ટેક ગુરુ અભિષેક તેલંગ સાથે Tech Talk:વીડિયોગ્રાફી માટે બેસ્ટ ઓપ્શન છે આઈફોન 13, પણ અન્ય કયા કારણોસર આ ફોન ખરીદવો જોઈએ?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કન્ટેન્ટ ક્રિએટર કે બ્લોગર માટે આ ફોન પરફેક્ટ છે

આઈફોન 13 સિરીઝ ભારતમાં લોન્ચ થઈ ગઈ છે. કિંમત અને ડિઝાઇન મામલે આ નવી સિરીઝ લાસ્ટ વર્ઝનની જેમ જ છે, પરંતુ નવા ફોનમાં અમુક મોટા ફેરફાર કર્યા છે. આ જ કારણોને લીધે આઈફોન 13 સિરીઝે ઘણા ગ્રાહકોનું ધ્યાન ખેંચ્યું છે.

આજે આઈફોન 13 સિરીઝ વિશે વાત કરીએ...
ડિઝાઇન: ડિઝાઇનમાં ખાસ કોઈ ફેરફાર નથી. આઈફોન 13માં કેમેરા પોઝિશનમાં ફેરફાર કર્યા છે. બે નવા કલર લોન્ચ થયા છે-આઈફોન 13 પ્રો સિરીઝમાં સિએરા બ્લૂ અને આઈફોન 13 સિરીઝમાં પિન્ક કલર.

ડિસ્પ્લે: આઈફોન 13 સિરીઝના ચારેય મોડલમાં ડિસ્પ્લેમાં નોચની સાઈઝ આશરે 20% ઓછી કરી છે. તેનાથી સ્ક્રીન થોડી મોટી લાગે છે, પરંતુ વધારે ધ્યાનથી જોતા આ 20% વધારે મોટી નહીં લાગે. જો કે, કોમ્પિટિશનને ધ્યાનમાં રાખીને આઇફોન 13 પ્રો સિરીઝમાં આ વખતે પ્રોમોશન ડિસ્પ્લે આપી છે, તે 10Hzના રિફ્રેશ રેટથી 120Hzના રિફ્રેશ રેટ સુધી ઓટોમેટિકલી સ્વીચ કરે છે. પ્રોમોશન ડિસ્પ્લેને લીધે આઈફોન 13 પ્રો સિરીઝમાં ગેમિંગની મજા ડબલ થઈ ગઈ છે, પણ આ પ્રોમોશન ડિસ્પ્લે માત્ર મોંઘા આઈફોનમાં જ છે. આઈફોન 13 સિરીઝ તો રિફ્રેશ રેટ મામલે આઈફોન 12 સિરીઝ જેવો જ છે.

કેમેરા: નવા આઈફોનમાં કેમેરાનું લેવલ વધારે સારું બનાવ્યું છે. સૌથી મોટો ચેન્જ તેના ઇમેજ સેન્સરમાં કર્યો છે. તે લાસ્ટ વર્ઝનથી વધારે મોટું અને સારું છે. મોટા ઇમેજ સેન્સરને લીધે ફોટો વધારે ડિટેલ્સ કેપ્ચર થઈ શકશે. ઓછા પ્રકાશમાં પણ આઇફોન 13/13 પ્રોના કેમેરામાં સારું રિઝલ્ટ મળશે. વીડિયો માટે આ અત્યાર સુધીનો સૌથી બેસ્ટ આઈફોન છે. ફોનમાં આપેલા સિનેમેટિક મોડ અને પ્રોરેસ (ProRes) રેઝોલ્યુશનમાં વીડિયો શૂટ અને એડિટ કરવાના ફીચર્સ બ્લોગર્સ અને ફિલ્મ મેકર્સને સારો ઓપ્શન આપે છે.

બેટરી: આઈફોનમાં બેટરી લાઈફ પહેલેથી દુખતી નસ રહી છે, પણ આ વખતે આઈફોન 13 સિરીઝમાં ઘણા ચેન્જ છે. રૂટિન ઉપયોગમાં એકથી સવા દિવસ સુધી એક સિંગલ ચાર્જ પર ફોન ચાલે છે. જો તમે ગેમિંગ કે બિન્જ વૉચિંગ પસંદ કરતા હો તો તમારે રોજ ફોન ચાર્જ કરવો પડશે.

આઈફોન 13/13 પ્રો કયા કસ્ટમર માટે છે?
જો તમે તમારા ફોનથી ઘણા બધા વીડિયો બનાવો છો કે તમે કે પ્રોફેશનલ બ્લોગર, ફિલ્મમેકર કે ફોટોગ્રાફર છો તો આઈફોન 13/13 પ્રો કરતાં બેસ્ટ બીજું કઈ નથી. કારણકે નવા આઈફોનના કેમેરા ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડના હિસાબે બનાવ્યા છે. તેનો પ્રોફેશનમાં ઉપયોગ કરી શકાય છે. જો તમે ગયા વર્ષે જ આઈફોન 12 સિરીઝનો ફોન ખરીદ્યો હોય અને વીડિયો મેકિંગમાં તમને કોઈ ઇન્ટરેસ્ટ ના હોય તો આઈફોન 14 સિરીઝની રાહ જોઈ શકો છો.

આઈફોન 13/13 પ્રો કોણે લેવો જોઈએ?
જો તમે 2 વર્ષથી વધારે જૂનો આઈફોન વાપરી રહ્યા છો તો તમે નવો આઈફોન લેવાનું વિચારી શકો છો. તમને સ્માર્ટફોનથી વીડિયો શૂટ કરવા ગમતા હોય અને 4K ક્વોલિટીમાં જોરદાર વીડિયો બનાવવા ઈચ્છો છો તો તમે આઈફોન 13/13 પ્રો ખરીદી શકો છો. મારી જેમ કન્ટેન્ટ ક્રિએટર છો, બ્લોગર છો તો ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડની ગણતરીએ આનાથી સારો બીજો કોઈ કેમેરા ફોન નથી.