ટેક ન્યુઝ:iPhone 15 Seriesમાં આવશે મોટો ફેરફાર, USB Type C ચાર્જિંગ મળશે

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

iPhone 14 સિરીઝ લોન્ચ થયા બાદ iPhone 15 સિરીઝની ચર્ચાએ જોર પકડ્યું છે. એપલ લવર્સએ જાણવા માટે આતુર છે કે, આ સિરીઝ iPhone 14 કરતાં કેટલી અલગ હશે. રિપોર્ટ્સ અનુસાર, iPhone 15 સિરીઝને લઈને અમુક જાણકારી લોન્ચ થઇ છે.

iPhone 15 Seriesમાં USB Type C ચાર્જિંગ ફીચર હશે. EU એટલે કે યુરોપિયન યુનિયનની યુનિફોર્મ ચાર્જર પોલિસીનો અમલ કર્યા બાદ કંપની આવતા વર્ષે લોન્ચ થનારા આઇફોનમાં USB Type C ચાર્જર્સનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહી છે. આ સાથે જ ઇન્ડસ્ટ્રી અને સ્માર્ટફોન કંપનીઓ પણ ભારતમાં યૂનિફોર્મ ચાર્જર પોલિસી સહમતી દર્શાવી છે.

એપલના એનાલિસ્ટ મિંગ-ચી-કુઓએ ટ્વીટ કરીને જણાવ્યું કે, iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને આઇફોન iPhone 15 Pro Max (iPhone 15 Ultraમાં USB Type C ચાર્જર્સ આપવામાં આવશે. આ સાથે જ કુઓએ એમ પણ કહ્યું કે, એપલ આઇફોનના USB Type Cમાં ડેટા ટ્રાન્સફર સ્પીડ એન્ડ્રોઇડના USB Type C કરતા વધુ સારી હશે.

કુઓએ પોતાના ટ્વીટમાં વધુમાં જણાવ્યું હતું કે, નવા હાઇ-એન્ડ આઇફોન્સ વાયર્ડ ટ્રાન્સફર સ્પીડમાં સુધારો કરશે, જેના કારણે હાઇ-સ્પીડ ટ્રાન્સફર આઇસી ડિઝાઇનમાં ફેરફાર થઇ શકે છે. એપલના હાલના સપ્લાયર્સ જેવા કે, Parade, Asmedia, Genesys Logic, Renesasનેલાભ આપશે.

વધુમાં જણાવ્યું હતું કે, 'મારો તાજેતરનો સર્વે કહે છે કે 2H23 નવા આઇફોન્સમાં લાઇટનિંગ ચાર્જરને USB Type C સાથે બદલશે. જો કે, ફક્ત બે હાઇ-એન્ડ મોડેલ્સમાં વાયર્ડ હાઇ સ્પીડ ટ્રાન્સફર સુવિધા મળશે. તો બીજી તરફ બંને સ્ટાન્ડર્ડ મોડેલ્સમાં ડેટા ટ્રાન્સફરની સ્પીડ લાઇટનિંગ જેવી જ હશે. તેમાં યુએસબી 2.0 આપવામાં આવશે, જ્યારે હાઇ-એન્ડ મોડલમાં યુએસબી 3.2 અથવા થંડરબોલ્ડ 3 મળશે.

એપલના બધા જ ડિવાઇસમાં મળશે USB Type C
પહેલેથી જ લાગી રહ્યું હતું કે, એપલ આઇફોન 15 સીરીઝમાં USB Type Cનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત આઇપેડને USB Type C ચાર્જિંગ ફીચરથી પણ અપગ્રેડ કરવામાં આવશે. એટલું જ નહીં કંપનીના એરપોડ્સ, મેજિક કીબોર્ડ, મેજિક માઉસ અને મેજિક ટ્રેકપેડને પણ USB Type Cથી અપગ્રેડ કરી શકાય છે.