તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આઈફોનનો આઈટ્રેપ!:નવાં મોડેલ અને સેફ્ટી અપડેટની લોકોને આદત પડી રહી છે, મોંઘો હોવા છતાં એપલની યુઝર્સ પર પાબંધીઓ

17 દિવસ પહેલા

તમને લક્ઝરી એન્ડ્રોઈડ અને આઈફોનમાંથી કોઈ એકની પસંદગી કરવામાં આવે તો તમે કોને પસંદ કરશો? કદાચ તમારો જવાબ આઈફોન જ હશે. દુનિયામાં લાખો લોકો આઈફોનના ડાઈ હાર્ડ ફેન છે, પરંતુ તેની કિંમત સામાન્ય માણસને પરવડે તેવી હોતી નથી. એમ પણ કહી શકાય કે તેની ખરીદી બાદ સામાન્ય લોકોનું બજેટ પણ ખોરવાઈ શકે છે. જે આઈફોન લવર્સ આઈફોન ખરીદી શકતાં નથી તે પોતાને એ રીતે દિલાસો આપી દે છે કે આઈફોન ઘણા બધા કામ કરી શકતો નથી. તેને ઉદાહરણથી સમજીએ...

  • શું તમે ક્યારેય આઈફોન પર એક સારાં વોઈસ અસિસ્ટન્ટ માટે સિરીને સ્વૅપ કરવાનો પ્રયત્ન કર્યો છે?
  • તમે ક્યારેય કિંડલ એપથી ઈ બુક્સ ખરીદવાનો ટ્રાય કર્યો છે?
  • ક્યારેય કોઈ એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝરને આઈમેસેજ મોકલ્યા છે?
  • શું તમે ક્યારે આઈફોન બેકઅપ ગૂગલ ડ્રાઈવ પર લીધું છે?
  • આઈફોન રિપેર કરવા માટે શું તમને ક્યારેય એપલના પાર્ટ્સ મળ્યા છે?

આ પાંચેય સવાલોનો જવાબ માત્ર ના છે. તમને વિશ્વાસ ન થતો હોય તો તમે તમારા કોઈ ફ્રેન્ડ્સને પૂછી શકો છો. જો તો પણ તમે તમારો પ્રથમ આઈફોન ખરીદવા જઈ રહ્યા છો તો તમને 'બેસ્ટ ઓફ લક' કહેવું તો બને છે.

અપડેટેડ આઈફોન અને સિક્યોરિટીની યુઝર્સને આદત પડી રહી છે
'ધ વોશિંગ્ટન પોસ્ટ'ના ટેક્નોલોજી કોલમનિસ્ટ, જેફ્રી એ ફાઉલરે જણાવ્યું કે છેલ્લા 12 વર્ષથી તે આઈફોનનો ઉપયોગ કરી રહ્યા છે. મોટા ભાગના લોકો આઈફોન બદલવા માગતા નથી, પરંતુ તેમને અપલની નવી અપડેટ્સની આદત પડી રહી છે. કંપની સતત આઈફોનને એડવાન્સ બનાવી રહી છે. કંપનીનું કહેવું છે કે તે આપણી સિક્યોરિટી અને પ્રાઈવસીની રક્ષા કરી રહી છે જ્યારે આઈફોન લોક કરવો કે કેમ તે પણ કંપની કન્ટ્રોલ કરી રહી છે. આ બધુ જ એપલ વધારે પૈસા કમાવવા માટે કરી રહી છે. જેફ્રી કહે છે કે, આઈફોન ઓનરને એ જાણવાનો અધિકાર હોવો જોઈએ કે તે તેમના ડિવાઈસનો ફુલ એક્સેસ મેળવી શકે.

સ્ટોર્સની મદદથી ડેવલપર્સ પર પ્રેશર
આ અઠવાડિયાંની એક સુનાવણીમાં સ્પષ્ટ થયું કે ગ્રાહકો માટે એપલની અનિયમિત શક્તિ કેટલી હાનિકારક બની રહી છે. એપલે એપિકની વીડિયો ગેમ 'ફોર્ટનાઈટ'ને એપ સ્ટોર પર લાવવા માટે 30% કમિશન માગ્યું છે. ડેવલપર્સે આ પેમેન્ટ કરવું પડશે કારણ કે એપલ આઈફોન પર એપ ઈન્સ્ટોલ કરવા માટે માત્ર એપ સ્ટોરને જ પરમિશન આપે છે.

એપલને લાગે છે કે તે ભલે આપણા હાથ સારા માટે બાંધી રહી છે. ફોર્ટનાઈટ ટ્રાયલ દરમિયાન ટીમ કુકે કહ્યું હતું કે એપલ આઈફોનથી કોમ્પ્લિકેટેડ ટેક્નોલોજી દૂર કરી તેના સોફ્ટવેર અને હાર્ડવેરને યુઝર્સ માટે સરળ બનાવવા માગે છે. કંપનીનું કહેવું છે કે તેને લીધે જ મોટા ભાગના આઈફોન યુઝર્સથી તેને સેટિસ્ફાઈિંગ રેટિંગ મળે છે.

સેટિસ્ફેક્શન રેટિંગ વિશે એપલ મૌન રહેવું પસંદ કરે છે
એપલ ક્યારેય એ વાતનો ઉલ્લેખ નથી કરતી કે ઈન્ડિપેન્ડેન્ટ અમેરિકન કન્ઝ્યુમર સેટિસ્કેફ્કશન ઈન્ડેક્સમાં તેનાં કરતાં એન્ડ્રોઈડ સ્માર્ટફોન મેકર સેમસંગને વધારે રેટિંગ મળ્યું છે. એપલને 80 અને સેમસંગને 81 સ્કોર મળ્યો છે. એપલની સરખામણીએ સેમસંગ યુઝર્સને 2 વોઈસ અસિસ્ટન્ટ ચોઈસ આપે છે. તો કન્ઝ્યુમર અલગ અલગ એપ સ્ટોરથી કોઈ પણ એપ ડાઉનલોડ કરી શકે છે. જેફ્રી કહે છે કે એવું નથી કે સેમસંગ આઈફોન કરતાં શ્રેષ્ઠ છે પરંતુ એ વાતોમાં સારો છે જેના પર આઈફોન પર કંપનીએ પાબંધી રાખી છે.

એપલે એકાધિકારવાદી રીતથી બેઝિક પ્રોડક્ટ્સ ફંક્શન પર સંપૂર્ણ રોક લગાવવા માટેના વિચારોને અનુમતિ આપી છે. એપલ તેની આર્કેડ, ફિટનેસ પ્લસ, ટીવી પ્લસ, આઈક્લાઉડ સ્ટોરેજ સર્વિસિસ પર જાહેરાતો દૂર કરવા માટે પૈસા લે છે. તો iOS 14.5માં સિરીને એપલ મ્યુઝિકને બદલે સ્પોટિફાય પર સ્ટ્રિમ કરવા માટે કહી શકાય છે.

તમામ સ્ટોરથી એપ્સ અને સબસ્ક્રિપ્શન મળી શકે
એપલ શું કરે છે: કંપની આઈફોન પર માત્ર એપ સ્ટોરને પરમિશન આપે છે. અર્થાત એપ સ્ટોર વગર તમે અન્ય કોઈ પણ સોર્સ પરથી એપ ઈન્સ્ટોલ કરી શકતા નથી. તેનો અર્થ એ થાય છે કે તે પોતે જ પોતાનું મુલ્ય નક્કી કરે છે. કંપની પોતે જ નક્કી કરે છે કે કઈ એપને પરમિશન આપવાની છે અને કોને નહિ. કંપની કહે છે કે તે પોતે તમામ એપનો રિવ્યૂ કરે છે તેથી યુઝરની પ્રાઈવસી અને સિક્યોરિટી કન્ટ્રોલમાં રહે.

આપણે શા માટે સ્વતંત્ર હોવુ જોઈએ
એપલના નિયંત્રણ યુઝર માટે આઈફોનને વધારે મોંઘો બનાવી દે છે. કંપની એપ ડેલપર્સ પાસેથી 30% કમિશન લે છે. એપલ જ્યારે એકતરફી નિર્ણય લે છે તો એપ સ્ટોરમાં કોને પરમિશન હોવી જોઈએ? તેનાથી દરેક વ્યકિત સહેમત નથી. તેની સરખામણીએ એન્ડ્રોઈડ યુઝર પાસે ગૂગલ, સેમસંગ, એમેઝોન એપ સ્ટોર સાથે ઘણા વિકલ્પ છે.

આઈમેસેજ અને ફેસટાઈમ તમામ યુઝર્સ માટે હોવા જોઈએ
આઈમેસેજ અને ફેસટાઈમને સીમિત કરવાથી આઈફોનનો ઉપયોગ પણ ઓછો થઈ જાય છે. એપલના ઘણા ગ્રાહકોના પરિવાર, ફ્રેન્ડસ અને સહકર્મી એપલ ડિવાઈસનો ઉપયોગ કરતાં નથી. આઈફોનના માલિક પણ વિન્ડોઝ PC પર પોતાનો મેસેજ વાંચી શકતા નથી.

2 વોઈસ અસિસ્ટન્ટ સિલેક્ટ કરી શકાશે

  • એપલ શું કરે છે: એપલે ડેવલપ કરેલું વોઈસ અસિસ્ટન્ટ સિરીના આઈફોનમાં વેક વર્ડ અને ફિઝિકલ બટનનો ઉપયોગ સીમિત કરે છે. આપણે સિરીને ડિએક્ટિવ કરી શકીએ છીએ પરંતુ ગૂગલ અસિસ્ટન્ટ સાથે સ્વૅપ નથી કરી શકતા.
  • એપલે શા માટે ઓપન રહેવું જોઈએ: ભલે સિરીમાં અપડેટ આવી હોય. આપણે સ્માર્ટ હોમ સર્વિસ માટે સિરી પર ડિપેન્ડેડ થઈ ગયા છીએ. આપણી પાસે અન્ય સારા ઓપ્શન પણ અવેલેબલ છે. સેમસંગ ગેલેક્સી સ્માર્ટફોન સાથે ગૂગલ સાથે હોમમેડ બિક્સબાય ઓફર કરે છે. ભલે હાલ આઈફોન યુઝર્સ 'હે સિરી' કહી રહ્યા હોય બની શકે તેમને 'ઓકે ગૂગલ' વધારે ગમતું હોય.

મૂવી, ઈ બુક્સ અને ડિજિટલ મીડિયાની ખરીદી

  • એપલ શું કરે છે: એપલ મૂવી, ઈ બુક્સ, મ્યુઝિક માટે એ જ એપને અપ્રૂવ કરે છે જે માત્ર તેના માટે જ બની હોય.
  • એપલે શા માટે ઓપન રહેવું જોઈએ: આઈફોન યુઝર્સ એમેઝોન પર 11,000 ડોલર (આશરે 8 લાખ રૂપિયા)ની ડોંગી ખરીદી શકે છે, પરંતુ 10 ડોલર (આશરે 700 રૂપિયા)ની ઈ બુક નહિ. એપલના પ્રતિબંધો યુઝર્સને એ સ્ટોર્સ પરથી દૂર કરી રહ્યા છે જ્યાં તેને સારી પ્રાઈસ અને સિલેક્શન મળી રહ્યું હોય. મૂવીઝ માટે એમેઝોન હવે એપલના વીડિયો પાર્ટનર પ્રોગ્રામની મેમ્બર છે. તેને હવે ડાયરેક્ટ મૂવી સેલિંગનો એક્સેસ મળે છે.

પોતાની ડિફોલ્ટ એપનું સિલેક્શન

  • એપલ શું કરે છે: ગત વર્ષે iOSએ મેલ અને વેબ બ્રાઉઝિંગ એપ સિલેક્ટ કરવાની તક આપી, પરંતુ આઈફોનમાં હજુ પણ મેસેજ, કોલ, કેમેરા અને મેપ્સ સહિતના કામ માટે ડિફોલ્ટ એપ્સને સિલેક્ટ કરવા દેતી નથી.
  • એપલે શા માટે ઓપન રહેવું જોઈએ: કોમ્પિટિશનને લીધે તમામ જરૂરી કામ સાથે જોડાયેલી એપ્સ પોતાના ડેવલપર્સને વધુ સારા બનાવવા માટે પ્રોત્સાહિત કરશે. ઉદાહરણ તરીકે, વિશેષ સુવિધાઓવાળી કેમેરા એપ પહેલાંથી જ આઈફોન પર લોકપ્રિય ડાઉનલોડમાંથી એક છે.