોનિક ચિપસેટ મળી શકે છે. આ વખતની એપલ સિરીઝમાં ફિઝિકલ સિમ સ્લોટ નહિ મળે. કંપની આ વખતે ઈ સિમ ટેક્નોલોજી આપશે. જોકે ભારતમાં આ ટેક્નોલોજી મળશે કે કેમ તેના પર હજુ સસ્પેન્સ છે.