તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે આઇફોન 13 લોન્ચ કરાશે:લેટેસ્ટ આઇફોનમાં સેટેલાઇટ કોલિંગ અને 1TBનું સ્ટોરેજ મળી શકે છે, એપલ વોચ 7 અને એરપોડ્સ 3 પણ લોન્ચ થશે

2 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આઇફોન 13 પ્રો અને આઇફોન 13 પ્રો મેક્સમાં અલ્ટ્રા વાઇડ કેમેરા મળી શકે છે
 • આઇફોન 13માં પોટ્રેટ સિનેમેટિક વીડિયો ફીચર મળશે

ટેક જાયન્ટ એપલ આજે 14 સપ્ટેમ્બરે આઈફોન 13 સિરીઝ લોન્ચ કરશે. આ વર્ચ્યુઅલ ઈવેન્ટ કેલિફોર્નિયાથી સ્ટ્રીમ થશે. એપલ વોચ 7 સિરીઝ સાથે આઈફોન 13 સિરીઝ આ ઈવેન્ટમાં લોન્ચ થઈ શકે છે.

આ ઈવેન્ટમાં થર્ડ જનરેશન એરપોડ્સ પણ લોન્ચ થઈ શકે છે. ઈવેન્ટમાં આઈફોન 13નાં 4 મોડલ લોન્ચ થઈ શકે છે. એમાં આઈફોન 13 મિની, આઈફોન 13, આઈફોન 13 પ્રો અને આઈફોન 13 પ્રો મેક્સ સામેલ છે.

આ રીતે લાઈવ ઈવેન્ટ જોઈ શકાશે
એપલની કેલિફોર્નિયા સ્ટ્રીમિંગ ઈવેન્ટ 14 સપ્ટેમ્બરે ભારતીય સમયાનુસાર રાતે 10:30 વાગ્યે શરૂ થશે. આ એપલના ઈવેન્ટ પેજ અને એપલની ઓફિશિયલ યુટ્યૂબ ચેનલ પર પણ સ્ટ્રીમ થશે. ઈવેન્ટ માટે યુઝર્સ પહેલાંથી રિમાઈન્ડર પણ સેટ કરી શકે છે.

આઇફોન 13 સિરીઝનાં સંભવિત સ્પેસિફિકેશન

 • આઇફોન 13માં આઇફોન 12ની સરખામણીએ નાનો નોચ મળશે. એમાં લાઈટ ઓબ્ઝર્વ કરવા માટે મોટું કેમેરા સેન્સર મળી શકે છે. નવા લાઈનઅપમાં આઈફોન 13 પ્રો અને આઈફોન 13 પ્રો મેક્સમાં અલ્ટ્રા વાઈડ કેમેરા મળી શકે છે.
 • આઈફોન 13 અને આઈફોન 13 મિનીના 64GB અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. આઈફોન 13 પ્રો અને આઈફોન 13 પ્રો મેક્સના 128GB, 256GB અને 512GBનાં સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. આઈફોન 13 પ્રો અને આઈફોન 13 પ્રો મેક્સના 1TB સ્ટોરેજ વેરિઅન્ટ મળી શકે છે.+
 • આઈફોન 13 અને આઈફોન 13 મિનીના બ્લેક, બ્લૂ, પિંક, પર્પલ, રેડ અને વ્હાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ થશે. આઈફોન 13 પ્રો અને આઈફોન 13 પ્રો મેક્સનાં બ્લેક, બ્રાઉન, ગોલ્ડ અને સિલ્વર કલર વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.
 • આઈફોન 13 એક પોટ્રેટ સિનેમેટિક વીડિયો ફીચર સાથે આવે છે. એ એક ઈલેક્ટ્રોનિક્સ ઈમેજ સ્ટેબિલાઈઝેશન સિસ્ટમ સપોર્ટ કરે છે.
 • એમાં યુઝર્સ વીડિયો રેકોર્ડ કરતા સમયે બેકગ્રાઉન્ડ બ્લર કરી શકે છે. ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન કેમેરા સિસ્ટમની મદદથી સ્મૂધ ઓપરેટિંગ મોડમાં સ્વિચ કરી શકે છે.
 • આઈફોન 13 રેન્જમાં હાર્ડવેર સપોર્ટ એમ્બેડ કરવામાં આવશે. એને લોન્ચ થયાના કેટલાક મહિના બાદ રોલઆઉટ કરવામાં આવશે. આ ફીચરથી યુઝર્સ આઈફોન 13નો ઉપયોગ સેટેલાઈટ થ્રુ કરી શકશે, તેથી સેલ્યુલર કવરેજ ન હોવા પર પણ દુનિયાના કોઈપણ ખૂણે કોલ કરી શકાશે.
 • એપલ એનાલિસ્ટ મિંગ શી કુઓના રિપોર્ટ પ્રમાણે, આઈફોન 13માં LEO (લૉ અર્થ ઓર્બિટ) સેટેલાઈટ કમ્યુનિકેશન મોડ મળી શકે છે. આ ટેક્નોલોજીની મદદથી યુઝર્સ સેલ્યુલર નેટવર્ક વગર કોલ અને મેસેજ કરી શકે છે. LEO સેટેલાઈટ નીચલી કક્ષાના સેટેલાઈટ પર નિર્ભર હોય છે. આ સેટેલાઈટનો ઉપયોગ ઈન્ટરનેટ બીમ કરવા માટે થાય છે.
 • રિપોર્ટ પ્રમાણે, ચિપની કિંમત વધવાથી આઈફોન 13ની કિંમત વધી શકે છે. એપલ આઈફોન 13માં ફેસ આઈડી ટેક્નોલોજી પર પણ કામ કરી રહી છે. તેની મદદથી માસ્ક સાથે પણ ફોન અનલોક કરી શકાશે.

એપલ વોચ સિરીઝ 7નાં સંભવિત સ્પેસિફિકેશન

આઇફોન 13 સિરીઝ સિવાય કંપની આ ઈવેન્ટમાં એપલ વોચ સિરીઝ 7 પણ લોન્ચ કરી શકે છે. તેમાં ફ્લેટ ડિસ્પ્લે ડિઝાઈન મળશે. વોચ સિરીઝ 6 કરતાં વોચ સિરીઝ 7માં મોટી ડિસ્પ્લે મળશે. તેમાં ઈમ્પ્રૂવ બેટરી લાઈફ મળશે.

એરપોડ્સ 3નાં સંભવિત સ્પેસિફિકેશન

થર્ડ જનરેશનના એરપોડ્સમાં એપલ ઈવેન્ટમાં ઈયરફોન પણ લોન્ચ થઈ શકે છે. આ એરપોડ્સ પ્રો જેવા હશે. એમાં વાયરલેસ ચાર્જિંગ કેસ પણ મળી શકે છે. ચાર્જિંગ કેસમાં 20% વધુ બેટરી કેપેસિટી મળી શકે છે.