ટેક ટિપ્સ:તમારો સ્માર્ટફોન સેકન્ડ હેન્ડ છે કે બ્રાન્ડ ન્યૂ તેની ખાતરી કરવા આ સ્ટેપ્સ ફોલો કરો

3 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • કંપનીઓ જૂના સ્માર્ટફોન ખરીદી તેને ફરી માર્કેટમાં વેચે છે
 • IMEI નંબરની માહિતી ફોનની ડિટેલ સાથે કમ્પેર કરી ફોન બ્રાન્ડ ન્યૂ છે કે રિફર્બિશ્ડ તે જાણી શકાય છે

ફેસ્ટિવ સીઝનમાં સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ અને ઓફર મળી રહી છે. કોમ્પિટિશનને લીધે ઈ કોમર્સ કંપનીઓ સસ્તા ભાવે સ્માર્ટફોન વેચી રહી છે. ઘણી કંપનીઓ તો ફોનને અડધી કિંમતમાં વેચી રહી છે. આવો સ્માર્ટફોન થોડા સમય ઉપયોગ કર્યા બાદ જ્યારે પ્રોબ્લેમ ઉભા કરે ત્યારે મનમાં અનેક સવાલો ઉત્પન્ન થાય છે.

ઘણી કંપનીઓ જૂના સ્માર્ટફોન ખરીદી ફરી તેને ફરી વેચી રહી છે. આ પ્રકારના ફોનને રિફર્બિશ્ડ કહેવાય છે. ફોનની બોડી ચેન્જ કરવાાં આવે છે, જેથી તે ન્યૂ લુક આપે છે. દેશમાં ફેક મોડેલનું બહું મોટું માર્કેટ છે. તેથી જરૂરી છે કે તમે ખાતરી કરી લો કે તમે સસ્તી કિંમતમાં જે સ્માર્ટફોન ખરીદ્યો છે તે રિફર્બિશ્ડ છે કે બ્રાન્ડ ન્યૂ.

આ 3 રીતથી સ્માર્ટફોન અસલી છે કે નકલી તે જાણી શકાશે
1. ટેક્સ્ટ મેસેજથી ચકાસો

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશનને તમે SMS કરી ફોન વિશે પૂછી શકો છો. તેના માટે તમારે ડિપાર્ટમેન્ટને IMEI નંબર મોકલવાનો રહેશે.

મેસેજ માટે આ સ્ટેપ્સ ફોલો કરો

 • ફોનના IMEI નંબર માટે *#06# નંબર ડાયલ કરો અથવા ફોનના સેટિંગમાં જઈને About Phone પર ક્લિક કરો.
 • અહીં તમને ફોનનો 15 અંકોનો IMEI નંબર જોવા મળશે, તેને નોટ કરી લો.
 • જો તમારો સ્માર્ટફોન ડ્યુઅલ સિમ હશે તો બંને સિમના IMEI નંબર જોવા મળશે.
 • હવે KYM પછી સ્પેસ આપીને ફોનનો IMEI નંબર ટાઈપ કરી તેને 14422 પર સેન્ડ કરો.
 • મેસેજ સેન્ડ કર્યા બાદ તમને મેન્યુફેક્ચર, સપોર્ટ બેન્ડ, મોડેલ સંબંધિત માહિતીનો મેસેજ મળશે.
 • મેસેજની ડિટેલ અને તમારા ફોનની ડિટેલ વેરિફાય કરો.

2. એપથી માલુમ કરો

તમે એપની મદદથી પણ જાણી શકો છો કે તમારો સ્માર્ટફોન બ્રાન્ડ ન્યૂ છે કે રિફર્બિશ્ડ. તેના માટે તમારે ગૂગલ પ્લે સ્ટોર પરથી KYM - Know Your Mobile એપ ઈન્સ્ટોલ કરવાની રહેશે. આ નામથી તમને અનેક એપ્સ જોવા મળશે, પરંતુ તમારે CDOT દ્વારા ડેવલપ કરાયેલી એપને જ ઈન્સ્ટોલ કરવાની છે.

એપ ઈન્સ્ટોલ કર્યા બાદ આ સ્ટેપ્સ ફોલો કરો

 • એપને પ્રથમ વાર ઓપન કરશો તો તે કેટલીક પરમિશન માગશે તેને Allow કરો.
 • એપના ઈન્ટરફેસમાં IMEI નંબર સબમિટ કરવાનો ઓપ્શન હશે, તેની બાજુમાં સ્કેનર આપેલું હશે.
 • તમે સ્કેનરનો ઉપયોગ કરો અથવા નીચે આપેલાં સિમ આઈકોન પર ક્લિક કરો.
 • સિમ આઈકોન પર ક્લિક કરશો એટલે ફોનનાં મેન્યુફેક્ચરનું નામ, સપોર્ટ બેન્ડ, બ્રાન્ડ અને મોડેલ સંબંધિત માહિતી શૉ થશે.
 • સ્ક્રીન પર દેખાચી ડિટેલ તમારા ફોનની ડિટેલથી વેરિફાય કરો.

3. વેબસાઈટથી ચકાસો

ફોન અસલી છે કે નકલી તે ચકાસવા માટે તમે વેબસાઈટનો પણ ઉપયોગ કરી શકો છો. તમે ફોનના IMEI નંબરથી ફોનની ડેટલ જણાવતી વેબસાઈટ પરથી ફોનની બ્રાન્ડ, રેમ, મોડેલ સહિત અન્ય માહિતી જાણી શકશો.

વેબસાઈટ પર આ સ્ટેપ્સ ફોલો કરો

 • સૌ પ્રથમ www.imei.info નામની વેબસાઈટ પર જાઓ.
 • અહીં નીચે આપેલા IMEI સબમિટ ઓપ્શન પર ક્લિક કરો. તેમાં IMEI નંબર સબમિટ કરો.
 • હવે CHECK બટન ક્લિક કરતા જ ફોનની ડિટેલ જોવા મળશે.
 • વેબસાઈટની ડિટેલ અને તમારા ફોનની ડિટેલની સરખામણી કરો.