બમ્પર ડિસ્કાઉન્ટ:ફ્લિપકાર્ટ પર આઈફોન 12ની ખરીદી પર ₹12,901 તો આઈફોન 12 મિનીની ખરીદી પર ₹9901નું ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઓફર પણ મળશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઈફોન 12 પ્રો પર ફ્લિપકાર્ટ 15,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ આપે છે
  • આઈફોન 12 પ્રોની ખરીદી પર 4000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે

ટેક જાયન્ટ એપલ 14 સપ્ટેમ્બરે આઈફોન 13 સિરીઝ લોન્ચ કરી શકે છે. નવી સિરીઝનાં લોન્ચિંગના એંધાણ વચ્ચે જો તમે આઈફોન 12 સિરીઝનો આઈફોન ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા હો તો તમારા માટે એક ગોલ્ડન ચાન્સ છે. ઓનલાઈન પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર આઈફોન 12 સિરીઝના ફોન્સ પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ડિસ્કાઉન્ટ સાથે આઈફોન 12 સિરીઝના બેઝિક મોડેલની પ્રારંભિક કિંમત 59,999 રૂપિયા થઈ ગઈ છે. આવો જાણીએ કયા મોડેલ પર કેટલું ડિસ્કાઉન્ટ મળશે...

આઈફોન 12 મિની

આ મોડેલની ખરીદી 59,999 રૂપિયામાં ખરીદી શકાય છે. તેની લોન્ચિંગ પ્રાઈઝ 69,990 રૂપિયા છે. ફ્લિપકાર્ટ પરથી ફોનની ખરીદી 9901 રૂપિયાનાં ડિસ્કાઉન્ટ સાથે કરી શકાશે. આ સાથે ફોન પર એક્સચેન્જ ઓફર પણ અવેલેબલ છે.

આઈફોન 12 (64GB)

આ ફોનની લોન્ચિંગ કિંમત 79,990 રૂપિયા છે. ફ્લિપકાર્ટ પર ફોનની ખરીદી 12,901 રૂપિયાનાં ડિસ્કાઉન્ટ સાથે 66,999 રૂપિયામાં કરી શકાશે. એપલની ઓફિશિયલ વેબસાઈટ પર આ ફોન લોન્ચિંગ પ્રાઈઝમાં જ મળી રહ્યો છે.

આઈફોન 12 (128GB)

આ મોડેલ ફ્લિપકાર્ટ પર 71,999 રૂપિયામાં અવેલેબલ છે. તેની લોન્ચિંગ પ્રાઈઝ 84,900 રૂપિયા છે. ફ્લિપકાર્ટ પરથી આ ફોનની ખરીદી કરવા પર 12,901 રૂપિયાનો ફાયદો થશે. કંપની આ મોડેલ પર 15,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ આપશે. આઈફોન 12નાં 256GB વેરિઅન્ટની ખરીદી 12,901 રૂપિયાનાં ડિસ્કાઉન્ટ સાથે 81,999 રૂપિયામાં કરી શકાશે.

આઈફોન 12 પ્રો

ફ્લિપકાર્ટ પરથી આ ફોનનાં 128GB વેરિઅન્ટની ખરીદી 1,15,900 રૂપિયામાં કરી શકાશે. તેની લોન્ચિંગ કિંમત 1,19,900 રૂપિયા છે. કંપની 15,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ આપી રહી છે.

આઈફોન 12 સિરીઝની ખાસિયતો

  • આ સિરીઝના તમામ આઈફોન 6 મીટર પાણીમાં અડધો કલાક સુધી ડૂબી રહ્યા બાદ પણ કામ કરશે.
  • આઈફોન 12 સીરિઝનું ડ્રોપ પર્ફોર્મન્સ 4 ગણું સુધરી ગયું છે. એટલે કે, આઈફોન 11ની સરખામણીએ વધારે મજબૂત છે.
  • ફોનને મજબૂત બનાવવા માટે તેમાં સિરામિક શિલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આઈફોન 12નાં સ્પેસિફિકેશન

  • તેમાં 6.1 ઈંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીન સેફ્ટી માટે તેના પર કોર્નિંગની નવી સિરામિક શિલ્ડ આપવામાં આવી છે. તેનું રિઝોલ્યુશન 2532x1170 પિક્સલ છે.
  • આ આઈફોન 5G કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે. તેના માટે કંપનીએ તેના iOSને પણ ઓપ્ટિમાઈઝ કરી છે. ફોનમાં A14 બાયોનિક ચિપ આપવામાં આવી છે. કંપનીએ તાજેતરમાં જ આ ચિપનો ઉપયોગ આઈપેડ એરમાં પણ કર્યો છે.
  • ફોનમાં 12 MPનો ડ્યુઅલ રિઅર કેમેરા આપવામાં આવ્યો છે. તેના એક વાઈડ લેન્સ અને બીજો અલ્ટ્રા વાઈડ લેન્સ છે. અલ્ટ્રા વાઈડ લેન્સ 120 ડિગ્રી સુધી એરિયા કવર કરે છે. આઈફોન 11ની તુલનામાં તેની લૉ લાઈટ ફોટોગ્રાફી ક્વૉલિટીને 27% સુધી સુધારવામાં આવી છે. તેમાં નવા સ્માર્ટ HDR 3 કેમેરા ફીચર આપવામાં આવ્યા છે. સેલ્ફી માટે 12MPનો ફ્રન્ટ કેમેરા મળશે. તે 15 વૉટનું વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

આઈફોન 12 મિનીનાં સ્પેસિફિકેશન
તેમાં 5.4 ઈંચ સુપર રેટિના XDR ડિસ્પ્લે આપવામાં આવી છે. તેનું રિઝોલ્યુશન 2340x1080 પિક્સલ છે. તેમાં આઈફોન 12ની જેમ A14 બાયોપિક ચિપ આપવામાં આવી છે, જે 5G સપોર્ટની સાથે આવે છે. તેમાં પણ 12MPનો ડ્યુઅલ રિઅર કેમેરા અને 12MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આઈફોન 12 અને 12 મિનિની ડિસ્પ્લે સિવાય બંનેના ફીચર્સ લગભગ એક સમાન છે.

આઈફોન 12 પ્રોનાં સ્પેસિફિકેશન
તેમાં 6.1 ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી છે. તેનું રિઝોલ્યુશન 2532x1170 પિક્સલ છે. તેમાં A14 બાયોનિક ચિપ પણ આપવામાં આવી છે, જે 5G સપોર્ટ સાથે આવે છે. ફોનમાં 12MPનો ટ્રિપલ રિઅર કેમેરા છે, જેમાં બે વાઇડ એંગલ સેન્સર અને ટેલિફોટો સેન્સર છે. સેલ્ફી માટે 12MPનો ફ્રન્ટ કેમેરા છે. કંપનીનું કહેવું છે કે, ફોનની બેટરીથી 17 કલાકનો વીડિયો કોલિંગ, 11 કલાકનું વીડિયો સ્ટ્રીમિંગ, 65 કલાક મ્યૂઝિક સાંભળે છે. 20 વૉટ એડોપ્ટરથી આ 30 મિનિટમાં 50% સુધી ચાર્જ થઈ જાય છે. આ ફોન સિલ્વર, ગ્રેફાઇટ, ગોલ્ડ અને પેસિફિક બ્લુ કલરના વેરિઅન્ટમાં ખરીદી શકાશે.