એપલનો આગામી ફ્લેગશિપ ફોન આઇફોન-14 આવતા મહિને લોન્ચ થઇ શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપની 7 સપ્ટેમ્બરે લોન્ચ કરી શકે છે. આ લાઇનઅપમાં આઇફોન 14, આઇફોન 14 મેક્સ, આઇફોન 14 પ્રો અને આઇફોન 14 પ્રો લોન્ચ થવાની શક્યતા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર આઇફોન 14ની સાથે કંપની ઘણી પ્રોડક્ટ્સને પણ લોન્ચ કરશે. જેમાં નવું મેક લેપટોપ અને ડેસ્કટોપ કમ્પ્યુટર, એપલ વોચ અને આઇપેડની વિવિધ કિંમતો સાથેની સંપૂર્ણ રેન્જ સામેલ થશે. આઇફોન 14નું સ્ટાન્ડર્ડ મોડેલ આઇફોન 13 જેવું જ હોવાની પણ શક્યતા જોવા મળી રહી છે.
આઇફોન 14 સીરીઝની આ હોઈ શકે છે કિંમત
આઇફોન 14ની કિંમત 799 ડોલર (લગભગ 64,000 રૂપિયા)થી શરૂ થવાની શક્યતા જોવા મળી રહી છે. તો બીજી તરફ આઇફોન 14 પ્રો અને આઇફોન 14 પ્રો મેક્સની કિંમતોમાં ગયા વર્ષના આઇફોન 13 પ્રો અને આઇફોન 13 પ્રો મેક્સની તુલનામાં 100 ડોલર (લગભગ 8,000 રૂપિયા) નો વધારો થવાની સંભાવના છે.
14 સિરીઝની સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ
પ્રો મોડેલમાં ઓલવેસ ઓનડિસ્પ્લે (LOD) ફીચર
આઇફોન 14માં 6.1 ઇંચની સ્ક્રીન અને 14 મેક્સમાં 6.7 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. પ્રો મોડલમાં ઓલવેઝ ઓન ડિસ્પ્લે (LOD) ફીચરનો પણ સમાવેશ થઇ શકે છે. 14 પ્રો સ્ક્રીન પ્રોટેક્ટરની લીક થયેલી તસવીર સૂચવે છે કે તે તેની બાજુમાં હોલ-પી સ્લોટ સાથે ગોળીના આકારના કટઆઉટને સ્પોર્ટ કરશે. આ ડિઝાઇન અગાઉ લીક થયેલા સીએડી રેન્ડરર્સ જેવી લાગે છે.
6 કલરમાં રહેશે ઉપલબ્ધ
હાલમાં જ આવેલા એક રિપોર્ટ અનુસાર આઇફોન 14 બ્લેક, બ્લૂ, ગ્રીન, પર્પલ, રેડ અને વ્હાઇટ કલર ઓપ્શનમાં આવી શકે છે. આ સિવાય આઇફોન 14 પ્રો ગોલ્ડ, ગ્રેફાઇટ, ગ્રીન, પર્પલ અને સિલ્વર કલર ઓપ્શનમાં મળી શકે છે. આ સાથે જ રિપોર્ટમાં એવી પણ ખબર પડી છે કે આઈફોન 14 લાઇનઅપ 30W ચાર્જિંગ સપોર્ટ સાથે મોટી અને ભારે મેગ્સેફ બેટરીને પણ સપોર્ટ કરી શકે છે.
14 પ્રો મેક્સમાં 48 મેગાપિક્સલનું વાઇડ-એંગલ સેન્સર આપવામાં આવ્યું છે
એનાલિસ્ટ મિંગ-ચી કુઓના જણાવ્યા અનુસાર, આઇફોન 14 સીરીઝમાં એફ/1.9 અપર્ચર લેન્સ અને ઓટોફોકસ સાથે અપગ્રેડેડ ફ્રન્ટ કેમેરો પણ મળી શકે છે. કુઓએ એવો પણ દાવો કર્યો હતો કે 14 પ્રો અને 14 પ્રો મેક્સમાં પાછળના ભાગમાં 48 મેગાપિક્સલનું વાઇડ-એંગલ સેન્સર આપવામાં આવી શકે છે.
એપલ A16 બાયોનિક ચિપ
14 પ્રો અને પ્રો મેક્સમાં નવી એપલ A16 બાયોનિક ચિપ આપવામાં આવશે. જ્યારે 14 અને 14 મેક્સમાં એપલ A15 બાયોનિક ચિપ હોઇ શકે છે, જે 13 સીરીઝ જેવી હશે. એક જ ચિપથી સજ્જ હોવા છતાં તેના નવા સેલ્યુલર મોડેમ અને ઇન્ટરનલ ડિઝાઇનને કારણે 14 અને મેક્સનું પરફોર્મન્સ વધવાની ધારણા છે.
મેમરી
પ્રો અને નોન-પ્રો મોડલ્સ વચ્ચેના પરફોર્મન્સનો તફાવત સ્માર્ટફોનની મેમરી પરથી સમજી શકાય છે. રિપોર્ટ અનુસાર 14 પ્રો અને પ્રો મેક્સમાં 6GB LPDDR5 રેમ હોવાની શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.