iPhone 14 સિરીઝનું પ્રી-બુકિંગ શરૂ:iPhone 14ની શરૂઆતની કિંમત 79,900, જાણો બુકિંગ કરવાની સમગ્ર પ્રોસેસ

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેલિફોર્નિયાના ક્યુપર્ટિનોના એપલ પાર્કમાં iPhone 14 સિરીઝ લોન્ચ કરવામાં આવી હતી. 2020 પછી આ પહેલી ફિઝિકલ ઈવેન્ટ હતી. આ વર્ષની એપલ ઇવેન્ટમાં આ iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro અને 14 Pro Max લોન્ચ કરવામાં આવ્યા હતા. આઇફોન-14 સિરીઝનું પ્રી-બુકિંગ શુક્રવારથી શરૂ થઈ ચૂક્યું છે. ભારત, UAE, ઓસ્ટ્રેલિયા, કેનેડા, USA અને અન્ય 30 દેશના લોકો iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro અને 14 Pro Max પ્રી-ઓર્ડર કરી શકો છો.

9 સપ્ટેમ્બરથી પ્રી-ઓર્ડર શરૂ થયા બાદ, iPhone 14, iPhone 14 Pro, iPhone 14 Pro Maxના ઓર્ડર 16 સપ્ટેમ્બરથી ગ્રાહકો સુધી આ ફોન પહોંચી જશે. જોકે iPhone 14 Plusની ડિલિવરી 7 ઓક્ટોબરથી શરૂ થશે.

આ રીતે કરી શકો છો બુક
યુઝર્સ Apple સ્ટોર પર ઓનલાઇન, નજીકના Apple- ઓથોરાઈઝડ રિસેલર, અને રિલાયન્સ ડિજિટલ, ક્રોમા જેવા અન્ય રિટેલર્સ પર 2 હજાર રૂપિયાનું ટોકન આપીને ઓર્ડર બુક કરાવી શકે છે.

6,000 ઇન્સ્ટન્ટ કેશબેક
Apple iPhone 14 સિરીઝ માટે કેટલીક રસપ્રદ લૉન્ચ ઑફર્સ પણ મળે છે. કંપનીની ઓફિશિયલ Apple Store વેબસાઇટ પર, HDFC બેંક iPhone 14 અને 14 Pro માટે ક્રેડિટકાર્ડ પર 6,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ કેશબેક એટલે કે 5% ઓફર આપી રહી છે. આ સાથે iPhone-14 સિરીઝનાં તમામ મોડલ્સ માટે 6 મહિના સુધીનો નો-કોસ્ટ EMI વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

iPhone 14 શરૂઆતની કિંમત 79,900
iPhone 14ને 128GB, 256GB અને 512GB સ્ટોરેજમાં લોન્ચ કરવામાં આવ્યા છે, જેની કિંમત 79,900 રૂપિયા, 89,900 રૂપિયા અને 1,09,900 રૂપિયા છે. iPhone 14 plusને પણ આ જ સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે, જેની કિંમત 89,900 રૂપિયા, 99,900 રૂપિયા અને 1,19,900 રૂપિયા છે.

iPhone 14 Pro Maxની કિંમત 1,39,900થી શરૂ
આ સિવાય iPhone 14 Proને 128 GB, 256 GB, 512 GB અને 1 GB સ્ટોરેજમાં લોન્ચ કરવામાં આવ્યો છે. એની કિંમત 1,29,900 રૂપિયા, 1,39,900 રૂપિયા, 1,59,900 રૂપિયા અને 1,79,900 રૂપિયા છે. iPhone 14 Pro Maxની કિંમત 1,39,900 રૂપિયા, 1,49,900 રૂપિયા, 1,69,900 રૂપિયા અને 1,89,900 રૂપિયા છે.

સિરીઝ 8, SE અને અલ્ટ્રા વોચનું પણ બુકિંગ શરૂ
કંપનીએ વૉચ સિરીઝ 8ને વધુ હેલ્થ ફીચર્સ સાથે લોન્ચ કરી છે, જેમાં મોટી ડિસ્પ્લે અને બોડી-ટેમ્પરેચર સેન્સરનો સમાવેશ થાય છે. SE, અલ્ટ્રા વોચ અને એરપોડ્સ પ્રો 2 પણ લોન્ચ કરવામાં આવ્યા છે. આ બધાના પ્રી- બુકિંગ શરૂ થઈ ગયું છે. સિરીઝ 8 અને SE વોચ 16 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે, જ્યારે અલ્ટ્રા વોચ અને એરપોડ્સ પ્રો સેકન્ડ જનરેશન 23 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે. વોચ સિરીઝ 8ની કિંમત 45,900 રૂપિયા, SEની કિંમત 29,900 રૂપિયા અને અલ્ટ્રાની કિંમત 89,900 રૂપિયા છે.