લીક:લોન્ચિંગ પહેલાં જ આઈફોન 13 મિનીનો ફોટો લીક થયો, ડ્યુઅલ રિઅર કેમેરા મળશે

એક વર્ષ પહેલા
  • આઈફોન 13 મિનીમાં 5.42 ઈંચની ડિસ્પ્લે મળી શકે છે
  • ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપમાં એપર લેન્સ સાથે LED ફ્લેશ મળશે

ટેક જાયન્ટ એપલે તાજેતરમાં જ તેની સ્પ્રિંગ લોડેડ ઈવેન્ટમાં નવું આઈપેડ પ્રો સાથે ઘણી પ્રોડક્ટ લોન્ચ કરી છે. આ ઈવેન્ટ બાદ આઈફોન 13 મિનીના ફોટો લીક થઈ રહ્યા છે. ફોટોમાં ફોનની બેક પેનલ નજરે ચડે છે. જીએસએમ એરિનાના રિપોર્ટ પ્રમાણે, આ આઈફોન 13 મિનીના પ્રોટોટાઈપનો ફોટો છે. તે આઈફોન 12 મિનીના મોડેલથી મળતો આવે છે.

આઈફોન 13 મિનીની બેક પેનલ પર ડ્યુઅલ રિઅર કેમેરા જોવા મળે છે. તેમાં ક્રોસ ડિઝાઈનમાં સેટઅપ જોવા મળે છે. અપર લેન્સ સાથે LED ફ્લેશ મળે છે. જોકે કેમેરા કેટલા મેગાપિક્સલનો હશે તેના પર હજુ સસ્પેન્સ છે.

આઈફોન 13 મિનીના ફીચર્સ અને કિંમત (સંભવિત)
લીક રિપોર્ટ પ્રમાણે આઈફોન 13 મિનીમાં 5.42 ઈંચની ડિસ્પ્લે મળશે. તેનું રિઝોલ્યુશન 900 x 1850 પિક્સલ હશે. આ સ્માર્ટફોનમાં 64GB સ્ટોરેજ અને દમદાર બેટરી મળશે. આ સિવાય કંપની તેમાં કોઈ નવાં પ્રોસેસરનો પણ ઉપયોગ કરી શકે છે. તેની કિંમત 50થી 60 હજાર રૂપિયા હોઈ શકે છે. જોકે અત્યાર સુધી કંપનીએ તેના લોન્ચિંગ વિશે કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી.

2022માં આઈફોન મિની બંધ થઈ શકે છે
ટેક જાયન્ટ એપલ 2022માં લોન્ચ થનારા આઈફોન માટે મોટાપાયે પ્લાનિંગ કરી રહી છે. TF સિક્યોરિટી એનાલિસ્ટ મિંગ શી કુઓના જણાવ્યા પ્રમાણે, કંપની એક વર્ષ પછી 5.4 ઈંચની સ્ક્રીનવાળા મિની આઈફોન બંધ કરી શકે છે. તો 6.1 ઈંચ અને 6.7 ઈંચ સ્ક્રીનવાળા નવા મોડેલ લોન્ચ કરી શકે છે. ગત વર્ષે કંપનીએ આઈફોન 12માં 5.4 ઈંચનું મોડેલ લોન્ચ કર્યું હતું.

નવી સ્ક્રીન સાઈઝવાળા મોડેલ લોન્ચ થશે
મિંગ શી કુઓએ મેકરુમર્સને રિપોર્ટ કરતાં કહ્યું છે કે 2022 6.1 ઈંચ અને 6.7 ઈંચના મોડેલ લોન્ચ થશે. આ આઈફોન 12 સિરીઝ જેવાં જ હશે. જે રીતે આઈફોન 12 અને આઈફોન 12 પ્રોમાં 6.1 ઈંચની સ્ક્રીન મળે છે. આઈફોન 12 પ્રો મેક્સમાં 6.7 ઈંચની સ્ક્રીન મળે છે.

2022ના આઈફોનમાં 48MPનો કેમેરા મળશે

  • કુઓના રિપોર્ટ પ્રમાણે 2022માં લોન્ચ થનારા આઈફોનના હાઈ એન્ડ મોડેલમાં 48MPનો પ્રાઈમરી કેમેરા મળશે. નવા મોડેલમાં 1.25 માઈક્રોન પિક્સલ સાઈઝ મળી શકે છે.
  • કુઓએ મેકરુમર્સને કહ્યું છે કે, નવા આઈફોનમાં ડાયરેક્ટ 48MPનો આઉટપુટ અને 12MP આઉટપુટ સપોર્ટ મળશે. 12MP આઉટપુટ સાથે નવા 2H22 આઈફોનની CIS પિક્સલ સાઈઝ આશરે 2.5um સુધી વધી જશે.
  • 2022માં આઈફોનમાં કેમેરા ફોટોગ્રાફી લેવલ નવાં લેવલે હશે. તેમાં 8K વીડિયો રેકોર્ડિંગ પણ મળશે. સાથે જ AR (ઓગ્મેન્ટેડ રિયાલિટી) અને MR (મિક્સ્ડ રિયાલિટી)નો એક્સપિરિઅન્સ પણ વધુ સારો મળશે.