ટ્વિટરની બ્લૂ સર્વિસ રિલોન્ચ:આઈફોન યુઝર્સે ચૂકવવી પડશે વધારે કિંમત, તો ફોટો બદલવા પર નીકળી જશે બ્લૂ ટિક

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

જ્યારથી ઈલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું છે ત્યારથી અનેક ફેરફાર થઇ રહ્યા છે. બ્લૂ વેરિફાઇડ સબ્સ્ક્રિપ્શનના લોન્ચિંગને લઈને પણ તારીખો ઉપર તારીખ પડી હતી. પરંતુ ફાઈનલી ટ્વિટરે સોમવારે તેની બ્લુ સેવા ફરીથી શરૂ કરી દીધી છે. ટ્વિટરના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી આ જાહેરાત કરવામાં આવી હતી. આ સબસ્ક્રિપ્શન સેવામાં સરકાર, કંપનીઓ અને સામાન્ય લોકોને અલગ-અલગ રંગના ટિક મળશે. કંપનીઓને ગોલ્ડ ટિક મળશે, સરકારોને ગ્રે ટિક મળશે અને સામાન્ય નાગરિકોને બ્લુ ટિક મળશે. આ સિવાય તમામ ટીક એક્ટિવેટ કરતા પહેલા મેન્યુઅલી ચેક કરવામાં આવશે.

જો તમે વેબ પર ટ્વિટર બ્લૂ સબ્સ્ક્રિપ્શન ખરીદવા માગો છો તો તેના માટે તમારે દર મહિને 8 ડોલર ચૂકવવા પડશે. જો તમે Appleના iOSમાં ખરીદી કરો છો તો 11 ડોલર ચૂકવવા પડશે. તો મનમાં સવાલ આવ્યો હશે કે, એપલ માટે કેમ વધારે પૈસા ચૂકવવા પડશે, તેનું આ રહ્યું કારણ, એપલ આ સર્વિસ પર 30% ટેક્સ વસુલે છે તેથી આ સર્વિસ મોંઘી પડશે. થોડા દિવસ પહેલાં જ ઈલોન મસ્કે એપલના આ ટેક્સ વિશે જાણકારી આપી હતી.

ટ્વિટર બ્લૂ સબ્સ્ક્રિપ્શનમાં શું-શું મળશે?
8 ડોલરના આ સબ્સ્ક્રિપ્શનમાં યુઝર્સને ટ્વીટ એડિટ કરવાની, 1080p એટલે કે HD ક્વોલિટીમાં વીડિયો અપલોડ કરવાની, રીડર મોડ અને બ્લુ ચેકમાર્ક મળશે .બ્લુ ચેકમાર્ક નંબરને પણ વેરીફાઈ કરવામાં આવશે. એકાઉન્ટને રીવ્યુ કરવાની પ્રોસેસ શું હશે તે હજુ સુધી સ્પષ્ટ નથી. આ સિવાય રિપ્લાઈ, મેંશન અને સર્ચમાં પ્રાથમિકતા આપવામાં આવશે. સામાન્ય યુઝર્સની સરખામણીએ 50% ઓછી જાહેરાતો જોવામાં આવશે અને નવી સુવિધાઓને પણ પ્રાથમિકતા મળશે.

સબ્સ્ક્રાઇબર્સ તેમના હેન્ડલ, ડિસ્પ્લે નામ અથવા પ્રોફાઇલ ફોટો પણ બદલી શકશે, પરંતુ જો તે કઇ પણ ફેરફાર કરશે તો તેમના એકાઉન્ટની ફરીથી સમીક્ષા ન થાય ત્યાં સુધી બ્લૂ ટીક હટાવી દેવામાં આવશે. ટ્વિટરે એ પણ જાહેર કર્યું છે કે, બિઝનેસના સત્તાવાર લેબલને ગોલ્ડ ચેકમાર્કથી બદલવામાં આવશે.સરકારી અને બહુપક્ષીય ખાતાઓ માટે ગ્રે ચેકમાર્ક હશે.

પહેલા માત્ર યોગ્યતા ધરાવતા યુઝર્સ જ બ્લૂ ટિક મેળવતા હતા
અગાઉ, ટ્વિટર પર બ્લૂ ટિક યુઝર્સને ઓળખ ચકાસણી પછી ઉપલબ્ધ હતી, જેના યુઝર્સની પ્રમાણીકરણ અને સચોટતા ખબર પડતી હતી. હવે યુઝર્સ પૈસા ચૂકવીને બ્લૂ ટિક ખરીદી શકશે. જોકે આ નિર્ણય પછી, બ્લૂ ટિકવાળા નકલી અકાઉન્ટ્સની સંખ્યા ઝડપથી વધી છે. આવા વેરિફાઈડ અકાઉન્ટ્સમાંથી ફેક ટ્વિટ્સ પણ આવવા લાગ્યા, જેના પછી ટ્વિટરે હાલ માટે પેઈડ સર્વિસનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો છે.

બ્લૂ યુઝર્સને જ મળશે બ્લૂ ટિક બેજ
ઇલોન મસ્કે ગયા સપ્તાહમાં જણાવ્યું હતું કે માત્ર ટ્વિટર બ્લૂ યુઝર્સને જ પોતાના એકાઉન્ટમાં બ્લૂ ટિક વેરિફાઇડ બેજ મળશે. હાલનાં યુઝર્સ કે જેમની પાસે વેરિફાઇડ બેજ છે તેમને પણ Twitter Blue પર પેઇડ સબ્સ્ક્રિપ્શનની જરૂર પડશે. જોકે આ યુઝર્સ પેઇડ સબ્સ્ક્રિપ્શન પર સ્વિચ કરવા માટે લગભગ 3 મહિનાનો ગ્રેસ પિરિયડ મળી શકે છે. જો તેઓ બ્લૂ સબ્સ્ક્રિપ્શન નહીં લે તો તેમના એકાઉન્ટમાંથી બ્લૂ ટિક કાઢી નાખવામાં આવશે.

ભારતમાં બ્લુ સબ્સ્ક્રિપ્શન માટે 719 રૂપિયા ચૂકવવા પડશે
ભારતમાં કેટલાક ટ્વિટર યુઝર્સને 10 નવેમ્બરની રાત્રે બ્લુ સબ્સ્ક્રિપ્શન્સ માટે Apple એપ સ્ટોર પર પોપ-અપ પ્રાપ્ત થયું. જેમાં ટ્વિટર બ્લૂ સબસ્ક્રિપ્શનની માસિક કિંમત 719 રૂપિયા દર્શાવવામાં આવી હતી. જોકે કિંમત હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી.

બ્લૂ સબ્સ્ક્રિપ્શન 719 રૂપિયા
સબ્સક્રિપ્શન મોડ પર લઇ જવાનાં 3 કારણો
1. કંપનીને રોજનું 32 કરોડનું નુકસાન થઇ રહ્યું છે. તેઓ નવા મોડલથી રેવન્યૂ વધારવા ઇચ્છે છે.
2. મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું છે. તેઓ જલદી તેની ભરપાઇ કરવા ઇચ્છે છે.
3. ટ્વિટર પર મોટું દેવું છે. તેઓ તેને ખત્મ કરવા માટે એડવાઇઝર્સ પર નિર્ભર નથી રહેવા ઇચ્છતા.