• Gujarati News
  • Utility
  • Gadgets
  • IPhone 13 Series Country Wise Price List And India, US, Australia, UAE, Canada Price Comparison; Features And Specifications

મોંઘેરા આઈફોન:અમેરિકા કરતાં ભારતમાં આઈફોન 13 પ્રો 46,494 રૂપિયા અને આઈફોન 13 મિની 18,516 રૂપિયા મોંઘો; જાણો 13 દેશમાં તમામ મોડેલની કિંમત

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુનિયાના તમામ દેશોની સરખામણીએ આઈફોન 13 પ્રો મેક્સ ભારતમાં સૌથી મોંઘો
  • આઈફોન 13ની કિંમત અમેરિકા અને ભારતની કિંમતમાં 46,494 રૂપિયાનું અંતર છે

ભારતમાં આઈફોન 13 મિની અને આઈફોન 13નો સેલ 24 સપ્ટેમ્બરથી શરૂ થશે તો ગ્રાહકો આઈફોન 13 પ્રોની ખરીદી 30 ઓક્ટોબરથી અને આઈફોન 13 પ્રો મેક્સની ખરીદી 13 નવેમ્બરથી કરી શકશે. એપલ આઈફોન 13 સિરીઝની કિંમત આઈફોન 12 સિરીઝ જેટલી જ છે. આ સિરીઝના બેઝિક મોડેલની કિંમત 69,990 રૂપિયા છે. એપલે ભલે આઈફોનની કિંમત ન વધારી હોય પરંતુ અન્ય દેશની સરખામણીએ ભારતમાં આઈફોનની કિંમત સૌથી વધારે છે.

એપલે આઈફોન 13 સિરીઝના તમામ મોડેલ આઈફોન 13, આઈફોન 13 મિની, આઈફોન 13 પ્રો અને આઈફોન 13 પ્રો મેક્સની કિંમત 13 દેશ માટે જાહેર કરી છે. આ દેશોમાં અમેરિકા, કેનેડા, ભારત, આયલેન્ડ, ઓસ્ટ્રેલિયા, જર્મની, ફ્રાન્સ, ઈટાલી, પોલૅન્ડ, મલેશિયા, થાઈલેન્ડ અને ચીન સામેલ છે. આ તમામ દેશોમાં આઈફોન 13 સિરીઝની કિંમત શું છે જાણો...

આઈફોન 13 સિરીઝનું બેઝિક મોડેલ આઈફોન 13 મિની છે. ભારતમાં તેની પ્રારંભિક કિંમત 69,990 રૂપિયા છે. 13 દેશોમાંથી ભારત ત્રીજો એવો દેશ છે જ્યા આ મોડેલની કિંમત સૌથી વધુ છે. આ મોડેલ અમેરિકામાં સસ્તું છે. અમેરિકામાં તેની કિંમત 700 ડોલર (આશરે 51,384 રૂપિયા) છે. ભારતમાં તે અમેરિકા કરતાં 18,516 રૂપિયા મોંઘો છે. ઈટાલીમાં આ ફોન સૌથી વધુ મોંઘો છે તેની કિંમત 840 યુરો (72,796 રૂપિયા) છે.

આઈફોન 13ના બેઝિક મોડેલની કિંમત ભારતમાં 79,900 રૂપિયા છે. આઈફોન 13 મિનીની જેમ આ મોડેલમાં પણ ભારત એ 3 દેશોમાં સામેલ છે જ્યાં આ ફોનની કિંમત સૌથી વધુ છે. અમેરિકામાં તેનાં બેઝિક વેરિઅન્ટની કિંમત સૌથી ઓછી 800 ડોલર (આશરે 58725 રૂપિયા) અને ઈટાલીમાં તેની કિંમત સૌથી વધારે 940 યુરો (આશરે 81,462 રૂપિયા) છે. ચીન, કેનેડા, મલેશિયા, ઓસ્ટ્રેલિયા, જર્મનીમાં આ ફોનની કિંમત ભારતની સરખામણીએ સસ્તી છે.

આઈફોન 13 સિરીઝનું પ્રો મોડેલ ભારતમાં સૌથી મોંઘું છે. અમેરિકામાં પ્રો મોડેલનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 1000 ડોલર (73,406 રૂપિયા) છે. ભારતમાં તેની કિંમત 1,19,900 રૂપિયા છે. અમેરિકા અને ભારતની કિંમતમાં 46,494 રૂપિયાનું અંતર છે. આઈફોન 13 અને આઈફોન 13 મિની ભારતની સરખામણીએ ઈટાલી અને આયલેન્ડમાં મોંઘા છે પરંતુ પ્રો મોડેલની કિંમત આ બંને દેશ કરતાં ભારતમાં મોંઘી છે.

દુનિયાના તમામ દેશોની સરખામણીએ આઈફોન 13 પ્રો મેક્સ ભારતમાં સૌથી મોંઘો છે. ભારતમાં તેનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 1,29,900 રૂપિયા છે. અમેરિકામાં તેની કિંમત 1100 ડોલર (આશરે 80,746 રૂપિયા) છે. બંને દેશોની કિંમતમાં 49154 રૂપિયાનું અંતર છે. આયલેન્ડ અને ઈટાલીમાં પણ આઈફોન 13 પ્રો મેક્સ ભારત કરતાં સસ્તો મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...