તમને લક્ઝરી એન્ડ્રોઈડ અને આઈફોનમાંથી કોઈ એકની પસંદગી કરવામાં આવે તો તમે કોને પસંદ કરશો? કદાચ તમારો જવાબ આઈફોન જ હશે. દુનિયામાં લાખો લોકો આઈફોનના ડાઈ હાર્ડ ફેન છે, પરંતુ તેની કિંમત સામાન્ય માણસને પરવડે તેવી હોતી નથી. એમ પણ કહી શકાય કે તેની ખરીદી બાદ સામાન્ય લોકોનું બજેટ પણ ખોરવાઈ શકે છે. જે આઈફોન લવર્સ આઈફોન ખરીદી શકતાં નથી તે પોતાને એ રીતે દિલાસો આપી દે છે કે આઈફોન ઘણા બધા કામ કરી શકતો નથી. તેને ઉદાહરણથી સમજીએ...
આ પાંચેય સવાલોનો જવાબ માત્ર ના છે. તમને વિશ્વાસ ન થતો હોય તો તમે તમારા કોઈ ફ્રેન્ડ્સને પૂછી શકો છો. જો તો પણ તમે તમારો પ્રથમ આઈફોન ખરીદવા જઈ રહ્યા છો તો તમને 'બેસ્ટ ઓફ લક' કહેવું તો બને છે.
અપડેટેડ આઈફોન અને સિક્યોરિટીની યુઝર્સને આદત પડી રહી છે
'ધ વોશિંગ્ટન પોસ્ટ'ના ટેક્નોલોજી કોલમનિસ્ટ, જેફ્રી એ ફાઉલરે જણાવ્યું કે છેલ્લા 12 વર્ષથી તે આઈફોનનો ઉપયોગ કરી રહ્યા છે. મોટા ભાગના લોકો આઈફોન બદલવા માગતા નથી, પરંતુ તેમને અપલની નવી અપડેટ્સની આદત પડી રહી છે. કંપની સતત આઈફોનને એડવાન્સ બનાવી રહી છે. કંપનીનું કહેવું છે કે તે આપણી સિક્યોરિટી અને પ્રાઈવસીની રક્ષા કરી રહી છે જ્યારે આઈફોન લોક કરવો કે કેમ તે પણ કંપની કન્ટ્રોલ કરી રહી છે. આ બધુ જ એપલ વધારે પૈસા કમાવવા માટે કરી રહી છે. જેફ્રી કહે છે કે, આઈફોન ઓનરને એ જાણવાનો અધિકાર હોવો જોઈએ કે તે તેમના ડિવાઈસનો ફુલ એક્સેસ મેળવી શકે.
સ્ટોર્સની મદદથી ડેવલપર્સ પર પ્રેશર
આ અઠવાડિયાંની એક સુનાવણીમાં સ્પષ્ટ થયું કે ગ્રાહકો માટે એપલની અનિયમિત શક્તિ કેટલી હાનિકારક બની રહી છે. એપલે એપિકની વીડિયો ગેમ 'ફોર્ટનાઈટ'ને એપ સ્ટોર પર લાવવા માટે 30% કમિશન માગ્યું છે. ડેવલપર્સે આ પેમેન્ટ કરવું પડશે કારણ કે એપલ આઈફોન પર એપ ઈન્સ્ટોલ કરવા માટે માત્ર એપ સ્ટોરને જ પરમિશન આપે છે.
એપલને લાગે છે કે તે ભલે આપણા હાથ સારા માટે બાંધી રહી છે. ફોર્ટનાઈટ ટ્રાયલ દરમિયાન ટીમ કુકે કહ્યું હતું કે એપલ આઈફોનથી કોમ્પ્લિકેટેડ ટેક્નોલોજી દૂર કરી તેના સોફ્ટવેર અને હાર્ડવેરને યુઝર્સ માટે સરળ બનાવવા માગે છે. કંપનીનું કહેવું છે કે તેને લીધે જ મોટા ભાગના આઈફોન યુઝર્સથી તેને સેટિસ્ફાઈિંગ રેટિંગ મળે છે.
સેટિસ્ફેક્શન રેટિંગ વિશે એપલ મૌન રહેવું પસંદ કરે છે
એપલ ક્યારેય એ વાતનો ઉલ્લેખ નથી કરતી કે ઈન્ડિપેન્ડેન્ટ અમેરિકન કન્ઝ્યુમર સેટિસ્કેફ્કશન ઈન્ડેક્સમાં તેનાં કરતાં એન્ડ્રોઈડ સ્માર્ટફોન મેકર સેમસંગને વધારે રેટિંગ મળ્યું છે. એપલને 80 અને સેમસંગને 81 સ્કોર મળ્યો છે. એપલની સરખામણીએ સેમસંગ યુઝર્સને 2 વોઈસ અસિસ્ટન્ટ ચોઈસ આપે છે. તો કન્ઝ્યુમર અલગ અલગ એપ સ્ટોરથી કોઈ પણ એપ ડાઉનલોડ કરી શકે છે. જેફ્રી કહે છે કે એવું નથી કે સેમસંગ આઈફોન કરતાં શ્રેષ્ઠ છે પરંતુ એ વાતોમાં સારો છે જેના પર આઈફોન પર કંપનીએ પાબંધી રાખી છે.
એપલે એકાધિકારવાદી રીતથી બેઝિક પ્રોડક્ટ્સ ફંક્શન પર સંપૂર્ણ રોક લગાવવા માટેના વિચારોને અનુમતિ આપી છે. એપલ તેની આર્કેડ, ફિટનેસ પ્લસ, ટીવી પ્લસ, આઈક્લાઉડ સ્ટોરેજ સર્વિસિસ પર જાહેરાતો દૂર કરવા માટે પૈસા લે છે. તો iOS 14.5માં સિરીને એપલ મ્યુઝિકને બદલે સ્પોટિફાય પર સ્ટ્રિમ કરવા માટે કહી શકાય છે.
તમામ સ્ટોરથી એપ્સ અને સબસ્ક્રિપ્શન મળી શકે
એપલ શું કરે છે: કંપની આઈફોન પર માત્ર એપ સ્ટોરને પરમિશન આપે છે. અર્થાત એપ સ્ટોર વગર તમે અન્ય કોઈ પણ સોર્સ પરથી એપ ઈન્સ્ટોલ કરી શકતા નથી. તેનો અર્થ એ થાય છે કે તે પોતે જ પોતાનું મુલ્ય નક્કી કરે છે. કંપની પોતે જ નક્કી કરે છે કે કઈ એપને પરમિશન આપવાની છે અને કોને નહિ. કંપની કહે છે કે તે પોતે તમામ એપનો રિવ્યૂ કરે છે તેથી યુઝરની પ્રાઈવસી અને સિક્યોરિટી કન્ટ્રોલમાં રહે.
આપણે શા માટે સ્વતંત્ર હોવુ જોઈએ
એપલના નિયંત્રણ યુઝર માટે આઈફોનને વધારે મોંઘો બનાવી દે છે. કંપની એપ ડેલપર્સ પાસેથી 30% કમિશન લે છે. એપલ જ્યારે એકતરફી નિર્ણય લે છે તો એપ સ્ટોરમાં કોને પરમિશન હોવી જોઈએ? તેનાથી દરેક વ્યકિત સહેમત નથી. તેની સરખામણીએ એન્ડ્રોઈડ યુઝર પાસે ગૂગલ, સેમસંગ, એમેઝોન એપ સ્ટોર સાથે ઘણા વિકલ્પ છે.
આઈમેસેજ અને ફેસટાઈમ તમામ યુઝર્સ માટે હોવા જોઈએ
આઈમેસેજ અને ફેસટાઈમને સીમિત કરવાથી આઈફોનનો ઉપયોગ પણ ઓછો થઈ જાય છે. એપલના ઘણા ગ્રાહકોના પરિવાર, ફ્રેન્ડસ અને સહકર્મી એપલ ડિવાઈસનો ઉપયોગ કરતાં નથી. આઈફોનના માલિક પણ વિન્ડોઝ PC પર પોતાનો મેસેજ વાંચી શકતા નથી.
2 વોઈસ અસિસ્ટન્ટ સિલેક્ટ કરી શકાશે
મૂવી, ઈ બુક્સ અને ડિજિટલ મીડિયાની ખરીદી
પોતાની ડિફોલ્ટ એપનું સિલેક્શન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.